બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીમાં વિદ્યાર્થીએ પાસ થવા કરી આવી અનેક ઘણી અપીલો

બોર્ડની પરીક્ષામાં આશ્ચર્યજનક અપીલ: પપ્પાની તબિયત સારી ન હોવાના કારણે તૈયારી કરી શકાઈ નથી, અમને પાસ કરી દો

મધ્યપ્રદેશ બોર્ડ પરીક્ષા: મધ્યપ્રદેશના એક વિદ્યાર્થીએ જવાબવહીમાં લખ્યું હતું કે સાત ભાઈ-બહેનોમાં હું એકલો જ છોકરો છું, કૃપા કરી મને પાસ કરી દો.

image source

ભોપાલ: બોર્ડની પરીક્ષાઓની જવાબવહીઓ તપાસતી વખતે એમાંથી અવનવી સ્લીપ અને નોધો મળવી એ કોઈ મોટી કે નવી વાત નથી રહી, હવે એ બધું સામાન્ય થઇ ગયું છે. પાસ કરવા માટેની સહાય માંગતી અથવા પપ્પાની તબિયત, પરિવારની સ્થિતિ વગેરે જેવી આજીજી સાથે દસમા અને બારમાં ધોરણની બોર્ડ પરીક્ષામાં જવાબવહીઓ તપાસતી વખતે ચિઠ્ઠીઓ આ વખતે પણ મળી હતી. જવાબવહીઓમાં લખેલ નોધ દ્વારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ શિક્ષકો સામે પાસ કરવાની વિનંતી કરતા જ હોય છે. મધ્યપ્રદેશની બોર્ડની પરીક્ષામાં જવાબવહી તપાસતા નિરીક્ષકોને આવી ઘણી પર્ચીઓ મળે છે. બોર્ડ પરીક્ષાની જવાબવહીમાં વિદ્યાર્થીઓએ જ્યાં જવાબ નથી આવડયા એવી જગ્યાએ શિક્ષકો માટે જવાબવહીમાં જ એકાદ નોધ લખી નાખી છે, જેમાં પાસ કરવાની અપીલ કરવામાં આવી છે. એમાંથી કેટલીક નોધ અહી દર્શાવેલી છે…

પપ્પાની તબિયત ખરાબ હોવાથી તૈયારી કરી શક્યો નથી, પણ મને…

image source

નામ ન કહેવાની શરતે નિરીક્ષકોએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાની નકલોમાં જવાબ ન મળતા હોય એવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોના નામે એજ પુરવણીમાં એક નોધ લગાવી દીધી હોય છે, જેમાં પાસ કરવા માટે વિનંતી કરી છે. એક વિદ્યાર્થીએ પોતાની નોટમાં લખ્યું છે કે, ‘પપ્પાની તબિયત ખરાબ છે એના કરને હું તૈયારી નથી કરી શક્યો, તમને એટલી જ વિનંતી છે કે મને પાસ કરી દો…’

શ્રીમંત બાળકો ટ્યુશન કલાસીસમાં શીખે છે, પણ મને…

image source

એક વિદ્યાર્થીએ પોતાની ગરીબ સ્થિતિને આધાર બનાવી નિરીક્ષકને પાસ કરવા માટે વિનંતી કરી હતી. એણે પોતાની જવાબવહીમાં લખ્યું હતું કે, ‘મને ગણિત ફાવતું નથી, હું ગણિતમાં પહેલાથી જ કમજોર છું. અમીર લોકો પોતાના બાળકોને ટ્યુશન ક્લાસમાં મોકલે છે પણ ગરીબીના કારણે મને ટ્યુશન કલાસીસમાં જવા નથી મળતું.’

મારી ઘરમાં છ બહેનો છે અને હું એકમાત્ર છોકરો…

image source

આ જ બાબતમાં, એક વિદ્યાર્થીએ લખ્યું છે કે, ‘હું છ બહેનોમાં એક જ ભાઈ છું. કૃપા કરીને મને પાસ કરી દો.’ તો એક વિદ્યાર્થીએ તો પોતાનો મોબાઈલ નંબર જ જવાબવહીમાં લખી દીધો હતો. એક વિદ્યાર્થીએ તો ઘરની આર્થીક સ્થિતિ સારી ન હોવાનું કારણ આપ્યું હતું, તો એક અન્ય વિદ્યાર્થીએ તો પરીક્ષામાં પાસ થવા માટે ગ્રેસીંગ માર્ક સુધી આપવા માટે વિનંતી કરી હતી.

