સુરતના બિલ્ડરે 42 ફ્લેટ ભાડા વિના રહેવા આપ્યા જરૂરીયાતમંદ લોકોને, આટલા બધા ફ્લેટનું વેચાણ મુલતવી રાખ્યું

કોરોનાના કારણે લોકડાઉન, બેકારી, મોંઘવારી જેવી અઢળક સમસ્યાઓ રાજ્યના સામાન્ય વર્ગના લોકો પર આવી પડી છે. પરંતુ આવી કમરતોડ સમસ્યાઓ વચ્ચે કેટલાક લોકો એવા કામ કરી જાય છે કે જે અન્ય માટે ઉદાહરણ બની જાય છે. આવા જ એક વ્યક્તિ છે સુરતના એક બિલ્ડર.

image source

મુળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના એવા વરાછાના પ્રકાશ ભાલાણી અને કંસ્ટ્રકશન પ્રોજેક્ટમાં તેના 5 પાર્ટનરોએ એક ઉમદા કામ કરી લોકોના આશીર્વાદ અને વખાણ પોતાના નામે કર્યા છે. ઘટના એવી બની હતી કે એક ગરીબ પરીવાર રોજગારીના અભાવે સુરત છોડી વતન આવવા નીકળ્યો હતો. પરંતુ તેમની પાસે ઘરનો સામાન રાખવા જગ્યા ન હતી અને આર્થિક સ્થિતિ પણ એટલી સારી ન હતી કે તે કોઈ જગ્યાનું ભાડુ ચુકવી શકે. તેવામાં આ પરીવાર એક બિલ્ડીંગ પાસે પહોંચ્યો જ્યાં ફ્લેટ બનેલા તૈયાર હતા. ત્યાં તેઓએ બિલ્ડીંગના માલિકને પોતાની વ્યથા જણાવી અને કહ્યું કે તેમના ફ્લેટમાં સામાન રાખવા આપે.

image source

આ તકે બિલ્ડરે એક પણ મિનિટ ગુમાવ્યા વિના પોતાના પાર્ટનરને ફોન કર્યા અને લોકોની મદદ માટે ફ્લેટ આપવા મનાવ્યા. બિલ્ડર પાર્ટનર માની ગયા અને હવે સ્થિતિ એ છે કે તેમણે પોતાની સાઈટના ફ્લેટ જે વેંચવા માટે તૈયાર હતા તેમાં જરૂરીયાતમંદ પરિવારોને આશરો આપ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે આ કામનું ભાડુ પણ લીધું નથી. તૈયાર 90 ફ્લેટ ફક્ત મેઈન્ટેનન્સ લઈ અને તેમણે લોકોને રહેવા આપવાનું નક્કી કરી લીધું. તેઓ હાલ આ ફ્લેટ વેંચશે નહીં અને લોકોને રહેવા આપશે. અત્યારે તેમની સાઈટ પર 45 ફ્લેટમાં લોકો રહે પણ છે. બીજા ખાલી ફ્લેટ પણ તેઓ લોકોને રહેવા આપવા તૈયાર થયા છે. આ કામ તેમણે 2 વર્ષ સુધી કરવાની તૈયારી બતાવી છે.

image source

જેમ સરકાર કોરોનાકાળમાં વિવિધ યોજના જાહેર કરે છે તેમ આ બિલ્ડર્સે પણ નક્કી કર્યું છે કે જ્યાં સુધી પરિવાર સદ્ધર ન થાય ત્યાં સુધી લાઇટ-પાણી, સફાઇ, સીસીટીવી અને ફ્રિ વાય-ફાય કનેક્શનના ચાર્જ પેટે મહિને તેમની પાસેથી માત્ર 1500 રૂપિયા લેશે. તેમને ફ્લેટનું ભાડુ આપવાનું રહેશે નહીં.

IMAGE SOURCE

સુરતના વરાછાના પ્રકાશ ભાલાણી વર્ષો પહેલાં સૌરાષ્ટ્રથી કર્મભૂમિ સુરતમાં સ્થાયી થયાં હતા. હવે તેઓ કહે છે કે કપરો સમય છે અને તેમની જેમ સૌરાષ્ટ્રમાંથી કે અન્ય જગ્યાએથી કામ કરવા સુરત આવેલા લોકોની મદદ કરી તેઓ વતનનું કરજ ચુકવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span