‘મહાભારત’માં ભીષ્મ પિતામહની પાછળ કુલર જોવા મળતા ઘણા ફેન્સે ઉડાવી મજાક, તો ઘણાને દ્રશ્ય જોઇને લાગ્યો ઝાટકો

‘મહાભારત’ના હાલમાં જ જોયેલ એપિસોડ માંથી એક એપિસોડ જોયા લીધા પછી ‘મહાભારત’ના ફેંસને ઝટકો લાગી ગયો કેમ કે, આ ફેંસે ‘દ્રાપર યુગ’માં એક એર કુલર’ જોઈ લીધું છે.

image source

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે ભારત સરકારે આખા દેશમાં લોકડાઉન જાહેર કરી દીધું છે ત્યારે ભારતીય પ્રસારણ મંત્રાલયએ ઘરે રહેતા લોકોનું મનોરંજન પૂરું પાડવા માટે નેશનલ ચેનલ દુરદર્શન પર અને દુરદર્શન ભારતી ચેનલ પર રામાનંદ સાગરની ‘રામાયણ’ અને બી.આર. ચોપડાની ‘મહાભારત’ નું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ‘મહાભારત’ના કલાકારો નીતીશ ભારદ્વાજ, મુકેશ ખન્ના, ગજેન્દ્ર ચૌહાણ, રૂપા ગાંગુલી અને અન્ય કલાકારો શોમાં ફરીથી જોવા મળવાના કારણે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.

image source

‘મહાભારત’ ફરીથી પ્રસારણ થવાના કારણે આ શો ટીઆરપી ચાર્ટમાં સૌથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. અને રામાનંદ સાગરની ‘રામાયણ’ પછી બીજા નંબરે સૌથી વધુ જોવાતો શો બની ગયો છે. આ શો જોયા પછી દર્શકો સોશિયલ મીડિયા પર પોતાના પ્રતિભાવ આપતા જોવા મળે છે.

તાજેતરમાં જ દર્શકએ ‘મહાભારત’ સીરીયલમાં જોવા મળેલ એક ‘ભૂલ’ને લઈને ચર્ચા કરી રહ્યા છે.

image source

દુરદર્શન પર પ્રસારિત ‘મહાભારત’ના તાજેતરના એક એપિસોડમાં જોયા પછી ફેંસને ઝટકો લાગ્યો છે કેમ કે, તેમણે ‘દ્રાપર યુગ’માં એક ‘એર કુલર’ જોઈ લીધું છે. આ સીનમાં મુકેશ ખન્ના એટલે કે ભીષ્મ પિતામહની પાછળ એક એર કુલર જોવા મળી રહ્યું છે. ‘ભીષ્મ પિતામહ અને એર કુલર’ની એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ ગઈ છે.

પરંતુ જે ફોટોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે ત્યાં ખરેખરમાં પાછળ રાખેલ એર કુલર નથી પણ એક સ્તંભ છે જેને બેકગ્રાઉન્ડ સીનમાં બતાવવામાં આવ્યો છે.

આ ફોટોને ટ્વીટ કરતા એક યુઝરએ આ વાતનો ખુલાસો કરતા કહે છે કે, પાછળ ફોટોમાં જે જોવા મળી રહ્યું છે તે કોઈ એર કુલર નથી ઉપરાંત તે એક સ્તંભ છે.

સંબંધિત નોધ વિષે વાત કરીએ તો ‘સર્કસ’, ‘બુનિયાદ’, ‘બ્યોમકેશ બખ્શી’ જેવા અન્ય લોકપ્રિય શોને દુરદર્શન ચેનલ પર ફરીથી પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.