માનવામાં ન આવે તેવી ઘટનાઓ : મૃત જાહેર કર્યા બાદ અચાનક ઉભી થઈ હતી આ વ્યક્તિઓ…

પૃથ્વી પર અવતરેલા દરેક વ્યક્તિના નિધનથી કોઈને કોઈ તો દુ:ખી થતું જ હોય છે. કોઈ પણ નથી ઈચ્છતું કે તેની ગમતી વ્યક્તિ તેને છોડીને જાય. પરંતુ જો અંતિમ ક્રિયા દરમિયાન મૃત્યુ શૈયા પર પડેલી વ્યક્તિ જો ઉઠીને ઉભી થઈ જાય તો તેને જોઈને ખુશ થવું કે ચોંકી જવું. હકીકતમાં પહેલા તો લોકો કાંપી જાય છે, પણ પછી કંઈક ખબર પડે તો ખુશ થાય છે. કેટલાક લોકો ભૂતપ્રેત વગેરેમાં વિશ્વાસ રાખે છે. પણ આજે અમે તમને ભૂતપ્રેતની નહિ, પણ સાચી ઘટનાઓ વિશે જણાવીશું. દુનિયામાં એવી ઘટનાઓ પણ બની છે કે, જેમાં મૃત વ્યક્તિઓ શ્વાસ લેવા લાગી હતી. આવો જાણીએ આવા વ્યક્તિઓ વિશે…

Li Xiufeng

image source

આ ઘટના 2012ની છે. ચીનમાં રહેતા 95 વર્ષીય મહિલા પડોશીઓને તેના ઘરમાં મૃત મળી હતી. મહિલાના શ્વાસ ચાલતા ન હતા, તેથી તેને મૃત માની લેવાઈ હતી. મહિલાના ડેડ બોડીને તાબૂતમાં રાખવામાં આવ્યો. પણ 6 દિવસ બાદ મહિલા તાબૂતમાંથી ગાયબ હતી, અને તે પોતાના કિચનમાં ખાવાનું બનાવી રહી હતી. ડોક્ટર અનુસાર, આ આર્ટિફિશ્યલ ડેથ હતી.

Watson Franklin MandujanoDoroteo

image source

ઓક્ટોબર 2017માં 28 વર્ષીય આ યુવકની મોત એક ઓપરેશન બાદ થઈ હતી. પરંતુ અંતિમ સંસ્કાર દરમિયાન કેટલાક સંબંધીઓને યુવકના શ્વાસ ચાલતા હોવાનું અનુભવાયું હતું. તેના તરત બાદ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટરે પણ તેની પુષ્ટિ કરી અને જલ્દીથી યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. પણ, ત્યાં તેને ફરીથી મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

Walter Williams

image source

મિસિસીપીમાં 78 વર્ષીય વૃદ્ધને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. વિલિયમ્સની ડેડ બોડીને બોડી બેગમાં મૂકીને ફ્યુનરલ હોમ લઈ જવાયું હતું. પણ ત્યાં અચાનક બોડી બેગમાં હલચલ થઈ, અને વૃદ્ધ શ્વાસ લેવા લાગ્યા હતા. બાદમાં વૃદ્ઘને બેગમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા, જ્યાં તે એકદમ સાજા હતા. જોકે, આ ઘટનાના બે સપ્તાહ બાદ વિલિયમ્સનું હકીકતમાં મોત થયું હતું.

Fagilyu Mukhametzyanov

image source

2011માં 49 વર્ષીય રશિયન મહિલાને ડોક્ટર દ્વારા હાર્ટ એટેકથી મૃત જાહેર કરાઈ હતી. મહિલાને ખુલ્લી કબરમાં તેના સંબંધીઓ માટે પ્રાર્થના કરવા મૂકાઈ હતી. ત્યારે જ મહિલા ઉઠી અને ખુદને તાબૂતમાં જોઈને બૂમો પાડવા લાગી હતી. સ્વજનો તેને તરત હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ તે 12 મિનીટ જ જીવતી રહી હતી. પરિવારજનોનું માનવું છે કે, ખુદને કબરમાં જોઈને મહિલાને બીજો હાર્ટ એટેક આવ્યો અને તેના કારણે તેનું મોત થયું હતું.

Janina Kolkiewicz

image source

2014માં 91 વર્ષીય મહિલાને મૃત જાહેર કર્યા બાદ તેને પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી હતી. લગભગ 11 કલાક બાદ કર્મચારીઓને બોડી બેગમાં હલચલ નજર આવી હતી. મહિલાને બેગમાંથી બહાર કઢાઈ તો તે સાજી હતી. ડોક્ટરે તેને ઘરે મોકલી હતી. જોકે, વૃદ્ધાને માલૂમ જ ન પડ્યું કે તેની સાથે શું થયું હતું.

Kamil

image source

પોલેન્ડના આ 25 વર્ષીય યુવકનું મોત હાર્ટ એટેકથી થયુ હતું. તેને પોસ્ટમોર્ટમ રૂમના રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યું હતુ. પરંતુ થોડા સમય બાદ ત્યાંના કર્મચારીઓને અંદરથી અવાજ આવ્યો હતો. દરવાજો ખોલ્યો તો એક નગ્ન માણસ ધાબળો માંગી રહ્યો હતો. હકીકતમાં યુવકે ગત રાત્રે બહુ જ વોડકા પી લીધી હતી, અને તેને કોઈ જ હોશ ન હતો.

Paul Mutora

2014માં કેન્યાના આ 24 વર્ષીય યુવકે કીટનાશક ખાઈને આત્મહત્યા કરી હતી અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડેડ બોડીને પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવી હતી. પરંતુ 15-16 કલાક બાદ જ્યારે કર્મચારીઓએ શરીરમાં હલચલ જોઈ તો તેઓ ત્યાંથી ડરના માર્યે ભાગી ગયા હતા. જીવતા થયા બાદ પૌલે આત્મહત્યાને ભૂલ બતાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.