નાની ઉંમરમાં થયા હતા લગ્ન, પતિના નિધન બાદ હાર ના માની અને જમીન માટે લડ્યા કાયદાકીય લડાઈ આ સરંપચ

મહિલા સરપંચ

હરિયાણા રાજ્યના હિસાર શહેરથી દસ કિલોમીટર દુર આવેલ અગ્રોહા ક્ષેત્રના કીરાડા ગામના ૫૩ વર્ષીય મહિલા સરપંચ વિમલા સૈનીને કીરાડા ગામના ગ્રામજનો ‘ટ્રેક્ટર વાળી સરપંચ’ના નામથી ઓળખવામાં આવે છે. ૫૩ વર્ષીય વિમલા સૈનીએ પોતાના જીવનમાં આવેલ અનેક મુસીબતોનો સામનો કરીને પોતાના જીવનના દુઃખના દિવસોનો અંત આવશે. આવી જ એક મહિલાની સંઘર્ષથી ભરેલ જીવનના સફર વિષે જણાવીશું. આ મહિલાનું નામ છે વિમલા સૈની.

image source

વિમલા સૈનીના લગ્ન ખુબ જ નાની ઉમરમાં એટલે કે ફક્ત ૧૧ વર્ષની ઉમરમાં જ વિમલા સૈનીના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. કેટલાક વર્ષો સુધી વિમલા સૈનીના ઘર સંસાર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યા હતા. ત્યાં જ પતિનું મૃત્યુ થઈ ગયું અને ત્યારપછી પારિવારિક જમીનનો વિવાદની શરુઆત થાય છે. તેમ છતાં વિમલા સૈનીએ નિરાશ થયા વિના સંઘર્ષ કરતા રહ્યા અને આજે વિમલા સૈની કીરાડા ગામના સરપંચ બની ગયા છે. વિમલા સૈની દાદી બની ગયા પછી પણ તેઓ ટ્રેક્ટર લઈને ખેતરમાં ખેતી કરવા માટે જાય છે.

image source

નાની ઉમરમાં થઈ ગયા લગ્ન…

વિમલા સૈની આ વિષે જણાવતા કહે છે કે, વર્ષ ૧૯૭૭માં ફક્ત ૧૧ વર્ષની ઉમરમાં જ તેમના લગ્ન અગ્રોહા ક્ષેત્રના કીરાડા ગામના નિવાસી સજન સૈની સાથે કરાવી દેવામાં આવ્યા હતા. સજન સૈની અને વિમલા સૈનીને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. થોડાક વર્ષ પહેલા જ પતિના મૃત્યુ થઈ ગયા પછી પરિવારમાં જમીનનો વિવાદ શરુ થઈ ગયો અને આ વિવાદ કોર્ટમાં પહોચી જાય છે. પતિના મૃત્યુ પછી વિમલા સૈની પર પાંચ બાળકોના ઉછેરની જવાબદારી આવી ગઈ હતી. વિમલા સૈનીને પરિવારના અન્ય સભ્યો દ્વારા પણ હેરાન કરવામાં આવી જેના કારણે વિમલા સૈનીને સાસરી છોડીને પિયર પાછા ચાલ્યા ગયા. વિમલા સૈનીએ બધી જ મુશ્કેલીઓનો સામનો કર્યા પછી આજે વિમલા સૈની કીરાડા ગામના આદર્શ મહિલા સરપંચ બની ગયા છે.

ખેતરમાં કોઈ મજુર કામ કરવા તૈયાર હતું નહી…

image source

વિમલા સૈની પાસે રોજગારીનું સાધન એવું ખેતર પારિવારિક વિવાદોમાં સપડાયું હોવાના કારણે તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિ ખેતરમાં કામ કરવા તૈયાર થતું નહી. જેના લીધે વિમલા સૈનીને સૌથી પહેલા ટ્રેક્ટર ચલાવતા શીખ્યા અને જાતે જ ખેતરમાં જઈને ખેતી કરવા લાગે છે. શરુઆતના દિવસોમાં ગામના લોકોએ વિમલા સૈનીની મજાક પણ કરવા લાગ્યા હતા. તેમ છતાં વિમલા સૈનીએ લોકોની ચિંતા કર્યા વગર ખેતરમાં કામ કરવાનું ચાલુ જ રાખ્યું.

image source

ઉપરાંત વિમલા સૈની ખેતરમાં તૈયાર થયેલ પાકને યાર્ડમાં વેચવા માટે પણ જાતે જ લઈ જતા. હવે વિમલા સૈનીના બાળકો મોટા થઈ ગયા છે તો પણ વિમલા સૈની આજે પણ ખેતરમાં કામ કરવા જાય છે. વિમલા સૈનીના સંઘર્ષને જોઇને કીરાડા ગામના ગ્રામજનોએ વર્ષ ૨૦૧૦માં પહેલીવાર સરપંચ બની ગયા. વિમલા સૈનીએ ગામના સરપંચ તરીકેની બધી જ જવાબદારીઓ અને ગામની સમસ્યાઓનો પણ સુચારુરૂપે વાતચીત દ્વારા જ નિવારણ લાવે છે. જેના લીધે પોલીસ પાસે જવાની જરૂરિયાત પડતી નથી. વિમલા સૈનીના દીકરા અજય સૈની અને રવિશંકર સૈની પોતાની માતા વિષે જણાવતા કહે છે કે, તેમને પોતાની માતા પર ગર્વ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.