સુુરતમાં કોરોનાનો કહેર, અમદાવાદ તંત્ર એલર્ટ, જાણી લો આ લેટેસ્ટ માહિતી તમે પણ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા ત્યારે કોરોના કેસનું એપી સેન્ટર જાણે અમદાવાદ જ હતું. અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફુટ્યો હતો પરંતુ અનલોક-2ની શરુઆતથી જ દ્રશ્ય બદલાયું છે. હવે રાજ્યમાં અમદાવાદ બાદ સુરત કોરોનાનું હબ બની રહ્યું છે. સુરતમાં 9 જુલાઈના રોજ કોરોનાના 308 કેસ સામે આવ્યા હતા.

Image Source

અગાઉ રાજ્યમાં જ્યારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની પરવાનગી મળી ત્યારે અમદાવાદથી આવતા લોકોનું ચેકિંગ ખાસ કરવામાં આવતું પરંતુ હવે સુરતથી આવતાં લોકોનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સુરતથી અમદાવાદમાં એન્ટ્રી પોઈન્ટ પર લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Image Source

અમદાવાદ તંત્રને એ વાતની ચિંતા છે કે હવે જ્યારે શહેરમાં કોરોનાને કાબુમાં કરવામાં સફળતા મળી રહી છે ત્યારે સુરતથી આવતાં લોકો અમદાવાદમાં કેસ વધારી ન દે. આ કામ માટે ખાસ તો એક્સપ્રેસ હાઈવે પર લોકોનું સ્ક્રીંનિંગ કરવામાં આવી રહ્યું છે.

Image Source

અહીં અત્યાર સુધીમાં 360 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટમાં પણ 18 લોકો કોરોના સંક્રમિત જણાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા લોકોને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જે લોકો સુરત પરત જવા ઈચ્છે છે તેમને પણ કોરોન્ટાઈન કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક્સપ્રેસ હાઈવે પર લોકોના ટેસ્ટ રેપીડ કીટથી કરવામાં આવી રહ્યા છે.

Image Source

કોરોનાના કેસ હવે સુરતમાં વધી રહ્યા છે ત્યારે શહેરની સૌથી મોટી કાપડ માર્કેટ અને હીરા ઉદ્યોગ માટે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જાણવા મળ્યાનુસાર શહેરની 100 દુકાન ધરાવતી માર્કેટમાં 2, 500 દુકાન ધરાવતી માર્કેટમાં 5 અને 500થી વધુ કેસ ધરાવતી માર્કેટમાં 10 કેસ આવશે તો માર્કેટને 14 દિવસ માટે સીલ કરી દેવામાં આવશે. આ જ રીતે ટેક્સટાઈલ માર્કેટ માટે પણ એસએમસીએ ગાઈડલાઈન બહાર પાડી છે.

આ સિવાય સુરતમાં આ માર્કેટ સોમવારથી શુક્રવાર તમામ નિયમો સાથે ખુલ્લી રાખી શકાશે જ્યારે શનિવાર અને રવિવારે માર્કેટ બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા 9 દિવસમાં કોરોનાના કેસમાં 30 ટકાનો વધારો થયો છે. સુરતમાં કોરોનાના કુલ કેસ 8000ની નજીક પહોંચી ચુક્યા છે. સુરતમાં કોરોનાના કેસ વધતાં લોકો હવે સૌરાષ્ટ્ર તરફ પલાયન કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.