સાડી પહેરીને ગુલાટીયા મારતી આ મહિલાને તમે જોઈ કે નહિ?

સુપર વુમન

આજના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ નવા નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે જેમાં ઘણા બધા વિડીયો હોય છે જેવા કે, ડાંસ વિડીયો, સિંગિંગ વિડીયો, કોઈ રેસીપીના વિડીયો કે પછી કોમેડી વિડીયો અપલોડ કરતા રહે છે. ત્યારે જ દેશમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે દેશ વ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા જ ઘણા બધા વિડિયોનું ઘોડાપુર આવી ગયું છે. ત્યારે આજે અમે આપને એક એવી છોકરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના બેક ફ્લિપ જોઇને આપને જરૂરથી નવાઈ લાગ્યા વિના રહેશે નહી. ડાંસ વિડીયો તોએમ પણ ઘણા બધા અપલોડ થતા રહેછે પરંતુ આ છોકરીના ડાંસ વિડીયોમાં એવું શું ખાસ છે જેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે ચાલો જાણીએ આ વિડીયો વિષે.

image source

આ વાયરલ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, આ છોકરીના બેકગ્રાઉન્ડમાં બોલીવુડના પરફેકશનીસ્ટ આમીર ખાન અને ધક ધક ગર્લ માધુરી દિક્ષિત દ્વારા મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ ‘દિલ’નું ગીત ‘મુઝે નીંદ ના આયે, મુઝે ચેન ના આયે’ ગીત વાગી રહ્યું છે. ત્યારે આ છોકરી આ ગીત પર ડાંસ કરતા સમયે સાડી પહેરેલ જોઈ શકાય છે. આ છોકરીએ પોતાના ડાંસ દરમિયાન બધાને અચરજ પમાડે એવા ડાન્સના મુશ્કેલ સ્ટેપ્સ કહી શકાય છે એવા બેક ફ્લિપ મારતા જોઈ શકાય છે.

image source

આ વિડીયોમાં છોકરી જે બેક ફ્લિપ મારી રહી છે તેવા બેક ફ્લિપ આપણે મોટાભાગે ડાંસ રીયાલીટી શોમાં ટીવી પર જોઈએ છીએ. તેમ છતાં આપ જોઈ શકો છો કે, આ વિડીયોમાં ડાંસ કરી રહેલ છોકરીએ સાડી પહેરી છે આ સાથે જ આ છોકરીએ ડાંસ કરવા માટે સ્પોર્ટ્સ શુઝ પણ નથી પહેર્યા આ સાથે જ આ છોકરી રજ્ય બેક ફ્લિપ કરી રહી છે તે જગ્યા કોઈ જંગલ કે પછી ગાર્ડન એરિયાની હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ સાથે જ છોકરીએ બેક ફ્લિપની સાથે જ ડાંસ કરતા સમયે સાડીમાં જ જોવા મળી રહી છે. ખરેખરમાં આપણે આ બેક ફ્લિપ સ્ટેપ ખુબ જ મુશ્કેલ છે અને તે પણ જો સાડી પહેરેલ સ્થિતીમાં કરવામાં આવે તો સૌથી વધારે મુશ્કેલ હોય છે.

image source

આ ડાંસ કરતી છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અને આ વિડીયો જોઇને ટ્વીટટ યુઝર્સ અને સોશિયલ મીડિયાના અન્ય યુઝર્સ આ છોકરીને ખરેખરમાં સુપર વુમન કહીને સબોધન કરી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.