જો તમે મને પાસ કરી દેશો તો…

image source

તો એ જ સમયે, કોઈ કોઈ જગ્યાએ કરુણ અપીલ સાથે વિદ્યાર્થીઓએ જવાબવહીમાં એમ પણ લખ્યું છે કે, ‘સાહેબ અથવા મેડમ, જો તમે મને પાસ કરી દેશો તો હું તમને લાખ લાખ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીશ.’ જો કે, જ્યારે કોપીમાં આવા પ્રકારની નોધ શિક્ષકોનાં નામ પર મળી હતી એટલે નિરીક્ષકો પણ આશ્ચર્ય પામ્યા હતા. જો કે, આ બધું પહેલી વાર નથી, કે જ્યારે આવી બધી નોધ અને ચિઠ્ઠીઓ જવાબવહીઓ સાથે આવી છે. દર વર્ષે આ જ પ્રકારના પરીક્ષામાં પાસ કરી દેવાની વિનંતી વાળી જવાબવહીઓ સામે આવતી જ હોય છે.

નિરીક્ષકો પર આની નકારાત્મક અસર પડે છે.

image source

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપતા નથી અને જવાબો આપવાના સ્થાને આવી નોધ અથવા ચિઠ્ઠીઓ જવાબવહીમાં લખે છે. પણ આવી વિનંતીઓ દ્વારા નિરીક્ષકો પર નકારાત્મક પ્રભાવ પડે છે. જો કે, દર વખતે મધ્યપ્રદેશ શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને આ અંગે સૂચનો કરવામાં આવે છે કે આવી નોધ કે ચિઠ્ઠીઓ જવાબવહીમાં નાખવી એ યોગ્ય નથી. અને પરીક્ષા રદ થવાના નિયમો પણ સમજાવાય છે.

ધોરણ 10 અને 12માં 20 લાખથી વધુ પરીક્ષાર્થી

image source

મધ્યપ્રદેશ શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આ વખતે 20 લાખથી વધુ પરીક્ષાર્થીઓ જોડાયા છે. જેમાં 12માં ધોરણના 7 લાખ 52 હજારથી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે. જ્યારે 10માં ધોરણના 11 લાખથી વધારે પરીક્ષાર્થીઓ જોડાયા છે. જો કે આ વખતે લોકડાઉનના કારણે બંને પરીક્ષાઓ જે 21 માર્ચે લેવાવાની હતી એ હજુ સુધી સ્થગિત કરવામાં આવેલા છે.

લોકડાઉનના કારણે ઘેરેથી જ મૂલ્યાંકન કાર્ય થશે.

image source

લોકડાઉનને કારણે 30 વર્ષમાં આ પહેલી વખત છે જયારે જવાબવહીનું મૂલ્યાંકન ઘરોમાંથી જ કરવામાં આવ્યું છે. શિક્ષકોને આ નકલો ચેક કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. નકલોની ચકાસણી કર્યા પછી, મૂલ્યાંકન કેન્દ્ર ટીટી નગર ખાતેની મોડેલ સ્કૂલને સુપરત કરવામાં આવી હતી. જ્યાં ડેપ્યુટી વેલ્યુઅરની હાજરીમાં જવાબવહીઓ પર નંબર આપવામાં આવ્યા હતા. તે જ સમયે 90% થી વધુ સંખ્યાવાળા વિદ્યાર્થીઓની નકલો ફરી એકવાર તપાસવામાં આવી હતી અને જવાબવહી ઝીણવટથી તપાસ કર્યા પછી જ રોલ નંબર પ્રમાણે ઓએમઆર શીટો પર નંબર આપવામાં આવ્યા હતા. ઓએમઆર શીટ બોર્ડ ઓફીસને મોકલી દેવામાં આવી છે જેથી પરિણામો તૈયાર થઇ શકે.

Source: News18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.