સમુદ્રમાં મકર રેખા આસપાસ જોવા મળતી આ માછલી છે ભારે ખતરનાક, શિકાર પર છોડે છે કાતિલ ઝેર

સમુદ્ર કિનારે ઠંડી ઠંડી લહેરો સામે બેસીને આનંદની પળો માણવાનું તો સૌ કોઈને ગમે પરંતુ ક્યારેક સમુદ્રના ખતરનાક જીવો આ આનંદની પળોને મોતની અંતિમ પળો પણ બનાવવાનું કારણ પણ બની શકે છે. એ તો આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાભરમાં અનેક જાતના ઝેરીલા જીવ-જંતુઓ રહે છે અને તેઓ દરિયાની અંદર પણ હોય શકે,

image source

આકાશમાં ઊડનારા પણ હોઈ શકે અને પૃથ્વી પર ચાલનારા પણ હોઈ શકે. આવું જ એક દરિયાઈ જીવ માછલી પણ છે. અમે અહીં સામાન્ય માછલીની વાત નથી કરી રહ્યા પરંતુ સ્ટોન ફિશ નામથી ઓળખાતી એક ખતરનાક માછલીની વાત કરી કરી રહ્યા છીએ જે મોટાભાગે સમુદ્રમાં મકર રેખાની આસપાસ જોવા મળતી હોય છે.

image

સ્ટોન ફિશની વિશેષતા તેના નામ મુજબની જ છે એટલે કે તે અદ્દલ પથ્થર જેવી જ દેખાય છે અને તેના કારણે જોનારા એ નક્કી નથી કરી શકતા કે ખરેખર તે માછલી જ છે કે પથ્થર. અને તેને પથ્થર સમજવાની ભૂલના કારણે જ આપણે સહેલાઈથી તેનો શિકાર બની જાય છીએ. વળી, આ માછલી ઝેર પણ કાઢે છે. જો ભૂલથી પણ તેના શરીર પર પગ મુકાઈ જાય તો તે તેના શરીર પર થયેલા દબાણ મુજબ ઝેર છોડે છે. અને આ ઝેર એટલું કાતિલ હોય છે કે પગ કાપવાની પણ ફરજ પડી શકે અને જો તેની સારવારમાં મોડું કરવામાં આવે તો મૃત્યુનું કારણ પણ બની શકે.

image source

સ્ટોન ફિશના શરીર પણ વજન પડતા જ તે તરત એટલે કે લગભગ 0.5 સેકન્ડમાં જ ઝેર છોડી મૂકે છે જે પળવારમાં જ તેના દુશ્મનનું કામ તમામ કરી નાખે છે. આ ઝેર કેટલું ઝેરી છે એ બીજા શબ્દોમાં વર્ણવીએ તો તેના ઝેરનું એક ટીપું કોઈ શહેરના પાણીમાં ભેળવી દેવામાં આવે તો તેની અસર સેંકડો કે હજારો લોકોને થઇ શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે અન્ય સમુદ્રી અને અન્ય પાણીમાં જોવા મળતી માછલીઓ કરતા આ માછલી દેખાવમાં સાવ અલગ છે અને સાવ પથ્થર જેવી જ દેખાય છે. એ ઉપરાંત અન્ય સામાન્ય માછલીના શરીર કોમળ હોય છે જયારે આ સ્ટોન ફિશનું શરીર સખત અને પથ્થર જેવું જ હોય છે ખાસ કરીને તેના શરીરનો ઉપરનો ભાગ અદ્દલ પથ્થર જેવો જ રંગ અને મજબૂતી ધરાવે છે અને તેનો શેપ કઈંક અંશે માનવ ચેહરા સાથે પણ મેળ ખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.