સની દેઓલના બર્થ ડે પર જાણો એમની અજાણી વાતો, સાથે જાણો ધર્મેન્દ્રએ શું કરી ઇમોશનલ પોસ્ટ…

સની દેઓલના બર્થડે પર ધર્મેન્દ્ર થયા ઇમોશનલ – કેટલાક ટ્વીટ કર્યા બાદ કહ્યું – હવે થોડા દિવસ ચુપ રહીશ

સોમવારે સની દેઓલે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. દીકરાના બર્થડેના ખાસ અવસર પર ધર્મેન્દ્રએ પોતાના બધા જ ફેન્સને મેસેજ લખ્યો છે. ધર્મેન્દ્રએ સની સાથેની એક તસ્વીરસ શેર કરી છે જેમાં બન્નેની સામે કેક મુકવામાં આવી છે. તસ્વીર શેર કરતાં ધ્મેન્દ્રએ લખ્યું, તમારા બધાના મેસેજ માટે પ્રેમ. સનીના જન્મ દિવસ પર બધાની શુભેચ્છાઓ માટે પ્રેમ. તમે બધા મારા હૃદયની ખૂબ નજીક રહ્યા છો. એટલી બધી ખુશી મળી ગઈ છે કે ટ્વીટ્સની હદ થઈ ગઈ. બોર થઈ ગયા હશો તમે બધા. હવે થોડા દિવસ ચૂપ રહીશ.

સનીના બાઈ બોબી દેઓલે પણ એક્ટરને શુભેચ્છા પાઠવી હતી. બોબીએ સનીની તસ્વીર શેર કરતા લખ્યું, ભાઈ, પિતા અને મિત્રને હેપ્પી બર્થડે.

બોબીએ થોડા દિવસ પહેલાં ધર્મેન્દ્ર સાથેના સંબંધ વિષે જણાવ્યું હતું

બોબીએ થોડા દિવસો પહેલાં એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તે પોતાના પિતા સાથે વધારે સમય નહોતા પસાર કરી શકતા. કારણ કે ધર્મેન્દ્ર શૂટિંગમાં બીઝી રહેતા હતા. એક મેગેઝીન સાથે વાત કરતાં બોબીએ કહ્યું હતું કે તેઓ ધર્મેન્દ્રનું ખૂબ સમ્માન કરે છે, પણ તેમની સાથે વધારે ઓપન નથી રહ્યા. બોબીને લાગે છે કે તેમના પિતા આજે પણ તેમને ખીજાવશે જો તે તેમની સાથે વધારે ફ્રેન્ક થશે તો.

બોબીએ જણાવ્યું હતું, ‘જ્યારે અમે મોટા થઈ રહ્યા હતા, તે સમયે પ્પપા ખૂબ કામ કરતા હતા, જેના કારણે અમે તેમની સાથે વધારે સમય નહોતા વિતાવી શકતા. હું તેમની સાથે શૂટિંગ પર જતો હતો. તે સમયે લોકોના વિચારો અને વર્તન ખૂબ અલગ હતાં. એક પિતા અને દીકરા વચ્ચેનો સંબંધ આટલો ફ્રેન્ડલી નહોતો, જેવો આજે છે. હું હવે ધ્યાન રાખું છું કે મારા બાળકો અને મારામાં તે ખચકાટ ન હોય. અમારા ખૂબ જ ફ્રેન્ડલી સંબંધો છે.’

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@iambobbydeol) on

બોબીએ એ પણ કહ્યું હતું, ‘પહેલાંના બાળકો પોતાના પેરેન્ટ્સની ખૂબ રિસ્પેક્ટ કરતા હતા, પણ તેમની સાથે પોતાના હૃદયની વાત નહોતા કરી શકતા. મારા પિતાને હંમેશા મારાથી ફરિયાદ રહેતી હતી કે હું તેમની સાથે મારા દીલની વાત નહોતો કહેતો. તેઓ મને પોતાની પાસે બેસાડીને વાત કરવાનું કહેતા હતા પણ હું તેમને કહું છું કે આજે પણ મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને તતડાવી ન દે.’

બોબીનો નાનો દીકરો છે ફીટનેસ ફ્રીક

image soucre

લોકડાઉન દરમિયાન બોલીવૂડ એક્ટર બેબી દેઓલે પોતાના પરિવાર સાથે ખૂબ ટાઇમ સ્પેન્ટ કર્યો હતો. તેમનો મોટો દીકરો આર્યમન લોકડાઉન પહેલાથી જ અમેરિકાથી ભારત પાછ આવી ગયો હતો. તેને એ વાતની ખુશી હતી કે લોકડાઉન પહેલા તે પોતાના ઘરે પહોંચી ગયો. પણ અમે તમને બોબી દેઓલના નાના દીકરા ધરમ દેઓલની વાત કરવા જઈ રહ્યા છે. ધરમ દેઓલ એક ફૂટનેસ ફ્રીક છે.

image source

એક ઇન્ટર્વ્યૂમાં બોબીએ કહ્યું હતું, ‘ધરમ ફીટનેસનો ખૂબ ખ્યાલ રાખે છે. તે ઓનલાઇન નવી ટેકનિક્સ શીખતો રહે છે અને મને શીખવતો રહે છે, કાશ, જે સુવિધા તેની પાસે આ ઉંમરમાં છે, તે મારી પાસે હોત. તેના અત્યારથી જ સિક્સ પેક એબ્સ છે અને તે મને અને તેની માતાને નવી વસ્તુઓ ટ્રાઈ કરવાની ચેલેન્જ આપ્યા કરે છે. મારે તેને કહેવું પડશે કે હવે હું તેટલો ફ્લેક્સિબલ નથી.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.