સનસનાટી મચી ગઈ, પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ છોડ્યા શ્વાસ, જાણો રડાવી દે તેવો કિસ્સો

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં શનિવારે એક સનસનાટીભરી ઘટના બની હતી. મીરાપુર શહેરના મુખ્ય બજારમાં એક કરિયાણાના વેપારીની પત્નીએ શનિવારે સવારે બંદુકથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. પત્નીની ડેડબોડી જોઇને પતિ પણ હચમચી ગયો અને હાર્ટ એટેકના કારણે આંચકે મોત નીપજ્યું હતું. ઓરડામાંથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં મૃત મહિલાની ભાભી અને તેના પુત્રના નામ મળી આવ્યા છે. આ આધારે પોલીસે આત્મહત્યા કરવાના આરોપ અંગે રીપોર્ટ દાખલ કરીને કેસની તપાસ શરૂ કરી છે.

image source

મીરાપુર શહેરના મેઇન બજારમાં રહેતા સુનીલ ડાગા (48) ની ઘરના ત્રીજા માળે મેઇન બજારમાં કરિયાણાની દુકાન છે, જેની ઉપર તે પત્ની નીરા (45) અને બે પુત્રો પ્રિતક અને પ્રખર સાથે રહે છે. સુનીલ ડાગા લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા, જેના કારણે પુત્રો પ્રિતિક અને પ્રકાશ રોજ દુકાન ચલાવતા હતા.

image source

બંને પુત્રો શનિવારે રોજ સવારે દુકાન ખોલતા હતા. તે જ સમયે, જ્યારે ઘરમાંથી ફાયરીંગનો અવાજ આવ્યો ત્યારે બંને ભાઈઓ પહોંચી ગયા હતા અને માતા નીરાનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો, જેના માથામાં ગોળી વાગી હતી. નજીકમાં એક પિસ્તોલ પણ પડી હતી. બંને પુત્રએ ઓરડાની અંદર જોયું તો સુનિલ ડાગાની લાશ ત્યાં મળી હતી. માતા-પિતાના મૃતદેહને જોઇને બંને પુત્રોના હોશ ઉડી ગયા હતા.

image source

ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને કબજે કરી મોર્ચરી મોકલી આપી હતી. ઇન્સ્પેક્ટર સંતોષ ત્યાગીએ જણાવ્યું કે, ઘરની એક નોટમાં નીરા દ્વારા લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે જેઠ અમરીશ ડાગા, જેઠાણી ચાંદની અને તેમના પુત્ર અક્ષિત ડાગાના નામ લખ્યા છે. આ આધારે પુત્ર પ્રિતકે ઉપરોક્ત ત્રણેય સામે તહરીર આપી હતી, જેના આધારે પોલીસે આત્મહત્યા કરવાના આરોપસર રિપોર્ટ નોંધીને તપાસ શરૂ કરી છે.

Couple dies traumatic stories, husband dies of illness, wife shoots suicide - INDEED NEWS
image source

એસએસપી અભિષેક યાદવે કહ્યું કે, પરિવારે આપેલી માહિતી મુજબ પહેલા પત્નીએ ગોળી મારીને આત્મહત્યા કરી અને જોઈને પતિને પણ હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું. પુત્રએ મિલકત વિવાદ જણાવી ત્રણેય કુટુંબો વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

પોરબંદર
image source

એકાદ વર્ષ પેહલાં પણ આવી જ એક ઘટના આવી હતી પોરબંદરમાં. ત્યાં સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો હતો. એક પિતાએ પોતાના બંને સંતાનોને મોતને ઘાટ ઉતારી પોતે આત્મહત્યા કરી હતી. આ શખ્સના આત્મહત્યા કરવા પાછળનું કારણ પત્નીનો વિરહ હતો. પત્નીના મોત બાદ પતિએ આ પગલુ ભર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના રાણાવાવના અણીયારી ગામે કમકમાટીભર્યો બનાવ બન્યો છે. પિતાએ પોતાના બે બાળકોના મોત નિપજાવ્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, થોડા સમય પૂર્વે પત્નીનું અકસ્માતમાં મોત થતા પતિને બાળકોની ચિંતા સતાવી રહી હતી. તેથી બાળકોના ભવિષ્યને લઈને ચિંતા સતાવતી હોવાથી આ પગલું ભર્યાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આ આત્મહત્યાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

image source

ગળાફાંસો ખાધા પહેલા શખ્સે પોતાના હાથની નસ પણ કાપી લીધી હતી. વ્યક્તિએ પોતાના દેશી નળિયાવાળા મકાનના લાકડા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આમ, પોલીસને ઘરમાંથી બે બાળકો અને આ વ્યક્તિ સહિત ત્રણ લોકોની લાશ મળી આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.