10મુ પાસ છો અને સરકારી નોકરી કરવી છે? તો કરો આ રીતે એપ્લાય, જાણો વધુ વિગતો
ભારતીય પોસ્ટ વિભાગ ખાતાની ૨૦૨૦ અતર્ગત થનાર ભર્તી માટે જમ્મુ કશ્મીર વિસ્તારમાં ગ્રામીણ પોસ્ટ મેન (GDS) માટે ૪૨૨ જેટલી જગ્યાઓની ભર્તી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે ૧૦મુ ધોરણ પાસ લોકો દ્વારા આવેદન કરી શકશે. આજ અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ પોસ્ટ ઓફીસ એટલે કે ડાક વિભાગમાં ગ્રામીણ પોસ્ટ મેનની જગ્યાઓ સાથે જોડાયેલી સંપૂર્ણ વિગત…

ભારતીય પોસ્ટ વિભાગના જમ્મુ અને કશ્મીર વિસ્તારમાં ગ્રામીણ પોસ્ટ મેન (GDS) માટે પોસ્ટ વિભાગ દ્વારા લગભગ ૪૨૨ જેટલી જગ્યાઓને લઈને ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામીણ પોસ્ટ વિભાગની આ ભરતીઓમાં શાખા પોસ્ટ માસ્ટર, સહાયક પોસ્ટ માસ્તર તેમજ પોસ્ટમેન સેવકની જગ્યાઓ ભરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ગ્રામીણ પોસ્ટ વિભાગની આ જગ્યાઓ માટે ધોરણ ૧૦ પાસ ઉમેદવારો પણ આવેદન પત્ર ભરી શકશે. જો કે પોસ્ટ વિભાગની આ જગ્યાઓ માટે આવેદન પત્ર ભરવામાં હજી ઘણો સમય બાકી છે. ત્યારે આ જગ્યાઓને લઈને કેટલીક વાતો આપને જણાવી રહ્યા છીએ.
GSDની ભરતી માટે જગ્યાની સંખ્યા :
આ પદની ભરતી માટે પોસ્ટ વિભાગ દ્વારા જમ્મુ અને કશ્મીર વિસ્તારમાં ગ્રામીણ પોસ્ટ સેવકો માટે ૪૨૨ જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે.
શૈક્ષણિક લાયકાત :

ગ્રામીણ વિસ્તારમાં આ જગ્યાઓ માટેના આવેદન પત્ર ભરવા ઉમેદવારે માન્યતા પ્રાપ્ત કોઈ પણ સ્કુલ શિક્ષણ બોર્ડ દ્વારા ઓછામાં ઓછું ૧૦ મુ ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે. આ સાથે જ એમને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે.
ઉમેદવારોની વયમર્યાદા :

ભારતીય પોસ્ટ વિભાગમાં ગ્રામીણ પોસ્ટ સેવકની જગ્યાઓ માટે આવેદન કરવા ઉમેદવારની ઓછામાં ઓછી વય ૧૮ વર્ષની તેમજ વધુમાં વધુ ૪૦ વર્ષ સુધીની વય માન્ય ગણાશે. આ જગ્યાઓ માટે વય મર્યાદાનું નિર્ધારણ ૭ જુન ૨૦૨૦ના આધારે કરવામાં આવશે. તો બીજી તરફ અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
આવેદન પત્ર કેવી રીતે ભરવાનું રહેશે?

આ જાહેરાત મુજબ પોસ્ટ ઓફિસમાં કામ કરવા ઈચ્છતા ઉમેદવારે ૫ ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ઓનલાઈન આવેદન પત્ર ભરવાનું રહેશે. આ માટે ઉમેદવારે અધિકારીક વેબ સાઈટ appost.in પર જવાનું રહેશે. જ્યાંથી ઓનલાઈન માધ્યમથી આવેદન પત્ર ભરી શકાશે.
આવેદન માટેની ફી :

ગ્રામીણ વિસ્તારના પોસ્ટ સેવકોની જગ્યાઓ ભરવા માટે સામાન્ય, ઓબીસી તેમજ ઈડબ્લ્યુએસ વર્ગના પુરુષ ઉમેદવારોને ૧૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે. જયારે એસસી અને એસટી તેમજ મહિલા ઉમેદવારો માટે આ આવેદન પત્ર ભરવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી.
પસંદગી કેવી રીતે કરવામાં આવશે?

પોસ્ટ વિભાગમાં પોસ્ટ સેવકની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોને કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની રહેશે નહિ. ઉમેદવારના ચયન મેરીટ લીસ્ટના આધાર પર નક્કી કરવામાં આવશે. મેરીટ લીસ્ટ દસમાં ધોરણના માર્ક પરથી બનાવવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાસે ઉચ્ચ શિક્ષણ હશે તો એની કોઈ માન્યતા ગણવામાં આવશે નહિ. માત્ર દશામાં ધોરણના માર્કના આધારે જ પસંદગી કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span