ધનતેરસ પર ખરીદો સુકા ધાણા અને કરો આ ટોટકા, વર્ષ દરમિયાન નહીં આવે કોઇ આર્થિક તંગી

દિવાળીનો પર્વ અનેરો ઉત્સાહ તો લાવે જ છે પરંતુ તેની સાથે આ પર્વમાં ઘરમાં ધાર્મિક વાતાવરણ જોવા મળે છે. દિવાળીના દિવસો દરમિયાન ઘરમાં દીવડા કરવાથી લઈ ખાસ પૂજા કરવામાં આવે છે. આ સાથે જ લોકો દિવાળીના પર્વ પર કેટલાક ટોટકા પણ કરતાં હોય છે.

image source

ઘરની સુખ-સમૃદ્ધિ માટે ધનતેરસના દિવસે ઘણા લોકો સોનું, ચાંદી કે અન્ય વસ્તુઓ ખરીદે છે. આ સિવાય આ દિવસો દરમિયાન લોકો અનેક પ્રકારના ટોટકા પણ અજમાવે છે. આમ તો દિવાળી પર્વની શરૂઆત અગિયારસથી થઈ જાય છે અને લાભ પાંચમ સુધી આ દિપોત્સવીના શુભ દિવસો રહે છે. પરંતુ આજે તમને એવી વાત જણાવીએ જેને અમલમાં મુકવાથી તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી શકો છો.

આખા સુકા ધાણા

image source

દર વર્ષે ધનતેરસ પર લોકો કોઈને કોઈ વસ્તુ ખરીદતા હોય છે પરંતુ તેમ છતાં વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિમાં ચઢાવ ઉતાર રહે જ છે. પરંતુ તેવામાં તમને જણાવીએ એક એવો ઉપાય જે 5 રૂપિયામાં તમને માલામાલ કરી શકે છે. આ ઉપાય ધનતેરસના દિવસે કરવાનો હોય છે. તેમાં તમારે 5 રૂપિયાના સુકા ધાણા ખરીદવાના હોય છે. આ ધાણાના ટોટકા તમને આર્થિક સમસ્યાથી મુક્ત કરાવશે.

image source

ધનતેરસના દિવસે 5 રૂપિયાના આખા ધાણા ખરીદવા અને પછી તેને પૂજા ઘરમાં રાખી દેવા. ત્યારબાદ દિવાળીના દિવસે તેની પૂજા કરો. બીજા દિવસે એટલે કે નવા વર્ષના દિવસે તેને ઘરના બગીચાની માટીમાં છાંટી દો. એવી માન્યતા છે કે ધાણામાંથી જેમ જેમ છોડ ઉગશે તેમ તેમ આર્થિક સમસ્યા દૂર થશે.

how to grow coriander at home
image source

દિવાળી પર પૂજા બાદ કુંડામાં વાવેલા ધાણામાંથી જેમ જેમ છોડ નીકળે છે તેમ તેમ આર્થિક સ્થિતિ અંગે સંકેત મળે છે. ધાણાના છોડ પરથી તારણ કાઢવામાં આવે છે કે આવનાર નવુ વર્ષ આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ તમારા માટે કેટલું શુભ છે કે પછી નવા વર્ષમાં તમારે કેટલી સાવધાની રાખવી પડે તેમ છે.

કેવી રીતે જાણવું આર્થિક સ્થિતિ વિશે ?

how to grow coriander at home
image source

આખા ધાણામાંથી લીલા ધાણા નીકળે છે તેનાથી આર્થિક સ્થિતિ ઉત્તમ હોવાનો સંકેત મળે છે. જો ધાણાના છોડ પાતળા હોય તો સ્થિતિ સામાન્ય રહેશે. જો છોડ પીળો કે નબળો હોય તો આર્થિક સ્થિતિ પરેશાનીનું કારણ બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.