નાગિન સિરિયલની આ અભિનેત્રીએ ટીવીમાં સફળતા મેળવવા માટે બદલ્યું હતું પોતાનું નામ…

આ ટેલિવિઝન કલાકારો એ સફળતા મેળવવા બદલ્યા પોતાના નામ.

બોલીવુડના કલાકારો ઘણા કારણોસર પોતાનું નામ બદલતા હોય છે. કેટલાક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નામ રાખી દે છે તો વળી કેટલાક બસ એમ જ કંઈક હટકે નામ રાખવા માટે પણ નામ બદલી નાખે છે. બંને કેસમાં કલાકારનું નામ એવા સેલિબ્રિટીમાં આવી જાય છે એમને ઇન્ડસ્ટ્રીમાં ફેમસ થવાના હેતુથી પોતાનું નામ બદલ્યું છે.

આપણા મનગમતા ટીવીના કલાકારો પણ પોતાના નામ બદલતા હોય છે. આજે અમે તમારી સામે એવા કલાકારોનું લિસ્ટ લઈને આવ્યા છે જેમને ઇન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત થવા પોતાનું નામ બદલી નાખ્યું. તો ચાલો જાણીએ કોણ કોણ છે આ લિસ્ટમાં.

1. રશ્મિ દેસાઈ

image source

રશ્મિ દેસાઈએ ઉતરન સીરિયલમાં તપસ્યા રઘુવેન્દ્ર પ્રતાપ રાઠોરનું પાત્ર ભજવ્યું હતું. ઘણા ઓછા લોકોને ખબર હશે કે રશ્મિનું સાચું નામ દિવ્યા દેસાઈ છે. એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે કોઈ પ્રોફેશનલ ન્યુમરોલોજીસ્ટ ને મળ્યા પછી રશ્મિની માતા એ તેનું નામ દિવ્યા માંથી રશ્મિ કરી દીધું હતું.

.

2. રાકેશ વસિષ્ઠ.

રાકેશ વસિષ્ઠ ટીવી જગતના ઘણા જાણીતા અભિનેતા છે જેમને ઘણી બધી બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રાકેશ દિલ વિલ પ્યાર વ્યાર અને તુમ બિન જેવી ફિલ્મોનો ભાગ બન્યા છે. એમને ટીવી સીરીયલ સાત ફેરે-સલોની કા સફર જેમાં એમને નિલનું પાત્ર ભજવીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એમનું સાચું નામ રાકેશ બાપટ હતું પણ એમને એમની માતાની વિનંતી પછી પોતાનું નામ બદલી નાખ્યું.

3.કરણવીર બોહરા.

image source

કરણવીર બોહરા ટીવી જગતમાં નેગેટિવ પાત્ર ભજવવા માટે ખૂબ જાણીતા બન્યા છે. એમને દિલ સે દી દુઆ, સૌભાગ્યવતી ભવ અને કસોટી જિંદગી કીમાં વિલનની ભૂમિકા ભજવી હતી.કારણવીરનો જન્મ જોધપુરના એક મારવાડી કુટુંબમાં થયો હતો. અને એમનું સાચું ન મનોજ બોહરા હતું. જ્યારે એમને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું પછીથી એમને એમનું નામ બદલીને કરણવીર કરી દીધું.

4. અનિતા હસનંદાની.

image source

અનિતા હસનંદાની એ યે હે મ્હોબબત નામની ટીવી સીરિયલમાં સગુન આરોરાનું પાત્ર ભજવીને જાણીતી બની છે. એનું સાચું નામ નતાશા હસનંદાની હતું જેને બદલીને તેને પોતાનું નામ અનિતા કરી દીધુ. એના પોતાના બદલાયેલા નામ વિશે જણાવ્યું હતું કે અનિતા ખૂબ જ કોમન નામ છે જેથી બધાને સરળતાથી યાદ રહી જાય

5.આયુષમાન ખુરાના.

image source

જાણીતા બૉલીવુડ સ્ટાર બન્યા પહેલા આયુષમાન ખુરાના ટીવી સિરિયલ અને રિયાલિટી શોમાં દેખાતા હતા. એને પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2002માં MTVના Roadies નામના શો માંથી કરી હતી. આયુષમાન ખુરાનાએ વિકી ડોનર અને અંધાધૂંધ જેવી ફિલ્મો કર્યા પછી બોલિવુડમાં મોટી નામના મેળવી છે. જોકે આયુષમાને પોતાનું ન સંપૂર્ણ રીતે નથી બદલ્યું બસ પોતાના એસ્ટ્રોલોજર પિતાની સલાહથી પોતાના નામના સ્પેલિંગમાં અમુક અક્ષરો ઉમેર્યા છે.

6.ગોહર ખાન.

image source

ગોહર ખાન ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ બની ગઈ છે એનું મુખ્ય કારણ ટીવી રિયાલિટી શો બિગ બોસ છે. તમને કદાચ ખબર હશે કે ગોહર ખાને પોતાના નામના સ્પેલિંગમાં વધારાનો A (Gauahar khan)ઉમેર્યો છે. એને આ ઉમેરો એક જ્યોતિશીને મળ્યા બાદ કર્યો હતો અને એ એના માટે અસરકારક પણ નીવડ્યો

7.નિયા શર્મા

image source

નિયા શર્મા સ્ક્રીન પર પોતાના બોલ્ડ અવતારના કારણે ખૂબ જાણીતી છે. એની પાસે એક મોટો ઇન્સ્ટાગ્રામ પરિવાર છે અને તે પોતાની ફેશન સેન્સના કારણે પણ ચર્ચામાં રહે છે. તેણી એ પોતાનું નામ નેહા શર્મા માંથી નિયા શર્મા કર્યું છે કારણ કે એને એવું લાગતું હતું કે નેહા બહુ જ કોમન નામ છે.

