યુવાન ધર્મેન્દ્ર સાથે નાનકડો સન્ની કરી રહ્યો છે મસ્તી – જો તમે પણ હોવ ધર્મેન્દ્રના ફેન તો જુઓ આ સુંદર તસવીરો

થ્રોબેક થર્સડે – સન્નીની પિતા સાથેની બાળપણની તસ્વીર થઈ વાયરલ – ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે, તમે પણ જુઓ

બેન અને પિતા ધર્મેન્દ્ર સાથે સની દેઓલે શેર કર્યા કેટલાક મજાના ફોટા, મસ્તી કરતા નજર આવ્યા હતા.

બોલીવુડના દિગગજ અભિનેતા ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ રહે છે. એ સતત પોતાના કઈક ને કઈક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા કરે છે. અને આ વખતે એમના દીકરા સની દેઓલે એક ફોટો શેર કર્યો છે. આ એક એવો ફોટો છે જેમાં સની દેઓલની સાથે ધર્મેન્દ્ર પણ જોવા મળી રહ્યા છે.

image source

સની દેઓલ એમના પિતાના ઘણી નજીક છે. આ ફોટો બન્ને વચ્ચેના ગાઢ સંબંધ દર્શાવી રહ્યો છે જેમાં એ ઓશિકાથી મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. ફોટામાં સની દેઓલની નાની બહેન પણ છે. સની દેઓલનોએ આ મજકિયો અંદાજ આજ પહેલા ભાગ્યે જ કોઈકે જોયો હશે. સની દેઓલના ચાહકો આ ફોટાને ઘણું પસંદ કરી રહ્યા છે

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

ફોટામાં ધર્મેન્દ્ર એ લાલ રંગની ટીશર્ટ પહેરી છે અને સાથે શોર્ટ્સ પહેર્યો છે. અને એ હસતા નજર આવી રહ્યા છે.બીજી બાજુ સની દેઓલે ભૂરા રંગની ટીશર્ટ અને કાળા કલરનો શોર્ટ્સ પહેર્યો છે. ફોટો પોસ્ટ કરતા કેપ્સન માં સની દેઓલે લખ્યું હતું-ફ્લેશબેક, ડેડ ધર્મેન્દ્ર, મારી બેન અને હું.

image source

તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર છે.એ બન્ને ના ચાર સંતાનો છે સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા અને અજીતા.સની દેઓલની બંને બહેનો ફિલ્મ જગતથી ઘણી જ દૂર છે. ધર્મેન્દ્ર એ બીજા લગ્ન હેમા માલિની સાથે કર્યા છે. અને આ બન્ને ની બે દીકરીઓ છે એશા અને આહના.

image source

ધર્મેન્દ્ર લોકડાઉન દરમ્યાન પોતાના ફાર્મ હાઉસમાં છે. એ લોકડાઉનના એક દિવસ પહેલા જ ત્યાં પહોંચ્યા હતા ને તરત બીજા દિવસે લોકડાઉનની જાહેરાત થઈ હતી. ધર્મેન્દ્રે એકવાર એ વિશે જાણકારી આપી હતી.ધર્મેન્દ્ર પોતાના ફાર્મ હાઉસમાં રહી ઘણીવાર ખેતી વિશેની માહિતી આપ્યા કરે છે. હમણાં જ થોડા દિવસ પહેલા એમને જણાવ્યું હતું કે એમના ફાર્મ હાઉસમાં કેળા, ચીકુ અને નારિયેળ ઉગ્યા છે.

image source

તાજેતરમાં જ ધર્મેન્દ્ર એ પોતાના ફાર્મ હાઉસમાં ઉગેલા રંગબેરંગી અને ખૂબ જ સુંદર ફૂલોનો એક સરસ વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં ધર્મેન્દ્ર આ રંગબેરંગી ફૂલો તેમજ પોતાના ફાર્મ હાઉસની અન્ય ખેતી માટે ભગવાન નો આભાર માની રહ્યા છે તેમજ એક ખેડૂતના સપનાઓ વિશે પણ વાત કરતા દેખાઈ રહ્યા છે. વધુમાં એમને તેમના ચાહકોને આ કોરોનાને કહેરની વચ્ચે આ ફૂલોની જેમ જ ખીલેલા તેમજ તાજગી સભર રહેવાની શુભેચ્છા આપતા દેખાઈ રહ્યા છે.