અંકિતા લોખંડેને સુશાંત એક સમયે લઈ ગયો હતો ધોનીની દીકરી જીવાને રમાડવા માટે અને પછી…પુરાવા તરીકે જોઇ લો આ તસવીરો

સુશાંત અને અંકિતા

૧૪ જુન, ૨૦૨૦ રવિવારના રોજ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવી દીધું છે આ સમાચાર સાંભળીને બોલીવુડના બધા જ સ્ટાર્સ અને સુશાંત સિંહ રાજપુતના ફેંસ પણ આ ખબરથી સ્તબ્ધ રહી ગયા છે. સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ થઈ ગયા પછી સુશાંતના ઘણા બધા ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

image source

સુશાંત સિંહ રાજપૂતએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ની તૈયારી દરમિયાન સુશાંત સિંહ રાજપૂતને એમ. એસ. ધોની તરફથી અત્યંત પ્રેમ મળ્યો છે. ફિલ્મ ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ની તૈયારી દરમિયાન સુશાંતએ મહેન્દ્ર સિંહ ધોનીના પરિવારના સભ્યો સાથે ઘણો સારો સમય વિતાવ્યો હતો.

image source

ફિલ્મ ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ ની તૈયારી દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા સાથે રમતા રમતા ઘણો સારો સમય વિતાવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત એકવાર પોતાની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા ધોની સાથે મુલાકાત કરાવવા માટે લઈ ગયા હતા.

image source

સુશાંત સિંહ રાજપૂત જયારે અંકિતા લોખંડેને મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા ધોનીને મળવા માટે લઈને જાય તે સમયે જીવા ધોની ખુબ જ નાની હતી લગભગ કેટલાક મહિનાઓની જ બાળકી હતી. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જીવા ધોની અને અંકિતા લોખંડેના ફોટો વાયરલ થઈ રહ્યા જેમાં જીવા અંકિતાના ખોળામાં હોય છે અને અંકિતાના ખભા પર માથું રાખીને જોવા મળી રહી છે.

image source

ફિલ્મ ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ની તૈયારી દરમિયાન જીવા અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે ઘણું સારું બોન્ડીંગ બની ગયું હતું. તે સમયે જીવા સુશાંત સિંહ રાજપૂત સાથે ઘણી મસ્તી કરતી હતી.

image source

હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુશાંત સિંહ રાજપૂત અને જીવા ધોનીના એકબીજા સાથે રમતા ફોટોસ વાયરલ થઈ રહ્યા છે. ફિલ્મ ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ સુશાંત સિંહ રાજપુતના ફિલ્મી કરિયરની સૌથી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મથી સુશાંત સિંહ રાજપૂતએ હવે પોતાની ઓળખ મેળવવામાં સફળ રહ્યા હતા.

image source

ફિલ્મ ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ના પ્રમોશન કરવા માટે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ સામેલ થઈ ગયા હતા. સુશાંત સિંહ રાજપૂતએ ફિલ્મ ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ માટે ઘણી મહેનત કરી હતી જેના પરિણામ સ્વરૂપ સુશાંતને બેટિંગ કરતા જોઇને દર્શકો અચરજ પામી ગયા કે, આ ખરેખરમાં મહેન્દ્ર સિંહ ધોની જ છે કે શું.?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.