8. માહી વીજ.

image source

માહી વીજને ટીવી સિરિયલ લાગી તુજસે લગનમાં નકુસાનું ચેલેન્જિંગ પાત્ર ભજવ્યા બાદ ખૂબ જ પબ્લિસિટી મળી હતી. એ સિવાય એને બાલિકા વધુમાં નંદનીનું પાત્ર પણ ભજવ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે તેનું સાચું નામ માહી વીજ(Mahi vij) છે જેમાં તેને ન્યુમરોલોજીસ્ટનો સંપર્ક સાધ્યા બાદ વધારાનો H ઉમેરીને માહી વીજ (Mahhi vij) કર્યું.

9. ટિયા બાજપાઈ

ટિયા બાજપાઈએ પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલમાં એક્ટિંગ કરીને કરી હતી. તેણીએ 2005માં સા રે ગા માં પા ચેલેન્જમાં પણ ભાગ લીધો હતો અને હોન્ટેડ 3D ફિલ્મથી બોલીવુડમાં પગ મૂક્યો હતો. તમને થોડી ઘણી ખબર હશે કે એનું સાચું નામ ટ્વીનકલ બાજપાઈ હતું જે તેને વિક્રમ ભટ્ટની સલાહ પછી બદલી નાખ્યું હતું

10. વિભા આનંદ

image source

વિભા આનંદ એને સિરિયલ બાલિકા વધુમાં કરેલા સુગના શ્યામ સિંગ અને મહાભારતના સુભદ્રાના પત્રના કારણે ટીવીમાં જાણીતી બની હતી. તેને પોતાના નામનો સ્પેલિંગ vibha બદલીને veebha કર્યો છે.

11. હુનર હાલે

હુનર હાલેનું સાચું નામ હુનર હાલી છે. તે એક બુંદ ઇશ્ક નામની સીરિયલમાં નંદનીનું પાત્ર ભજવા બાદ પ્રખ્યાત થઈ હતી. એ સિવાય એને છલ-સેહ ઓર માતમાં અદિતિ જયસવાલ અને થપકી પ્યાર કીમાં લવલીનું પાત્ર ભજવ્યું હતું.

12. પૂજા બેનરજી.

image source

પૂજા ભારતના સર્વસામાન્ય નામ માનું એક નામ છે. જો તમે ગૂગલ પર પણ પૂજા બેનરજી સર્ચ કરશો તો તમને બે પ્રોફાઈલ જોવા મળશે. અને આ જ કારણે તેને તેનું નામ પૂજા બોઝથી બદલીને પૂજા બેનરજી કર્યું.

13.કિશ્વર એસ મર્ચન્ટ.

image source

કિશ્વર મર્ચન્ટ (Kishwar Merchant)એ બે વર્ષ પહેલાં પોતાના નામ નો સ્પેલિંગ બદલીને Kishwer Merchantt કર્યો હતો. અભિનેત્રીનું માનવું છે કે એના નામમાં કરેલો આ બદલાવ એની તરફેણમાં રહ્યો છે.

14. ગૌરવ ચોપરા

ટેલિવિઝન અભિનેતા ગૌરવ ચોપરાએ પોતાની અટકમાં એક વધારાનો A ઉમેર્યા છે. આ વિશે એમને ચોખવટ કરી છે કે આવું કરવા માટે એમને એમની માતાએ કહ્યું હતું.નામ બદલ્યા પછી ગૌરવે એવું અનુભવ્યું છે કે એમને ઇન્ડસ્ટ્રીમાંથી ઘણી ઓફર મળી છે.

15. રિધિમાં એમ તિવારી.

image source

આ અભિનેત્રીએ બે ત્રણ વખત નામ બદલ્યું છે જેમકે શ્વેતામાંથી રિધિમાં(Ridheema) અને એમાંથી Ridhiemaa. તે જણાવે છે કે બહુ જ સામાન્ય નામ હોવાને કારણે એને ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. એને પોતાના ગુરુનો સંપર્ક સાધ્યો અને પોતાનું નામ એમની સલાહ પ્રમાણે બદલ્યું.

16. વાહબીઝ દોરબજી.

વાહબીઝ પોતાના નામના સ્પેલિંગમાં વધારાનો B ઉમેરીને પોતાનું નામ બદલ્યું છે. તેને પ્યાર કી યે એક કહાનીમાં કેમિયો રોલ કર્યો હતો. વાહબીઝે ટીવીની લોકપ્રિય સિરિયલ બહુ હમારી રજનીકાંતમાં મેગી કાંતનું પાત્ર ભજવ્યું હતું.

17.દીપા

image source

અભિનેત્રી દલજીત કોરે હમણાં જ પોતાનું નામ બદલીને દીપા કર્યું છે અને આ વિશે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.