સુરતમાં માત્ર ત્રણ દિવસમાં જ 170 મૃતદેહોના કોવિડ-19 ગાઈડલાઇન હેઠળ અંતિમસંસ્કાર

સુરતમાં દર એક કલાકે 5 અંતિમ સંસ્કાર, સ્મશાનગૃહમાં લાગી રહી છે લાઈન

માત્ર ત્રણ દિવસમાં જ 170 મૃતદેહોના કોવિડ-19 ગાઈડલાઇન હેઠળ અંતિમસંસ્કાર

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે સમગ્ર દેશમાં કોવિડ-19નું સંક્રમણ તેની ચરમસીમા પર પહોંચી ગયું છે. અને ધીમે ધીમે અમદાવાદ કરતાં સુરત આગળ વધી રહ્યું છે. સુરતમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. જિલ્લા સાથે સંક્રમિત કેસોની સંખ્યા 300 ને ઓળંગી ગઈ છે અને સરકારી રેકોર્ડ બૂકમાં મૃત્યઆંક 275 જણાવવામાં આવી રહ્યો છે.

image source

મૃતકોના અંતિમ સંસ્કાર કોવિડ 19ની ગાઈડલાઇન્સ પ્રમાણે કરવામાં આવી રહ્યા છે પણ અહીં સ્થિતિ થોડી ભય પમાડે તેવી છે. તેમને જાણીને આશ્ચર્ય થશે કે સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં 170 શવના કોવિડ-19 માર્ગદર્શિકા હેઠળ અંતિમ સંસ્કાર કરવામા આવ્યા છે. અને છેલ્લા એક અઠવાડિયાનો આંકડો જોઈએ તો 390 મૃતકોના અંતિમસંસ્કાર અને – દફનવિધિ કરવામાં આવી છે. હાલ સ્થિતિ એટલી બગડી રહી છે કે શહેરમાં રોજ સ્મશાન તેમજ કબ્રસ્તાનમાં 48થી વધુ લોકોની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે.

દર એક કલાકે 5 શવના અંતિમસંસ્કાર

image source

ગત બુધવારના રોજ સુરતમાં કુલ 65 મૃતકોના શવના સ્મશાન અને કબ્રસ્તાનમાં કોવિડ-19ની માર્ગદર્શિકા હેઠળ અંતિમ વિધિ કરવામા આવી હતી. ત્યાર બાદ ગુરુવારના રોજ બીજા 55 મૃતકોના શવની પણ નિયમ પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવ હતી. જોકે તબિબો આ મૃત્યુઓ વિષે જણાવે છે કે ડાયાબિટિસ, હાયપર ટેન્શન અને હાર્ટના દર્દીઓને કોરોના વયારસની વધારે અસર થાય છે.

image source

ડોક્ટરના કહેવા પ્રમાણે ડાયાબિટિના કેટલાક દર્દીઓ કોરોનાથી સંક્રમિત થાય છે ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે પણ તેમનું સુગર અંકુશમાં આવે અને કોરોના વાયરસ તેમના પર અસર કરે તે પહેલાં તેમની તે મૂળ બિમારી જ તેમના શરીરને નબળુ પાડી દે છે તેવા કિસ્સા વધુ જોવા મળ્યા છે. જો કે આ પ્રકારના મૃત્યુને કોરોનામાં નહીં ગણી તેમની શંકાસ્પદ કોરોના સાથે કોવિડ 19ના પ્રોટોકોલ પ્રમાણે અંતિમક ક્રિયા કરવામાં આવે છે અને તેના કરાણે કદાચ મૃત્યુનો આંકડો વધારે આવ્યો હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

image source

બીજી બાજુ એવી પણ શંકા સેવવામાં આવી રહી છે કે મૃત્યઆંક જાહેર જનતાથી છુપાવવામાં આવી રહ્યો છે, અને ગુંચવાડા ઉભા થઈ રહ્યા છે. લગભગ એક મહિના પહેલાં કોરોનાની ગાઇડલાઇન હેઠળ થતાં અંતિમ સંસ્કારની સરેરાશ સંખ્યા 25-30 શવની હતી.

image source

પણ હવે તે વધીને 45 સુધી પહોંચી ગઈ છે. અને ચેલ્લા બે દિવસમાં તો આ સરેરાશ સંખ્યા 50ને પણ ઓળંગી ગઈ છે. ગત બુધવારના રોજ સૌથી વધારે 65 જેટલા મૃતદેહોની કોરોનાની માર્ગદર્શિકા હેઠળ અંતિમ ક્રિયા કરવામા આવી હતી. અને જો સ્થિતિ પર કાબૂ ન મેળવામાં આવ્યો તો આ સંખ્યા જુલાઈ મહિનાના અંત સુધીમાં 70ને પણ ઓળંગી શકે છે. અને માટે જ સ્વાસ્થ્ય વિભાગ રિકવરી રેટ વધારવા પાછળ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.

image source

આ દરમિયાન કેટલીક એવી પણ ફરિયાદ સાંભળવા મળી છે કે હોસ્પિટલના તંત્ર દ્વારા મૃતદેહોને બેદરકારી પૂર્વક ખોટી રીતે પેક કરવામાં આવી રહ્યા છે. કોવિડ-19 સંક્રમિતોના મૃતદેહોની અંતિમ ક્રિયા કરનાર સેવાભાવી સંસ્થા જણાવે છે કે કેટલીક હોસ્પિટલો મૃતદેહને એવી રીતે પ્લાસ્ટિકની બેગમાં લપેટે છે કે જ્યારે મૃતકના પરિવારજનોને મોઢું બતાવવા માટે કવર હટાવવામાં આવે ત્યારે તે શવ ઉંધું હોય છે. થોડા સમય પહેલાં એક હોસ્પિટલ પર તેની એમ્બ્યુલન્સમાં એક પર એક મૃતદેહોનો ઢગલો કરી દેવા બાબતે હોબાળો મચી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span