થોડીક જ મિનિટોમાં આખરે 11 વર્ષ પહેલા કરેલા લવ મેરેજનો આવી ગયો અંત, એક જ પરિવારના 5 લોકોના થયા એવી રીતે મોત કે તરત જ પોલીસે પહોંચવુ પડ્યુ ઘટના સ્થળે

ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના બારાબંકીમાં એક આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે. બારાબંકીમાં રહેતા એક પરિવારના પાંચ વ્યક્તિઓએ આત્મહત્યા કરી લેતા પ્રદેશમાં ચકચાર મચાવી દીધો છે. આત્મહત્યા કરનાર પરિવારમાં પતિ- પત્ની અને તેમના ત્રણ બાળકોનો પણ સમાવેશ થયો છે. આ દંપતીના સંતાનોમાં બે પુત્રી અને એક પુત્ર છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ પરિવાર નાણાકીય તંગીનો સામનો કરી રહ્યું હોવાથી આ પરિવારને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આખો પરિવાર બે દિવસથી પોતાના ઘરની બહાર નીકળ્યો હતો જ નહી. થોડાક સમય પછી આજુબાજુના લોકોને શંકા જતા પોલીસને ખબર કરવામાં આવી હતી.

IMAGE SOURCE

બારાબંકી નગરના કોતવાલી એરિયાના સફેદાબાદમાં રહેનાર વિવેક શુક્લા પોતાની પત્ની અનામિકા શુક્લા, પુત્રી પોયમ શુક્લા(ઉ. વ.૧૦), ઋતુ શુક્લા (ઉ. વ. ૭) અને બબલ શુક્લા (ઉ. વ. ૫) તેમના ઘરની અંદર જ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. આજુબાજુ રહેતા લોકોના જણાવ્યા મુજબ આ પરિવારના કોઈ સભ્યને બે દિવસથી ઘરની બહાર જોવા મળ્યા હતા નહી.

image source

પોલીસએ પ્રાથમિક તપાસ કર્યા પછી એવું લાગી રહ્યું છે કે, પહેલા બાળકોની હત્યા કરી દીધા પછી પિતાએ એટલે કે વિવેક શુક્લાએ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આ પૂરી ઘટનાને સંબંધિત એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટ વિવેક શુક્લા દ્વારા લખવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ સુસાઈડ નોટમાં નાણકીય તંગીના કારણે વિવેક અને તેના પરિવારએ આવું પગલું ભરવા જઈ રહ્યા છે અને તેઓ પોતાના પરિવારને કોઇપણ પ્રકારની સુખ- સુવિધા નહી આપી શકવાના કારણે આવું પગલું ભરી રહ્યા છે.

image source

વિવેક શુક્લાના પરિવાર અન્ય સભ્યોએ વાત કરતા જણાવે છે કે, વિવેક શુક્લાએ લગ્ન કરી લીધા પછી પોતાના જ માતા- પિતા સાથે કોઇપણ પ્રકારની વાતચીત કરવાની બંધ કરી દીધી હતી. વિવેક શુક્લા પહેલા મોબાઈલનું કામકાજ કરી રહ્યા હતા. ત્યાર પછી વિવેક શુક્લાને બીજું કોઈ કામ કરવાનું નક્કી કર્યું પણ તેમાં વિવેક શુક્લા સફળ થયા નહી. ત્યાર પછીના સમય દરમિયાન વિવેક શુક્લા પર દેવું વધતું જતું હતું. જેના કારણે વિવેક શુક્લા ખુબ તકલીફમાં હતો.

image source

વિવેક શુક્લાના ભાઈ વિનોદ શુક્લા વાત કરતા જણાવે છે કે, વિવેક સાથે તેની કોઈ વાતચીત થઈ નથી. વિવેક શુક્લાના લગ્ન કરી લીધા પછી જ બંને ભાઈ અને પરિવાર સાથે કોઈ સંબંધ રાખ્યો હતો નહી. વિનોદ વધુમાં જણાવે છે કે, વિવેક કોઈ પ્રકારના દેવાના લીધે હેરાન થઈ રહ્યો હતો. તેમછતાં વાસ્તવિકતા શું છે તે જાણી શકાયું નથી.

image source

વિવેક શુક્લાના ઘર માંથી સતત બે દિવસ સુધી કોઈ બહાર આવ્યું હતું નહી. તેમ છતાં ઘરનું AC બે દિવસથી સદંતર ચાલુ જ રહ્યું હતું. શુક્રવારની સવારે વિવેક શુક્લની મમ્મીએ પોતાની છત પરથી રૂમમાં જોવે છે તો રૂમમાં કોઈને ફંદા પર લટકેલી જોવા મળી રહી હતી. ત્યાર પછી વિવેક શુક્લાની માતાએ પોતાના બીજા પુત્ર વિનોદ શુક્લાને જાણ કરી અને વિવેક શુક્લાએ પોલીસને આ બાબતની જાણ કરી અને પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી. પોલીસએ પરિવારના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવા માટે જીલ્લા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે હવે જ્યાં વધુ તપાસ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.