શું તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખાસ રાખો આ 5 બાબતોનું ધ્યાન નહિં તો…

જો તમે જૂની એટલે કે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ. અસલમાં તાજેતરમાં જ એક એવી ઘટના સામે આવી છે જેનાથી ઘણા ખરા લોકોએ ચેતવા જેવું છે. નોએડામાં પોલીસે મનોત્તમ ત્યાગી નામના એક એવા ચોરને પકડ્યો છે જેણે Olx પર પોતાના મિત્રની કારને 12 વખત વેચી હતી.

image source

આ ચોર પોતાના મિત્રની કાર વેંચવા માટે પહેલા તેની જાહેરાત Olx પર નાખી દેતો અને ગ્રાહક મળે એટલે અંદાજે દોઢ લાખ રૂપિયામાં એ કાર વેચી દેતો. પરંતુ કાર વેંચ્યા પહેલા તે પોતાની પાસે કારની એક ડુપ્લીકેટ ચાવી રાખી લેતો અને કાર વેચી દીધા બાદ પણ GPS દ્વારા એ કાર પર નજર રાખતો. ત્યારબાદ અઠવાડિયામાં જ તે પોતાની વેંચેલી કાર જે તે વિસ્તારમાંથી ચોરી લેતો. વળી, આ જ કારના નંબર બદલી ફરીથી તેને વેંચવા માટે Olx પર જાહેરાત નાખી દેતો.

image source

તમારી સાથે પણ આવી ઘટના ન ઘટે તે માટે અમે તમને અહીં એવી પાંચ બાબતો વિશે જણાવીશું જેના કારણે તમે સચેત રહી શકો અને સલામતી પૂર્વક સેકન્ડ હેન્ડ કાર ખરીદી શકો.

1). ચોરેલી કાર તો નથી ખરીદી રહ્યા ને ?

image source

સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જે કાર ખરીદી રહ્યા છો તેના માલીક પર કોઈ કેસ તો નથી ને ? કાર કોઈ કેસમાં જોડાયેલી તો નથી ને ? કે કાર ચોરાઉ તો નથી ને ? ત્યારબાદ કારના બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા બાદ જ કાર ખરીદવી. ભલે સંબંધી પાસેથી કાર ખરીદતા હોવ પણ ગાડીના પેપર કમ્પ્લીટ રાખવા.

2). સામે વાળી વ્યક્તિ કાર શા માટે વેંચી રહ્યો છે ?

image source

સેકન્ડ હેન્ડ કે જૂની કાર ખરીદતી વખતે કારના માલીક સાથે રૂબરૂ વાતચીત જરૂર કરવી અને તે જાણવાનો પ્રયાસ કરવો કે કાર વેચવા પાછળનું સાચું કારણ શું છે ? વાતચીત દરમિયાન તમે તેને કાર કેટલી ચાલી છે ? ક્યાં ક્યાં ચાલી છે ? એ પણ જાણી શકો છો.

3). કારની ચેસીસ અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા

image source

સેકન્ડ હેન્ડ ખરીદતા પહેલા એ વાતની પણ ચોકસાઈ કરવી કે કારના ડોક્યુમેન્ટમાં જે ચેસીસ નંબર અને RTO રજિસ્ટ્રેશન નંબર દર્શાવ્યા છે તે ગાડીમાં છે કે કેમ ? એ નકલી તો નથી ને ?

4). ગાડીની કોઈ ડુપ્લીકેટ ચાવી તો નથી ને ?

image source

ઉપરોક્ત વર્ણવાયેલી ઘટના પણ ડુપ્લીકેટ ચાવી સાથે જ જોડાયેલી છે. એટલા માટે જૂની કાર ખરીદતા પહેલા એ પણ જાણી લેવું કે કાર માલીક પાસે ડુપ્લીકેટ ચાવી તો નથી ? શક્ય હોય તો કાર ખરીદ્યા બાદ લોક નવું જ નખાવી લેવું.

5). કારમાં કોઈ નુકશાન તો નથી ?

image source

સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા તેને વ્યવસ્થિત રીતે અથવા મિકેનિક પાસે ચેક કરાવી લેવી. ગાડીના ટાયરથી લઈ તેની અંદર બહારની બોડી સુધી બધું ચેક કરવું. એ પણ ધ્યાન આપવું કે ગાડીની અંદરની બાજુએ કે ગાડીના તળીયે સડો તો નથી થઈ ગયો ને ? એ સિવાય કારમા કારણ વગરનું વાયરિંગ હોય તો તે પણ કઢાવી લેવું.