જાણો દુનિયાભરમાં પ્રચલિત જાતજાતની શુકન અને અપશુકનની માન્યતાઓ વિષે, જે જાણીને તમને પણ લાગશે નવાઈ

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે અમુક અણસમજુ લોકો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની આ ભેદરેખાને પારખી નથી શકતા અને અંધશ્રદ્ધાને પણ શ્રદ્ધા સમજી લે છે. અને ક્યારેક તો આ ભૂલભરેલી ભૂલ પેઢીઓ સુધી એમને એમ જ ચાલતી આવતી હોય છે. જો કે સમાજમાં ઘણા ખરા લોકો સમજુ પણ છે જેઓ પોતાના મગજનો ઉપયોગ કરી જાણે છે અને શ્રદ્ધા તથા અંધશ્રદ્ધા વિશેનો ભેદ સમજી બન્નેને અલગ અલગ તારવી રાખે છે. તેમ છતાં આપણી આસપાસ અંધશ્રદ્ધાને માનનારો બહુ મોટો વર્ગ છે. અહીં આપણે અમુક એવી માન્યતાઓ અને અંધશ્રદ્ધા વિષે વાત કરવાના છીએ જે આપણા સમાજમાં વણાઈ ગયેલી છે. અને લોકો કેવી કેવી ઘટનાઓને અપશુકન ગણે છે ચાલો જરા વિસ્તારથી જાણીએ.

image source

સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે ક્યાંક જતા હોઈએ અને રસ્તામાં જો બિલાડી તમારા રસ્તે આવી ચડે તો આગળ કઈંક અપશુકન થઇ શકે. વળી, અમુક લોકો બહાર જતી વખતે જો છીંક આવી જાય તો તેને પણ અપશુકન માનતા હોય છે.

અમુક લોકો ક્યાંક જતા હોય અને કોઈ તેને પૂછે કે ” ક્યાં જાવ છો ? ” તો એ પાછા વળી જાય કારણ કે તેઓ એવું માને છે કે ક્યાંકારો કરવાથી તેઓ જે કામ કરવા જઈ રહ્યા હતા તે અસફળ રહેશે.

એ સિવાય અમુક લોકો ખુરશી પર બેઠા બેઠા પગ હલન – ચલન કરવાને પણ અપશુકન માને છે. તો વળી અમુક લોકો અકસ્માતે પણ જો દૂધ ઢોળાય જાય તો તેને અપશુકન ગણે છે.

image source

નવાઈની વાત તો એ છે કે અમુક લોકો સામે જો ખાલી કાતર કાપવાની જેમ જ ફેરવીએ તો પણ તેઓ ઘરમાં કઈંક અઘટિત થવાનું કારણ કાતરને ગણે છે.

એવું નથી કે આપણે ત્યાં જ અંધશ્રદ્ધાનું બજાર ધમધમે છે. કાગડા બધે કાળા હોય એમ વિદેશમાં ણ ઇતિહાસમાં પણ આ સંબંધી વાતો જોવા મળે છે. ચાલો તેના વિષે પણ જાણીએ.

image source

યુરેશિયન રાઈનેક નામનું એક પક્ષી છે આ પક્ષીને સૌથી મનહૂસ પક્ષી માનવામાં આવે છે. યુરોપમાં જોવા મળતા આ પક્ષીની સૌથી વિશેષ ખાસિયત એ છે કે તે પોતાની ડોક બધી બાજુએ વાળી શકે છે પરંતુ તેના વિષે વિદેશમાં એવી માન્યતા છે કે આ પક્ષી ડોક ફેરવીને જેની તરફ જોવે તેનું મૃત્યુ નજીક હોય છે.

image source

19 મી સદીમાં જયારે ફોટો ખેંચતો કેમેરો બજારમાં આવ્યો ત્યારે તેને લઈને પણ લોકોમાં અંધવિશ્વાસ ઘર કરી ગયો. તે સમયે એવી માન્યતા હતી કે કેમેરા વડે જેની તસ્વીર લેવામાં આવે તેની આત્માને વશ કરી શકાય છે. એક સમયે એવી પણ માન્યતા હતી કે અરીસા સામે જોવાથી તે વ્યક્તિની આત્મા અરીસામાં કેદ થઇ જાય છે.

image source

19 મી સદીમાં ઓપલ સ્ટોનને મનહૂસ પથ્થર માનવામાં આવ્યો. તેને લઈને એવી માન્યતા હતી કે તેને પહેરવાથી નસીબ બગડી જાય છે. જો કે મધ્ય યુગના લોકો ઓપલને અલૌકિક શક્તિ ધરાવતો પથ્થર માનતા હતા. આ પથ્થરને લઈને એવી પણ અંધશ્રદ્ધા છે કે ઓપલ પથ્થરને તાજા તમાલપત્રમાં લપેટીને હાથમાં રાખવાથી માણસને અદ્રશ્ય થઇ જવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

image source

રશિયામાં વળી ચકલીના ચરકને શુકનનું પ્રતીક ગણવામાં આવે છે. તેની માન્યતા અનુસાર જો કોઈ ચકલી તમારા માલસામાન કે તમારા પર ચરકી દે તો તમે પૈસાદાર બની શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.