OMG! સુશાંતના કેસમાં ચોંકાવનારી વાત આવી સામે, એક્સ આસિસ્ટન્ટે કહ્યું કે, સારા અલી ખાન માટે સુશાંતે બૂક કર્યુ હતુ….

સુશાંત સિંહ કેસમાં સીબીઆઈના હાથમાં તપાસ ગયાની સાથે જ આ કેસમાં નવા નવા ધડાકા થઈ રહ્યા છે. પુછપરછ દરમિયાન એવી એવી હકીકતો સામે આવી રહી છે કે જેની કોઈએ કલ્પના પણ કરી ન હોય. અગાઉ ડ્રગ્સ મામલે નિવેદન આવ્યું હતું કે સુશાંતની બહેનોને આ અંગે ખબર હતી અને તે પણ આ પાર્ટીમાં આવતી. હવે એવી વાત સામે આવી છે કે પટૌડી પરીવારની લાડકી સારા અને સુશાંત વચ્ચે ખાસ રિલેશન હતા.

image source

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ચાલતી સીબીઆઈમાં છેલ્લા 4 દિવસમાં આ કેસ સંબંધિત જરૂરી પુછપરછ રિયા ચક્રવર્તી સાથે કરવામાં આવી હતી. આ તમામ ચર્ચા વચ્ચે સુશાંત અને સારા અલી ખાનની બેન્કોક ટ્રીપ ખૂબ ચર્ચામાં આવી ગઈ છે. વાત ટ્રીપ સુધી નથી અટકતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને પોતાના સંબંધો દુનિયાથી છુપાવતા હતા.

image source

એક મુલાકાત દરમિયાન સુશાંતના પૂર્વ આસિસ્ટન્ટ સાબિર એહમદે આ ટ્રીપ અંગે ચર્ચા કરી હતી. આ સિવાય રિયા ચક્રવર્તીએ પણ સુશાંતની આ ટ્રીપ વિશે કહ્યું હતું. તેણીએ કહ્યું હતું કે તે ટ્રીપમાં સુશાંતના મિત્રો ગયા હતા અને સુશાંતે તેમના મિત્રો પાછળ 70 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

જો કે બોલિવૂડની ગલીઓમાં ચાલતી ગપશપ અનુસાર આ આખી ટ્રીપ સારા અલી ખાન માટે જ પ્લાન કરવામાં આવી હતી. આ ટ્રીપ પર સુશાંત સાથે કુશાલ ઝવેરી, સિદ્ધાર્થ ગુપ્તા, અબ્બાસ, મુશ્તાક અને સાબિર અહેમદ ગયા હતા. વાત એવી પણ સામે આવી છે કે આ ટ્રીપ માટે સુશાંતે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું તે પણ ખાસ સારા માટે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સુશાંત અને સારા અલી ખાન એકબીજાને પસંદ કરતા હતા અને સાથે ફરવા માટે ગયા હતા. આ વાત સામે ન રીતે ટ્રીપ પ્લાન થઈ હતી. ચર્ચા એવી પણ છે કે સારા અલી ખાનને એરપોર્ટ પર રિલીવ સેમુઅલે કરી હતી. આ ટ્રીપ પર સુશાંત અને સારા એક ટાપુની ફાઈવસ્ટાર હોટલના ભવ્ય રુમમાં રોકાયા હતા.

image source

સુશાંતના મિત્રો ફરવાની મજા કરતાં હતા જ્યારે સુશાંત અને સારા એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા હતા. સુશાંત અને સારા ડિસેમ્બર 2018માં ન્યુયર માટે થાયલેન્ડ ગયા હતા. જો કે આ અંગે સારા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span