સુશાંત સિંહ રાજપૂત પરિવાર સાથે હતો ત્યારે રહેતો ખુશ, ફરી એક વીડિયો આવ્યો સામે

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અવારનવાર તેના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તેવામાં હવે સુશાંતને યાદ કરી અને તેના જીજાજી કીર્તિએ એક વીડિયો શેર કર્યો ચે. આ વીડિયો સુશાંતની બહેનના લગ્નનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સુશાંત તેની બહેન અને પિતા સાથે સ્ટેજ પર જાય છે. બહેનને સુશાંત ગળે લગાડે છે અને આ તકે સુશાંત ખુબ જ ખુશ દેખાય છે. આ સમયે સુશાંત યંગ હતો.

વિશાલએ આ વીડિયો શેર કરી અને જણાવ્યું કે 2019માં સુશાંતના જીવનમાં જ્યારે રિયાની એન્ટ્રી થઈ ત્યારબાદ તેની સાથેનો નિયમિત કોન્ટેક્ટ તુટી ગયો. એટલે કે તેણે પણ આડકતરી રીતે કહ્યું કે રિયાના સંપર્કમાં આવ્યા બાદ સુશાંતે તેના પરિવાર સાથે કોન્ટેક્ટ ઓછો કરી દીધો હતો. વિશાલે લોકોને એ વાતની અપીલ પણ કરી છે કે સુશાંતના મોત વિશે જાણવા માટે તેનો કોઈ સંપર્ક કરે નહીં. તે અને તેના પરીવારના લોકો પણ સત્ય સામે આવે તેની રાહ જોઈ રહ્યા છે.

image source

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈ શનિવારે સુશાંત સિંહના બાંદ્રા સ્થિત ઘરે ગઈ હતી અને 14 તારીખનો સીન રિક્રિએટ કર્યો હતો. તપાસ એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે ટીમ એ તપાસ કરી રહી છે કે જે રીતે જણાવાયું તે રીતે આત્મહત્યા શક્ય છે કે નહીં. આ કેસમાં ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજ ફરીથી પહોંચ્યા હતા.

image source

સીબીઆઈની ટીમ કૂપર હોસ્પિટલે પણ ગઈ હતી. જ્યાં દિવંગત અભિનેતાનું પોસ્ટમોર્ટમ થયું હતું. સીબીઆઈની ટીમને પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે સુશાંતનું મોત પોસ્ટમોર્ટમ કર્યાની 10થી 12 કલાક પહેલા થયું હતું. રિપોર્ટ અનુસાર સુશાંતનું નિધન 14 જૂને રાત્રે 11.30 કલાકે થયું હતું.

image source

અટોપ્સી રિપોર્ટમાં સુશાંતના મૃત્યુનો સમય નથી લખવામાં આવ્યો. હવે એઈમ્સ હોસ્પિટલના ડોક્ટર્સની 4 સભ્યની ટીમ આ રિપોર્ટ પર પોતાનો મત વ્યક્ત કરશે. સુશાંતનું પોસ્ટમોર્ટમ કૂપર હોસ્પિટલમાં થયું હતું અને મુંબઈ પોલીસે ડોક્ટર્સે એક્ટરના મોતનો સમય પુછ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span