બોલીવુડ સેલિબ્રિટીના અંતિમ સંસ્કાર વખતે હસતા જોવા મળ્યા હતા આ સ્ટાર્સ, જોઇ લો તમે પણ આ તસવીરોમાં

બૉલીવુડ સેલિબ્રિટીના અંતિમ સંસ્કાર વખતે હસતા જોવા મળ્યા હતા આ બૉલીવુડ સ્ટાર

આપણે સૌ કોઈ કોઈક ને કોઈક રીતે બોલિવુડ સ્ટારથી પ્રભાવિત થયેલા હોઈએ છીએ. બોલિવુડના આ સ્ટાર્સ ક્યારેક આપણા માટે આપણા ફેશન આદર્શ, ક્યારેક ફિટનેસ માટેના આદર્શ તો ક્યારેક બેસ્ટ કપલ માટેના આદર્શ બની જતા હોય છે. પણ ક્યારેક અમુક સેલિબ્રિટી એમની હરકતો થકી આપણને ઘણા નિરાશ કરી દેતા હોય છે. પોતપોતાના સોશિયલ મીડિયા પર તો આ સેલિબ્રિટી મોટા મોટા કેપ્સન સાથે મૃત્યુ પામનાર વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપી દેતા હોય છે પણ જ્યારે એ મરનાર સેલિબ્રિટીના અંતિમ સંસ્કારમાં સામેલ થાય છે ત્યારે ભીની આંખો અને સંવેદના દાખવવાનું ભૂલી જાય છે. કેટલાક એવા સેલિબ્રિટી પણ છે જે અંતિમ સંસ્કાર વિધિમાં હસતા દેખાય છે તો વળી કેટલાક એકબીજા સાથે વાતો કરતા. અને પછી આ સેલિબ્રિટીને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવા લાગે છે. તો ચાલો જોઈએ આવા કેટલાક સેલિબ્રિટી વિશે.

1) જેકલીન ફર્નાન્ડિઝ

image source

બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં હસતી નજરે પડી હતી, એ બાદ એને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. જેકલીન ફર્નાન્ડિઝનો આ ફોટો લોખંડવાલાના સેલોબ્રેશન સ્પોર્ટ્સ ક્લબનો છે જ્યાં ઘણા બધા સેલેબ્સ અભિનેત્રી શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં ભેગા થયા હતા.

2.કરણ જોહર, રાની મુખર્જી અને આમિર ખાન.

image source

આશ્ચર્યની વાત છે કે કરણ જોહર, આમિર ખાન અને રાની મુખર્જી આ ફોટામાં કરીના, કરિશ્મા અને રણબીર કપૂરના દાદી ક્રિષ્ના રાજ કપૂરના અંતિમ સંસ્કારમાં હસતા દેખાય છે.

3. સૈફ અલી ખાન.

image source

સૈફ અલી ખાન લિજેન્ડરી અભિનેતા શશી કપૂરના અંતિમ સંસ્કારમાં હસતા દેખાયા હતા. સૈફ અલી ખાનના આ ફોટાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા, જેની સાથે લોકોની કમેન્ટ પણ દેખાઈ કે ” સૈફ પ્રાર્થના સભામાં છે તો પછી એ હસી કેમ રહ્યા છે?” બીજી એક કમેન્ટ એવી પણ હતી કે “આ અંતિમ સંસ્કાર વિધિ છે કે પછી કોઈ પાર્ટી?”

4. અભિષેક બચ્ચન.

image source

શ્વેતા બચ્ચનના સસરા અને બિઝનેસમેન રાજન નંદાના અંતિમ સંસ્કારમાં અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન હસતા દેખાયા હતા. એટલું જ નહીં એ લોકો ખૂબ જ હળવા મૂડમાં હોય એવું પણ લાગી રહ્યું હતું.

5. અનિલ કપૂર.

image source

કરિશ્મા, કરીના અને રણબીર કપૂરના દાદીના અંતિમ સંસ્કારમાં અનિલ કપૂર હસતા નજરે પડ્યા હતા. અને પછી શું? સોશિયલ મીડિયા પર અનિલ કપૂરને આ માટે ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.