સુખડી ગુલકંદ કેક – સામગ્રીથી તૈયાર થતી આ સુખડી તમારા ઘરમાં બધાને ખુબ પસંદ આવશે…

સુખડી ગુલકંદ કેક

સુખડી એ ગુજરાતી ની સ્વીટ છે, તે ફક્ત બહુ જ ઓછા સામગ્રી માં થી બને છે. ફક્ત 10 મિનિટ માં તેને ગરમ એન્ડ ઠંડી બંને રીતે ખાવા ની મઝા આવે છે. સુખડી મહુડી ની બહુ જ જાણીતી છે. આપણે ઘરે સરળ રીતે બાનવી શકી છે. આ પોષ્ટીક ખોરાક છે. તેમાં સૂકા મેવા, ગુંદર અલગ રીતે બનાવી સકયી છે તેમાં તમે ગોળ કે ખાંડ બંને લઇ શકો છો. પણ ગોળ વધારે મઝા આવે છે, આજે હું તમારી માટે મારી પોતાની રેસિપી લાવી છે સુખડી ગુલકંદ કેક ગુલકંદ એ ગુલાબ માં થી બનાવા માં આવે છે. તે શરીર માટે ઠંડક લાવે છે આજે કિડ્સ ભાવે એ લોકો સુખડી ખાઈ એટલે હું લાવી છું

સુખડી ગુલકંદ કેક અમુક આપણે મૈંદા એન્ડ ક્રીમ કેક નથી ભાવતી તો આપણે આ હેલ્થી કેક બનાવી શકી છે

સામગ્રી

  • 1 કપ ઘઉં નો જીણો લોટ
  • 1/2 કપ ઘઉં નો જાડો લોટ
  • 1 કપ ગોળ
  • 1 કપ ઘી
  • 2 સ્પૂન ગોળ
  • 2 સ્પૂન ગુલકંદ
  • 1 કપ સફેદ ચોકલેટ
  • 2 સ્પૂન ફ્રેશ ગુલાબ
  • ડેકોરેશન માટે
  • પાર્લજી બિસ્કિટ ના રોઝ

રીત

એક પેન માં ઘી ગરમ કરો પછી તેમાં ઘઉં નો જાડો લોટ લો તેને 2 મિનિટ શેકો . તે સેકાઈ જાય એટલે 1 કપ ઘઉં નો લોટ લો બંને લગભગ 8 મિનિટ માટે શેકો..

હવે 8 મિનિટ થઇ ગયી છે હવે સરસ મઝા ની સુગંધ આવે છે. હવે ગેસ ઑફ કરી દો

હવે તેમાં 2 સ્પૂન મલાઈ નાખો . મલાઈ નાખવા થી સુખડી સોફ્ટ બંને છે

પછી તેને 1 મિનિટ હલવો તેમાં ગોળ નાખો , હવે ગોળ પ્રોપર મિક્ષ કરો

હવે સુખડી એક મોલ્ડ માં ગ્રીસ કરો તેને 15 મિનિટ માટે ઠંડી થવા દો.

હવે એક પેન માં સફેદ ચોકલેટ લો તેને 2 મિનિટ માટે ગરમ કરો. તેનો ગેસ ઑફ કરો તેમાં ગુલકંદ એન્ડ ગુલાબ નાખો તેને પ્રોપર મિક્ષ કરો

હવે સુખડી ઉનમોલ્ડ કરો તેમાં ઉપર જે સફેદ ચોકલેટ એન્ડ ગુલકંદ સ્ટફ્ડ છે એ પાથરો. પ્રોપર રીતે તેને 15 મિનિટ માટે ફ્રીઝ માં ઠંડી કરવા મુકો તેના પર પાર્લજી બિસ્કિટ ના રોઝ એન્ડ ગોલ્ડન બોલસ થી ડેકોરેશન કરો

રેડી છે ઘરમાં પડલી સામગ્રી માં જલ્દી જલ્દી બનાવી શકો.

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.