સુરતના પ્રજ્ઞાચક્ષુ સંદીપભાઈ છે ખુદ્દાર દિવ્યાંગ, પાપડ-ખાખરા વેચી એવા ‘આત્મનિર્ભર’ બન્યા કે જનતા જોતી રહી

સામાન્ય રીતે જોવા જઈએ તો દિવ્યાંગ એટલે કે દિવ્ય અંગ, કે જેમની પાસે કોઈ નવી શક્તિ છે. ત્યારે હવે સુરતથી એક ભાઈની કહાની સામે આવી છે કે જેણે એક પંક્તિ સાર્થક કરી બતાવી છે. નબળા મનના માણસને રસ્તો મળતો નથી અને અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી. સુરતના ઘોડદોડ રોડ પર ખાખરા અને ચીકી વેચતા પ્રજ્ઞાચક્ષુ સંદીપ જૈન હાલમાં કેટલાય લોકો માટે પ્રેરણા બન્યા છે.

image source

નાસીપાસ થતા બેરોજગાર માટે સુરતના આ પ્રજ્ઞાચક્ષુ સંદીપ ભાઈ પ્રેરણારૂપ છે. કુદરતે આપેલી ખામીને નબળાઈ નહીં, પણ સાચા અર્થમાં દિવ્યાંગતામાં તબદિલ કરીને સંદીપભાઈ આત્મનિર્ભર બન્યા છે. ગ્રેજ્યુએટ થયા બાદ અનામતનો લાભ લઈને કોઈ સરકારી નોકરી કરવાને બદલે પોતાનો ધંધો શરૂ કરવાનું સંદીપભાઈએ વિચાર્યું. આ માટે ટ્રેનમાં પાપડ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે તેઓ પાપડ ઉપરાંત ખાખરા અને ચીકીનું વેચાણ પણ કરી રહ્યા છે.

image source

હાલમાં પરિસ્થિતિ એવી છે કે સંદીપભાઈના મોટા ભાગના કાયમી ગ્રાહકો બંધાઈ ગયા છે અને તેમને માલ વેચીને સંદીપભાઈ બાળકોને સારું જીવન અને શિક્ષણ આપી રહ્યા છે. માર્ચ મહિના સુધી સંદીપભાઈ મહિને 20 હજાર સુધીની કમાણી કરતા હતા, પરંતુ લોકડાઉન અને કોરોના મહામારીને કારણે હાલ તેઓ મહિને 10 હજાર રૂપિયા સુધીની આવક રળી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અશ્વિનીકુમાર ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં પ્રજ્ઞાચક્ષુ સંદીપભાઈ, તેમનાં પ્રજ્ઞાચક્ષુ પત્ની અને બે નોર્મલ દીકરા સાથે રહે છે.

વધારે વિગત વાર રીતે તેમના જીવનની વાત કરીએ તો, સંદીપભાઈએ 1થી 7 ધોરણ સુધીનો અભ્યાસ સુરતની ઘોડદોડ રોડ ખાતે આવેલી સંસ્થામાં કર્યો હતો. ધોરણ 8થી 12 સુધીનો અભ્યાસ અમદાવાદની બ્લાઇન્ડ પીપલ એસોસિયેશન સ્કૂલમાં કર્યો હતો. ત્યાર બાદ સુરતની એમટીબી આર્ટ્સ કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. 1999માં લગ્ન થયા હતા અને લગ્નજીવનમાં બે બાળકો છે. એક દીકરો એસવાય બીકોમ અને બીજો દીકરો ધોરણ સાતમાં અભ્યાસ કરે છે.

image source

પ્રજ્ઞાચક્ષુ સંદીપ જૈનએ જણાવ્યું હતું કે શિક્ષિત બેરોજગાર એટલે એવા કે જેને ભણ્યા એ પ્રમાણેનું કામ મળતું નથી. મને ગ્રેજ્યુએટ થયા બાદ એસટીડી પીસીઓ મળ્યો હતો, પરંતુ ટેલિફોનક્ષેત્રમાં થયેલી ક્રાંતિના કારણે હવે તેનો કોઈ મતલબ રહેતો નથી. બાદમાં મેં પાપડ વેચવાનું શરૂ કર્યું હતું. હાલ ખાખરા અને ચીકી જેવી વસ્તુઓ વેચું છું. હું ક્વોલિટિવાળો માલ વેચું છું. જેથી ગ્રાહકો મારી પાસે સતત આવતા રહે છે.

image source

અમારા ખાખરા સારી ગુણવતાના હોય છે અને દોઢેક મહિનો પણ તેને કંઈ થયું નહિ. ખાખરા, ચીકી, વેફર્સ અને તમામ વસ્તુઓ એ-1 ગ્રેડની રાખું છું, કોઈ ફરિયાદ આવતી નથી. ફરિયાદ આવે તો પેકેટ પરત લઈને રૂપિયા પરત આપી દઉ છું તેમજ વેપારીને પણ મોકલી આપું છું.

image source

આ સિવાય સંદીપ ભાઈનું કહેવું છે કે ‘બિના કામ મકામ કૈસે. કામ કર્યા પછી જ પૈસા લેવા જોઈએ. વગર કામની કોઈ વેલ્યુ હોતી નથી. રસ્તા પર ઊભા રહીને ખાખરા વેચતા સંદીપભાઈના વિચારો ખૂબ ઊંચા છે. તેઓ કહે છે, નોકરી કરવી હોય તો કરાય, પરંતુ પોતાનું કામ શરૂ કરવું જોઈએ. ભલે નાના લેવલથી શરૂ કરો, પરંતુ પોતાનું કામ હશે તો તમને મજા આવશે. ગમતું કામ કરો. સંદીપભાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકો દ્વારા આપવામાં આવતા રૂપિયા જો જૂની નોટ હોય તો હું ઓળખી જઉં છું કે 10, 20, 100 છે કે નહીં. જોકે આ નવી નોટ આવ્યા બાદ થોડી તકલીફ રહેતી હતી. જો કે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી એપ્લિકેશનથી સરળતા રહે છે. .

image source

પ્રજ્ઞાચક્ષુ સંદીપ જૈનએ જણાવ્યું હતું કે ઘરમાં પરિવાર સાથે સુખી રીતે પસાર કરીએ છીએ. ઘરમાં કોઈ પણ વસ્તુ લેવા માટે કોઈ સહારો લેવો પડતો નથી. મારાં તમામ કામ જાતે કરું છું. આ ધંધો શરૂ કરવા માટે આણંદ હું એકલો ગયો હતો. છેલ્લાં 6-7 વર્ષથી સુરતમાં આ ધંધો કરું છું.