અંદરની તસવીરમાં જોઇ લો શાહરુખની દીકરી સુહાના મેકઅપ વગર પણ દેખાવમાં કેટલી લાગે છે સ્માર્ટ

સુહાના ખાન માટે ફોટોગ્રાફર બની માતા ગૌરી ખાન, શેર કર્યો દીકરી નો “નો મેકઅપ(No makeup)” લૂક. જુઓ કેટલાક ફોટા.

image source

સુહાના ખાન નો “નો મેકઅપ” લૂક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને ખુદ તેની માતા ગૌરી ખાને શેર કર્યો છે.

શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન ફિલ્મોથી આમ તો દૂર છે પણ કોઈક ને કોઈક કારણસર ચર્ચામાં જળવાઈ રહે છે.પોતાની સ્ટાઇલ અને દેખાવના કારણે સુહાના ખાન હંમેશા ચર્ચામાં હોય છે.સુહાના ખાનના ફોટા હોય કે પછી વિડીયો, સોશિયલ મીડિયા પર વાયરલ થયા વગર રહેતા નથી. હાલ થોડા સમય પહેલા જ ગૌરી ખાને પોતાની દીકરીના અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં સુહાના ખાન મેકઅપ વગર જોવા મળી રહી છે. મેકઅપ વગર પણ સુહાના ખાનનો ફોટામાં અંદાજ જોવા લાયક છે. સુહાના ખાનના આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.સાથે સાથે સુહાનાના ચાહકો પણ આ ફોટા પર ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

ગૌરી ખાન દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટામાં સુહાના ખાનની સ્ટાઇલ ઘણી જ આકર્ષક છે. ડેનિમ જીન્સ અને પ્રિન્ટેડ ટોપમાં સુહાના ખાનનો લૂક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આ ફોટાને શેર કરતા ગૌરી ખાને લખ્યું છે કે “નો હેર, નો મેકઅપ, ફક્ત મારી ફોટોગ્રાફી”સુહાનાના આ ફોટા પર માહિપ કપૂર, ભાવના પાંડે, સુઝેન ખાન, સીમા ખાન, મનીષ મલ્હોત્રા અને કેટલાક બીજા કલાકારોએ કમેન્ટ કરી છે.માહિપ કપૂરે સુહાના ખાનના ફોટા પર કમેન્ટ કરતા લખ્યું છે કે “સ્ટનિંગ” જ્યારે ભાવના પાંડેએ સુહાના ખાનનો ફોટો જોઈને કહ્યું “ગૌર્જીયસ” ફરાહ ખાને પણ સુહાનાના આ ફોટા પર કમેન્ટ કરી છે કે ” આ સૌથી સરસ લૂક છે”

image source

તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે જ્યારે સુહાના ખાન પોતાના દેખાવને લઈને ચર્ચામાં આવી છવાઈ હોય. થોડા સમય પૂર્વે જ સુહાના ખાનનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં સુહાના ખાન ટ્રેડીશનલ લુકમાં જોવા મળી હતી. એ ફોટામાં સુહાના ખાને હાથમાં મહેંદી લગાવેલી દેખાય છે.. લાલ ટોપ અને ફ્લોરલ પ્રિન્ટ સ્કર્ટમાં સુહાના ખાન અતિશય આકર્ષક લાગી રહી હતી. સુહાના ખાન સ્ટાર કિડસની ચર્ચામાં પણ હંમેશા આગળ જ રહે છે. સુહાના બોલીવુડમાં પોતાનું કરિયર શરૂ માંગે છે પણ શાહરુખ ખાનનું કહેવું છે કે એમના બાળકો પહેલા એમનો અભ્યાસ પૂરો કરે, અને એ પછી જ ફિલ્મી દુનિયામાં પગ મૂકે.

source : ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.