આ ઈચ્છા પણ અધુરી રહી ગઈ, સુશાંત આ 3 ડિરેક્ટર સાથે કામ કરવા ચાહતો હતો.

સુશાંત ક્યારેય માત્ર બોલિવૂડ ફિલ્મો સુધી મર્યાદિત રહેવા નોહતો માંગતો. જો કે એ હમેશા ઈચ્છતો હતો કે તે હોલીવુડના દિગ્દર્શકો સાથે પણ ક્યારેક કામ કરે, જેની ફિલ્મોથી તે ખુબ જ પ્રભાવિત હતો.

image source

હાલમાં બોલીવુડના સ્ટાર સુશાંતસિંહ રાજપૂતની રહસ્યમય આત્મહત્યા પછી આખાય દેશ અને બોલીવુડમાં ખળભળાટ જોવા મળ્યો છે. બીજી તરફ બોલીવુડમાં ચાલતા ગૃપીજમ વિશે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ એ હદે છે કે ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયામાં પણ લોકો આનો વિરોધ કરી રહ્યા છે. કંગના રાણાવતે તો આ અંગે ખુલીને નિવેદન પણ આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

દેશના પ્રધાન મંત્રી અને અન્ય ઘણા સેલેબ્રેટીએ એમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, ખૂબ જ યુવાન અને પ્રતિભાશાળી અભિનેતાનું નિધન એ ફિલ્મ જગત માટે એક મોટું નુકસાન છે. ઉલ્લેખનીય છે કે સુશાંતને ફક્ત ફિલ્મો જ નહીં પણ એસ્ટ્રો ફિઝિક્સ, બિહેવિયરલ ઇકોનોમિક્સ, એસ્ટ્રોનોમી, ક્વોન્ટમ ફિઝિક્સ જેવા જટિલ વિષયોમાં પણ ઘણો રસ હતો. કદાચ આ જ કારણે ફિલ્મ જગતમાં તેઓ સૌથી તેજસ્વી સ્ટાર તરીકે પણ જાણીતા બન્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

બોલીવુડમાં એણે અનેક સફળ ફિલ્મો આપી છે. પણ અહીના ગૃપીઝમને કારણે તે માત્ર બોલિવૂડ સુધી મર્યાદિત રહેવા ઈચ્છતો ન હતો. તે બોલીવુડ સાથે હોલીવુડના દિગ્દર્શકો સાથે પણ કામ કરવા માંગતો હતો, જે ડાયરેક્ટરરની ફિલ્મોથી ખૂબ પ્રભાવિત થયો હતો.

લિજેન્ડરી ડાયરેક્ટર ક્રિસ નોલાનના કામથી પ્રભાવિત હતા સુશાંત

image source

સુશાંતે ચાર વર્ષ પહેલાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ હોલીવુડના જાણીતા ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાન સાથે પણ કામ કરવાની ઈચ્છા ધરાવે છે. એમણે કહ્યું હતું કે ‘જે પ્રકારે નોલનનો વસ્તુઓ જોવાનો દ્રષ્ટિકોણ છે, એ અદભુત છે. એમની દરેક ફિલ્મમાં એમની આ ખૂબીને જોઈ શકાય છે. હું એક વાર એમની કોઈ વિડીયો જોઈ રહ્યો હતો જેમાં તેઓ પોતાની ફિલ્મ મેમેંટોના સ્ક્રીનપ્લે વિશે વાત કરી રહ્યા હતા અને એ બહુ જ શાનદાર હતું. એણે મારા મગજને ખોલીને રાખી દીધું હતું. આ વિડીયો જોઇને મને અહેસાસ થયો હતો કે હું તો કાઈ જાણતો જ નથી હજુ.

સુશાંત માર્ટિન સ્કોર્સી અને વુડી એલનથી પણ પ્રભાવિત હતા

image source

આ સિવાય સુશાંત સિહે હોલીવુડના દિગ્ગજ દિગ્દર્શક માર્ટિન સ્કોર્સી સાથે કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. આપને જણાવી દઈએ કે આ ડીરેક્ટર ટેક્સી ડ્રાઈવર, ગુડફેલ્લાસ, શટર આઇલેન્ડ, ધ આઇરિશમેન જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચુક્યા છે. વધુમાં એમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ડિરેક્ટર વુડી એલન સાથે પણ કામ કરવા ઈચ્છે છે. જેમણે મેનહટન, એની હોલ, વિકી ક્રિસ્ટિના બાર્સેલોના જેવી ક્લાસિક ફિલ્મો બનાવી હતી.

image source

આવી અનેક ઈચ્છાઓને મનમાં લઈને સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે રહ્યા નથી. જો કે એમણે બનાવેલા ૫૦ સપનાઓનું લીસ્ટ પણ આમ જ રહી ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.