દિવસમાં સવાર-સાંજ સ્ત્રીના આ અંગો અડવાથી મળે છે અઢળક પુણ્ય, અને સાથે ચમકી ઉઠે છે કિસ્મત

સ્ત્રીના અંગ

image source

હિંદુ ધર્મમાં સ્ત્રીઓને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ વાત આપણે બધા જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં નારીને દેવીનું સ્થાન આપવામાં આવે છે. ઉપરાંત હિંદુ ધર્મના શાસ્ત્રો, વેદો, પુરાણોમાં અને ઉપનિષદોમાં પણ નારીનું સમ્માન કરવાની વાત કહેવામાં આવી છે. તેમજ જે વ્યક્તિ ખરા દિલથી નારીનું સમ્માન કરે છે તેને જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત થાય છે. આ સાથે જ નારીના આ અંગને નિયમિત રીતે સ્પર્શ કરવાથી આપણા જીવનમાં તમામ પ્રકારની સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને આપ સફળતાના શિખરો સર કરી શકો છો.

image source

હવે આપના મનમાં પણ પ્રશ્ન થતો હશે કે નારીનું એવું કયું અંગ છે જેને નિયમિત રીતે સ્પર્શ કરવાથી આપના જીવનમાં ઉન્નતીનો સૂર્યોદય થાય છે. આજે અમે આપને તેના વિષે કેટલીક જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

નારી આપણા જીવનમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવે છે. જેમ કે, એક બાળકને જન્મ આપીને તે બાળકની માતા બને છે. નારી માતા બનતા પહેલા એક પત્ની બને છે, એક પત્ની બનતા પહેલા કોઈ પિતાની લાડકવાયી પુત્રી તો કોઈ ભાઈની નાની કે મોટી બહેન પણ બનીને તેઓના જીવનને ખુશીઓથી ભરી દે છે.
આ બાબતે આપણે બધા એકમત છીએ અને સારી રીતે જાણીએ છીએ કે, નારી વગર પુરુષનું અસ્તિત્વ સંભવ નથી. એ નારી જ છે જે પુરુષના સુખ અને દુઃખમાં હંમેશા સાથ આપે છે. જયારે કેટલીક મહિલાઓ એવી પણ છે જે દરેક પ્રકારના દુઃખ અને અત્યાચાર બધું જ હસતા મુખે સહન કરી શકે છે. ઉપરાંત આ બધું જ સહન કર્યા પછી પણ તે મહિલા એક શબ્દ પણ ઉચ્ચારતી નથી.

image source

નારી ગમે તેટલી ભયાનક સ્થિતી સામે લડત આપવા માટે સક્ષમ હોય છે. તેમજ ઘણીવાર નારી ખુબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે પણ એક નારી પોતાની સંતાનને સારા સંસ્કાર આપવાનો પ્રયત્ન કરતી રહે છે. તેમજ પરિવાર અને વંશને આગળ વધારનાર એક નારી જ હોય છે. પણ શું આપ જાણો છો કે, આ નારીઓના ચરણમાં એક ગુઢ રહસ્ય છુપાયેલ હોય છે. નારીના ચરણ સ્પર્શ માત્રથી આપને ઘણું પુણ્ય મળે છે.

image source

આપણી દેવ ભાષા સંસ્કૃતમાં એક શ્લોકમાં નારીના અસ્તિત્વનું વર્ણન કરાયું છે. ‘યત્ર નારીય્સ્તે પૂજયન્તે, રમન્તે તત્ર દેવતાઃ.’ આ શ્લોકનો અર્થ થાય છે કે, જ્યાં નારીને આદર-સમ્માન આપવામાં આવે છે ત્યાં દેવતાઓ આવીને નિવાસ કરે છે. નારીના ચરણ સ્પર્શથી આપને આશીર્વાદ સ્વરૂપે સફળતાના દ્વાર ખુલવા લાગે છે અને જો આપની પર કોઈ મુસીબત આવી જાય છે તો આપનામાં તે મુસીબતો સામનો કરવાની હિમત પણ મળે છે. નારીના ચરણ સ્પર્શથી આપના જીવનમાં ઉદાસી દુર થઈ જાય છે. ઉપરાંત નવી સકારાત્મક ઉર્જા અને આશાનું કિરણ ઉત્પન્ન થાય છે.

image source

સમાજમાં દરેક વ્યક્તિની આ ફરજ હોય છે કે , તે દરેક નારીનું માન-સમ્માન જાળવે. પરંતુ જયારે કોઈ વ્યક્તિ નારીનું અપમાન કરે છે કે, પછી તેને હીનભાવથી જોવે છે તો તે વ્યક્તિ પોતાના માટે પાપ ભેગું કરી રહ્યો હોય છે. નારીનું અપમાન કરવું અને થતા જોઈ રહેવું પણ ખુબ મોટું પાપ છે. આથી દરેક વ્યક્તિએ નારીને આદર-સમ્માનની નજરે જોવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.