હવે તમને હસાવશે સુનિલ ગ્રોવર, લાંબા સમય પછી દેખાશે ટીવી પર, જોઇ લો શેર કરેલો આ નવો પ્રોમો તમે પણ

સ્ટાર ભારત પર ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન નામનો એક શો આવવાની તૈયારીઓ થઈ રહી છે. શો માં સુનિલ ગ્રોવરની સાથે શિલ્પા શિંદે, સુગંધા મિશ્રા, સિદ્ધાર્થ સાગર, ઉપાસના સિંહ અને જતીન સુરી જેવા કલાકારો એકસાથે દેખાશે.

image source

કોમેડિયન સુનિલ ગ્રોવરની કૉમેડીથી તો બધા વાકેફ જ છે. એ ફક્ત એક કલાકાર જ નથી પણ એક એવા પર્ફોર્મર છે જે દર વખતે દર્શકોના ચહેરા પર હાસ્ય લાવવામાં સફળ રહે છે. લાંબા સમય સુધી નાના પડદાથી દૂર રહેનાર સુનિલ ગ્રોવર હવે ફરી એકવાર દર્શકોને હસાવવા માટે તૈયાર છે. સુનિલ ગ્રોવરનો નવો શો જલ્દી જ શરૂ થવાનો છે.

સુનિલ ગ્રોવરનો નવો શો.

image source

સ્ટાર ભારત પર ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન નામનો એક શો જલ્દી જ શરૂ થવાનો છે. આ શો માં સુનિલ ગ્રોવરની સાથે શિલ્પા શિંદે, સુગંધા મિશ્રા, સિદ્ધાર્થ સાગર, ઉપાસના સિંહ અને જતીન સુરી જેવા ઘણા કલાકારો એકસાથે આવવાના છે. શોનો પહેલો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. પ્રોમોને જોઈને ખ્યાલ આવી રહ્યો છે કે સુનિલ ગ્રોવર આ વખતે એકદમ અલગ જ અંદાજમાં જોવા મળશે. એ એક ડોનની ભૂમિકામાં નજરે પડશે.

image source

શોના કન્સેપટની વાત કરીએ તો આમાં સુનિલ ગ્રોવર જાતે તો દર્શકોને હસાવશે જ પણ સાથે સાથે પોતાના સાથી કલાકારો દ્વારા પણ લોકોને હસાવશે. આ બધા સાથી કલાકાર એ શો માં ભાડુઆતની ભૂમિકામાં દેખાશે. તો સુનિલ ગ્રોવર બધાને આદેશ આપીને લોકોનું મનોરંજન કરવાં માટે કહેશે. ખુદ સુનિલ ગ્રોવર પણ પોતાના આ નવા શોને લઈને ઘણા જ એક્સાઇટેડ નજરે પડી રહ્યા છે.. પ્રોમો શેર કરતા સુનિલ લખે છે કે “તમારા દરેક શ્વાસને હાસ્યથી ભરવા આવી રહ્યા છે કૉમેડીના આ મહારથી. અમે આવી રહ્યા છે એક કલાકની નોન સ્ટોપ કોમેડી લઈને. તમને જણાવી દઈએ કે ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન 31 ઓગસ્ટ રાત્રે 8 વાગે સ્ટાર ભારત પર બતાવવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover) on

કપિલના શો પર મળી સફળતા.

image source

જો સુનિલ ગ્રોવરની વાત કરીએ તો ગઈ વખતે એ શો કાનપુર વાલે ખુરનાઝમાં દેખાયા હતા. એ શો તો વધારે હિટ નહોતો રહ્યો પણ દર્શકોએ સુનિલના કામને બિરદાવ્યું હતું. આમ તો સુનિલ ગ્રોવરનો પોતાના કરિયરમાં સફળતા કપિલ શર્માના શો દ્વારા જ મળી છે. એમના દ્વારા ભજવવામાં આવેલું ગુતથી અને ડોકટર મશહૂર ગુલાટીનો રોલ આજે પણ લોકોને હસી હસીને પેટમાં દુખાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span