સુરતનો આ કરોડપતિ આરોપી કઈ રીતે બન્યો ડ્રગમાફિયા, જાણો આખી કહાની, જેની પથારી ફરી ગઇ મુંબઈ જઈને..

બોલિવૂડમાં હાલમાં ડ્રગ્સવ કેસમાં મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે. ન ધારેલા નામો સામે આવી રહ્યા છે અને હજુ પણ એનસીબી તપાસ હાથ ધરી રહી છે. પરંતુ એ વચ્ચે સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.33 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપી આદિલને ઝડપી પાડ્યો છે. 1011 ગ્રામ MD ડ્રગ સાથે ઝડપાયેલા સલમાનના ડ્રગ્સના ધંધામાં આદિલ ભાગીદાર છે. ઉલ્લેખનીય છે કે આદિલ સુરતના ખોજા સમાજના ધનવાન પરિવારનો નબીરો છે. આદિલ માટે કરોડ-બે કરોડ રૂપિયા સામાન્ય રકમ છે છતાં તે ડ્રગમાફિયા બની ગયો. MD ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલો કરોડપતિ આદિલ નૂરાની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ સાથે આદિલની લાઈફસ્ટાઈલ પણ કેન્દ્રસ્થાને રહી છે.

આદિલનો જન્મ સુરતમાં થયો અને પરિવારનો એકનો એક દીકરો છે

image soucre

હવે એક મોટો ખુલાસો થયો છે. આદિલ અંગે નામ ન આપવાની શરતે એક સામાજિક વ્યક્તિએ જણાવ્યું હતું કે આદિલ મુંબઈસ્થિત મામાના ઘરે રહી ડ્રગ્સની લતે ચડી ગયો છે. સુરત આવ્યા બાદ પણ તે પાર્ટી કરતો હતો અને અવારનવાર મુંબઈ પણ જતો હતો. એ વ્યક્તિએ આગળ જણાવ્યું હતું કે આદિલનો જન્મ સુરતમાં થયો હતો અને પરિવારનો એકનો

એક દીકરો છે. જોકે જન્મ બાદ થોડા સમયમાં જ આદિલ મુંબઈ આવેલા મામાના ઘરે જતો રહ્યો હતો. પરિવાર પણ સુખીસંપન્ન હોવાથી પહેલેથી જ હાઈ સ્ટાઈલ લાઈફ જીવતો આવ્યો છે. સમાજના હાઈ પ્રાફાઈલ યુવાનો સાથે તેની ઊઠકબેઠક હતી. આદિલ મુંબઈમાં જ ડ્રગ્સની લતમાં સપડાયો હતો. ત્યાર બાદ આદિલ પિતાના વ્યવસાયને લઈને સુરત આવી ગયો હતો.

હુક્કાબાર તથા રેવ પાર્ટી કરતો હતો

આગળ વાત કરી કે, જો કે સુરત આવીને પણ આદિલ મુંબઈની લાઈફસ્ટાઈલ છોડી શક્યો ન હતો. સુરત આવ્યા બાદ આદિલ સુરતના કેટલાક ડ્રગ્સ સપ્લાયરના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ તે મોટા ભાગના સમાજના યુવાનો સાથે ડ્રગ્સ પાર્ટી અને હુક્કાબાર તથા રેવ પાર્ટી કરતો હતો. 5 દિવસની જહેમત બાદ પોલીસે આરોપી આદિલ સલીમ નૂરાનીની ધરપકડ કરી હતી. ખોજા સમાજના આગેવાન સલીમ નૂરાનીનો એકનો એક દીકરો આદિલ છે. તેઓ હોટલ, પેટ્રોલપંપ, થિયેટર અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે.

પોલીસે આદિલની ડાયરીને આધારે આગળની તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં એક કરોડનું ડ્રગ્સ પકડાયું છે અને તેમાં 300 ગ્રામનો જથ્થો આદિલનો હોવાનું સલમાને કબૂલ્યું છે. આરોપીઓ છેલ્લા દોઢ વર્ષથી આ ધંધામાં સંડોવાયેલા છે. પોલીસે આદિલની ડાયરીને આધારે આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગત 22 સપ્ટેમ્બરના રોજ મેગા ઓપરેશન દરમિયાન કુલ 1.33 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, જેમાં ડુમસ રોડ કુવાડા ટી પોઈન્ટથી ભીમપોર તરફ જતા રોડ પર વોચ ગોઠવી મરૂન કલરની કારમાંથી રાંદેરના મોહંમદ સલમાન ઉર્ફે અમન મોહંમદ હનીફ ઝવેરી પાસેથી 1,01,18,2000ની કિંમતનું 1 કિલો 11.82 ગ્રામ MD ડ્રગ્સ કબજે કરી 38 હજારની કિંમતના 5 મોબાઈલ ફોન, રોકડા 12,710, બે ડિજિટલ વજન કાંટા અને 2.50 લાખની કિંમતની કાર સહિત કુલ 1,04,19,410નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી પૂછપરછમાં સુરતમાં આ ધંધામાં સંકેત અને આદિલ તેના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું.

ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો

image source

 

ક્રાઇમ બ્રાન્ચે સંકેતને MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો, તે જ્યાં MD ડ્રગ્સ બનાવતો હતો એ કડોદરાના યુનિટ ઉપર પણ છાપો મારી કાર્યવાહી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ એસીપી આર. આર. સરવૈયાએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે વોન્ટેડ આદિલ સલીમ નૂરાનીને કડોદરા ખાતેથી ઝડપી લીધો હતો. આદિલને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરવામાં આવે એવી શક્યતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span