સુષ્મિતા સેનના ભાઇ-ભાભીએ કર્યું કંઇક એવું કે, જે જાણીને તમને પણ પહેલા લાગશે સોનો ઝાટકો

ઝઘડો ખતમ કરીને ફરીથી સાથે આવી ગયા છે. સુષ્મિતા સેનના ભાઈ અને ભાભી, અભિનેત્રીએ લખ્યું છે કે, મેં તમને ખુબ જ યાદ કર્યા.

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેમની પત્ની ચારુ અસોપાના લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીઓ આવી રહી હતી. લગ્ન થઈ ગયાના થોડાક મહિનાઓમાં જ બંનેની વચ્ચે તકરાર થવા લાગી હતી. અહિયાં સુધી આ તકરારનો ઉલ્લેખ મીડિયા સામે પણ કરવામાં આવ્યો છે કે, કેટલાક ઇન્ટરવ્યુઝ દરમિયાન બંનેએ પોતે કબુલ કર્યું છે કે, તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે. પરંતુ હવે બંનેના સંબંધોની બધી મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ છે. ખરેખરમાં રાજીવ સેન છેલ્લા કેટલાક દિવસોથી દિલ્લીમાં રહી રહ્યા હતા, તેઓ હવે પાછા પોતાની પત્ની ચારુ અસોપાની પાસે આવી ગયા છે.

image source

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ચારુ અસોપા હવે એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે અને સાથે જ ડ્રાઈવ પર પણ જાય છે. રાજીવ સેન અને ચારુ અસોપા બંનેએ પોતાની આ મુલાકાતની ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

ચારુ અસોપાએ પોતાના પતિ રાજીવ સેનને ગળે લગાવતા એક ફોટો શેર કરી છે અને લખ્યું છે કે, તમને મેં ખુબ જ યાદ કર્યા.

ત્યાં જ રાજીવ સેનએ ચારુ અસોપાની સાથે ફોટો શેર કરતા લખ્યું છે કે, હું પોતાની પત્નીને ખુબ જ પ્રેમ કરું છું.

 

View this post on Instagram

 

A post shared by Rajeev Sen (@rajeevsen9) on

રાજીવ સેન અને ચારુ અસોપા બંનેના મળવાથી ફેંસ પણ ખુબ જ ખુશ થઈ ગયા છે અને બંનેનો એકબીજા પ્રત્યે આવો જ પ્રેમ જાળવી રાખવાની સલાહ પણ આપી રહ્યા છે.

image source

આપને જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા જયારે ચારુ અસોપાને રાજીવ સેનની સાથે તકરાર લઈને પૂછવામાં આવ્યું હતું તો ચારુ અસોપાએ કહ્યું હતું કે, હું નથી જાણતી કે, અમે બંને સાથે છીએ કે પછી નહી. હું આ સમયે ફક્ત એટલું જ કહી શકું છું કે, રાજીવ સેન હાલમાં દિલ્લીમાં રહે છે અને હું અહિયાં મુંબઈમાં રહું છું.

image source

મારી પાસે પણ આટલી જ જાણકારી છે અમારા બંનેના રિલેશન વિષે જેટલી જાણકારી આપ લોકો જાણો છો. હું નથી જાણતી કે આવનાર ભવિષ્યમાં શું થશે. ભગવાન મને રસ્તો બતાવે. મેં હવે બધું ભગવાન પર જ છોડી દીધું છે. મને એવું લાગે છે કે, તકલીફ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. આપણે બધાને જિંદગીના ઉતાર- ચઢાવનો સામનો કરવો પડે છે. અમે સેલીબ્રીટી છીએ તો અમારા વિષે ઘણું બધું લખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span