એક ભારતીયનો પગાર છે વિશ્વમાં સૌથી વધુ રકમ જાણીને આંખો ચાર થઇ જશે.

અમેરિકા ની મોટી ટેકનોલોજી કંપનીઓ માની એક આલ્ફાબેટ ઇન્ક(Alphabet inc.)ના સીઇઓ સુંદર પીચાઈને વર્ષ 2019માં કુલ 28.1 કરોડ ડોલર “2,143.53 કરોડ રૂપિયા) નો પગાર મળ્યો.

એમાં પગાર ઉપરાંત અન્ય ભથ્થા તેમજ કંપનીના શેર અને અન્ય લાભનો પણ સમાવેશ થાય છે. ભારતમૂળના સુંદર પીચાઈ દુનિયાના સૌથી વધારે પગાર મેળવનાર અધિકારીઓમાં પોતાનું નામ ધરાવે છે. તમને જણાવી દઈએ કે સુંદર પીચાઈએ વર્ષ 1972માં ભારતના ચેન્નઈમાં જન્મ લીધો હતો.

image source

કંપની એ શેરબજાર ને આપેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે સુંદર પીચાઈને વેતન પેકેજમાં મોટો ભાગ સ્ટોક અવોર્ડનો જ છે. આમાંથી અમુક ભાગ આલ્ફાબેટ કંપનીના શેરના માર્કેટ પ્રદર્શન ના આધારે ચૂકવવા માં આવે છે.એનો અર્થ કે આ રકમ મોટી પણ હોઈ શકે અને નાની પણ.

આલ્ફાબેટ કંપનીએ જાણકારી આપી છે કે આ વર્ષે પગાર રૂપે સુંદર પીચાઈને 20 લાખ ડોલર (15.26 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા છે. સુંદર પીચાઈનો પગાર આલ્ફાબેટ ના અન્ય કર્મચારીઓના સરેરાશ કુલ પગાર ના 1085 ગણો છે

શુ સીઇઓ સુંદર પીચાઈની જગ્યા માટે રિપ્લેસમેન્ટ શોધી રહ્યું છે ગૂગલ, લાખો લોકો એ કરી છે અરજી.

image source

શુક્રવારે મળેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુંદર પીચાઈને પગાર માં થયેલો વધારો મુખ્યત્વે આલ્ફાબેટ કંપનીના સીઇઓ તરીકે એમની બઢતી પછી જ થયો છે. અને એ કંપનીના સ્ટોકમાં આવેલા ઉછાળા પછી જ શક્ય બન્યું.

પોતાના બેઝિક પગારમાં વૃદ્ધિ સિવાય પીચાઈ ને બે સ્ટોક પેકેજ આપવામાં આવ્યા છે.એમાંથી અમુક ભાગ ની ભરપાઈ અમેરિકન શેર બજારના સુચકાંક એસએન્ડપી 100ની સરખામણીમાં આલ્ફાબેટના સ્ટોકના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે.

ઈકવિલર દ્વારા ટ્રેક કરવામાં આવેલા લાભો અનુસાર, મોટી મોટી કંપનીઓના સીઇઓ માટે તૈયાર કરવામાં આવેલા વાર્ષિક લાભો હાલના વર્ષોમાં 20 કરોડથી ઓછા જ રહ્યા છે.

image source

કોરોના વાયરસ મહામારી અને આર્થિક સંકટ વચ્ચે આલ્ફાબેટ કંપની ને નેવિગેટ કરવાની સાથે સાથે જણાવવા માં આવે છે કે પીચાઈ આ વર્ષે માર્કેટિંગ ખર્ચા પર કાપ મુકવાની યોજનાઓ બનાવી રહ્યા છે.

સુંદર પીચાઈ એ આઈઆઈટી, ખડગપુર થઈ બેચલર ડિગ્રી મેળવ્યા પછી અમેરિકા ની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમએસ ની ડિગ્રી મેળવી હતી. અને પછી વોર્ટન યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કર્યું હતું. 2004માં એ પ્રોડક્ટ અને ઇનોવેશન ઓફિસર તરીકે ગૂગલ સાથે જોડાયા હતા. અને વર્ષ 2015ની 10 ઓગસ્ટના રોજ ગૂગલના સીઇઓ ત્તરિકે નિમાયા હતા

થોડા દિવસ પહેલા જ ભારતીયમૂળના સુંદર પીચાઈએ કોરોના પીડિતની મદદના હેતુ થી ભારતને 5 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે.