ફિલ્મી દુનિયાથી દૂર રહીને આ 10 સ્ટાર કિડ્સે અલગ-અલગ ક્ષેત્રમાં કર્યુ છે પોતાનુ નામ રોશન, જોઇ લો તમે પણ તસવીરો

બોલીવુડમાં નેનેપોટીઝમ પર મતભેદ પહેલાથી જ છે. પણ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી આ ટોપિક વધારે જ ચર્ચાઈ રહ્યો છે. લોકો આરોપ ઉપર આરોપ મૂકી રહ્યા છે કે બોલિવુડના મોટા ડાયરેક્ટર્સ અને પ્રોડ્યૂસર ફક્ત સ્ટારકિડને જ તક આપી રહ્યા છે.એમનું જ કરિયર બનાવવામાં લાગેલા છે. પણ બૉલીવુડ જ સ્ટારકિડ્સ માટે એકમાત્ર ઓપશન છે એવું જરાય નથી. કેટલાક એવા પણ સ્ટારકિડ્સ છે જેમને ફિલ્મી બેકગ્રાઉન્ડ વાળી ફેમેલી હોવા છતાં એક્ટિંગ સિવાયના અન્ય ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે. તો ચાલો જાણીએ એવા સ્ટારકિડસના નામ જેમને એક્ટિંગથી અલગ રહીને પોતાનું કરિયર અપનાવ્યું.

શાહીન ભટ્ટ

IMAGE SOURCE

શાહીન ભટ્ટ ડાયરેકટર મહેશ ભટ્ટ અને સોની રાજદાનની દીકરી છે. શાહીન ભટ્ટ પડદાની પાછળ કામ સંભાળે છે. શાહીને ફિલ્મોમાં એક્ટિંગ કરવાને બદલે બેક સ્ટેજ કંટ્રોલ કરવાની જવાબદારી ઉપાડી. એમને સન ઓફ સરદાર ફિલ્મમાં કો-રાઈટરનું કામ પણ કર્યું છે. શાહીને લંડનમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો છે.

રિધિમાં કપૂર સાહની.

image source

રિધિમાં કપૂર સાહની ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી છે. રિધિમાં કપૂર સાહની ફેશન ઇન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો છે. એ એક જવેલરી ડિઝાઈનર છે. રિધિમાં લાઈમલાઈટમાં ખૂબ જ ઓછી જોવા મળે છે તેમ છતાં એમની ચર્ચા તેમના ભાઈ રણબીર કપુરથી જરાય ઓછી નથી.

મસાબા ગુપ્તા

image source

મસાબા ગુપ્તા વિવિયન રિચર્ડસ અને નીના ગુપ્તાની દીકરી છે. મસાબા ગુપ્તાને કોણ નથી ઓળખતું. એ હમેશા પોતે આપેલા સ્ટેટમેન્ટને લઈને ચર્ચામાં રહે છે. કરિયરની વાત કરીએ તો એ એક જાણીતી ફેશન ડિઝાઈનર છે.

અંશુલા કપૂર

IMAGE SOURCE

અંશુલા કપૂર બોની કપૂરની મોટી દીકરી અને અભિનેતા અર્જુન કપૂરની બહેન છે. અંશુલા કપૂરને કેમેરા પર ઘણી જ ઓછી જોવામાં આવે છે. એ ગુગલની એમ્પ્લોય રહી ચુકી છે. અને પછીથી એમને ઋત્વિક રોશનની HRX બ્રાન્ડ કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે કામ કર્યું છે.

શ્વેતા નંદા.

IMAGE SOURCE

શ્વેતા નંદા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દીકરી છે. શ્વેતાએ પણ ફિલ્મોથી દૂર રહેવાનું જ પસંદ કર્યું છે. જોકે એમને લોરીયલ માટે મોડલિંગ કર્યું હતું અને નેક્સ્ટ જેન ટોક શોને હોસ્ટ પણ કર્યું છે. શ્વેતા નંદા પોતાની ક્લોથિંગ બ્રાન્ડ પણ ચલાવે છે.

રિયા કપૂર.

image source

રીયા કપૂર અનિલ કપૂરની દીકરી અને સોનમ કપૂરની બહેન છે. સોનમ કપુરને તો તમે બધા ઓળખતા જ હશો. રિયા કપૂર ફેશન સ્ટાઈલિસ્ટ હોવાની સાથે સાતે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. એ સોનમની સ્ટાઈલિસ્ટ છે.

રાહુલ ભટ્ટ.

image source

આલિયા, પૂજા અને શાહીન સિવાય મહેશ ભટ્ટનો એક દીકરો પણ છે જેનું નામ છે રાહુલ ભટ્ટ. રાહુલ ભટ્ટ એક પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનર છે. ફિલ્મ દંગલમાં રાહુલ ભટ્ટે આમિર ખાનને ટ્રેનિંગ આપી હતી.

શબા અલી ખાન.

image source

પટોડી પરિવારમાં સૈફ અલી ખાન અને સોહા અલી ખાનનું નામ તો સૌ કોઈ જાણે જ છે. પણ એમની એક બહેન શબા અલી ખાન પણ છે, જેમના વિશે લોકોને ઘણી જ ઓછી માહિતી છે. શબા કેમેરાથી દૂર રહે છે. એ એક જાણીતી જવેલરી ડિઝાઈનર છે.

સુનેના રોશન.

image source

રાકેશ રોશનની દીકરી અને ઋત્વિક રોશનની બહેન સુનેના રોશન ઘણીવાર ચર્ચામાં રહી છે. પણ ચર્ચામાં રહેવા પાછળ કોઈ ફિલ્મ નહિ પણ વિવાદ હતા. કરિયરની વાત કરીએ તો સુનેનાએ પરિવારના પ્રોડકશન હાઉસ ફિલ્મકરફને સફળ રીતે આગળ વધાર્યો છે.

આહના દેઓલ

image source

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી આહના દેઓલ પણ જાણીતી હસતી છે. એમને એક્ટિંગ ફિલ્ડમાં ન હોવા છતાં ઘણી ખ્યાતિ મેળવી છે. એ એક પ્રોફેશનલ ઓડિસી ડાન્સર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.