સુશાંતની સાથી અભિનેત્રીનો વિડિઓ વાયરલ, યાદ કર્યા શૂટિંગના દિવસો…

કોઈ પણ ગોડફાધર સિવાય અભિનયની દુનિયામાં પોતાનો પગ જમાવનાર સુશાંત સિંહ રાજપૂતે પોતાના અભિનય દ્વારા એક વિશાળ ચાહક વર્ગ ઉભો કર્યો છે. આટલું જ ઓછું હોય તેમ દેશની લાખો યુવતી આ હેન્ડસમ યુવા અભિનેતાની દીવાની છે.

IMAGE SOURCE

સુશાંત ભલેને હવે દુનિયામાં ન રહ્યા હોય, પણ એક વખત હજુ એ એમના ફેન્સ સામે મોટા પડદા પર જોવા મળશે. કારણ કે કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગતા પહેલા ૮ મેના દિવસે રિલીજ થનારી એમની ફિલ્મ ‘દિલ બેચારા’ હજુ અટકેલી છે. જો કે એ હવે OTT પ્લેટફોર્મ પર રિલીજ થઇ શકે છે.

હું હમેશા તમારી આભારી રહીશ

 

View this post on Instagram

 

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on

બોલીવુડ અને ટેલીવીઝન ઇન્ડસ્ટ્રીના અનેક લોકો તેને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, ત્યારે ફિલ્મમાં એમના વિરોધી રોલમાં જોવા મળનારી એક્ટ્રેસ સાંજના સંઘી પણ એમને યાદ કરીને રડી પડી હતી. સંજનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરતા એની સાથે જણાવ્યું હતું કે ‘હજુ તો ઘણું બાકી હતું સુશાંત, તમે ઓછા સમયમાં મને ઘણું બધું શીખવ્યું છે અને યાદો આપી છે. આ માટે હું હમેશા તમારી આભારી રહીશ. The Fault In Our Stars’

વેબ પેજને મેં ૧૦૦ વખત રીફ્રેશ કર્યું હતું

IMAGE SOURCE

સંજનાએ જણાવ્યું હતું કે, ‘જ્યારે મેં આ ન્યુઝ વાંચ્યા ત્યારે વેબ પેજને મેં ૧૦૦ વખત રીફ્રેશ કર્યું હતું. મને આશા હતી કે, હું આ ખુબ જ ખરાબ પ્રકારની મજાક વાંચી રહી છું. હું અત્યારે મારી ભાવનાઓ વ્યક્ત કરી શકું એટલી સક્ષમ તો નથી. હું કાઈ બોલી શકું તેમ પણ નથી, પણ પ્રયાસ કરી રહી છું.’

આ ફિલ્મ તારી સૌથી સારી ફિલ્મ છે

અભિનેત્રીએ લખ્યું હતું કે, ‘છેલ્લા બે વર્ષમાં ફિલ્મે ઘણી મુશ્કેલીઓ જોઈ છે અને હવે જો ને આપણે ફાઈનલી આપણી પહેલી ફિલ્મ અથવા મારી પહેલી ફિલ્મ જોવાના હતા. તે મને એમ પણ કહ્યું હતું કે, આ ફિલ્મ તારી સૌથી સારી ફિલ્મ છે. ૧૬ કલાકના શુટિંગ દરમિયાન તે જ મને જણાવ્યું હતું કે, આ રોલ ભજવીને તને કેટલી ખુશી થઇ રહી છે. હું એટલી ના સમજ હતી કે, તે કહેલા શબ્દોને ઊંડાણથી સમજી શકી નહિ’.

તું મારા માટે એક તાકાત હતો મૈની

IMAGE SOURCE

દિલ બેચાર ફિલ્મની શુટિંગના દિવસોને યાદ કરતા સંજનાએ લખ્યું હતું કે, ‘ફિલ્મ દરમિયાન સલાહ સૂચન આપવા બદલ, સેટ પર મારી એનર્જી બચાવવા વિશે કહેવા બદલ અને નાનામાં નાની બારીકાઈ પર ચર્ચા કરવા બદલ હું દિલથી તારો આભાર માનું છું. તું મારા માટે એક તાકાત હતો મૈની… અને હમેશા રહીશ’.

આ ફિલ્મ પણ OTT પ્લેટફોર્મ પર રિલીજ થશે

 

View this post on Instagram

 

A post shared by Dil Bechara! (@dilbecharaofficial) on

ઉલ્લેખનીય છે કે આત્મહત્યાના કિસ્સા પહેલાથી જ સુશાંત સિંહ પોતાની આવનારી ફિલ્મ ‘દિલ બેચારા’ને લઈને ચર્ચામાં હતો. આ ફિલ્મ જો કે આમ તો 8 મેના દિવસે રિલીજ થવાની હતી. પણ, હવે તેને OTT પ્લેટફોર્મ પર રિલીજ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ ફિલ્મમાં સુશાંત અને સંજનાની ફ્રેશ જોડી જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.