સુશાંત સ્યુસાઇડ કેસ: મૃત્યુ બાદ સુશાંતના ઇન્સ્ટાગ્રામના વધ્યા અધધધ..ફોલોઅર્સ, જે જાણીને તમને પણ થશે આશ્વર્ય

સુશાંત સિંહ રાજપૂત

ટીવી ઇન્ડસ્ટ્રીના સફળ અભિનેતા તરીકે અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની મહેનતના બળે આગળ આવનાર સુશાંત સિંહ રાજપૂતએ તા. ૧૪ જુન, ૨૦૨૦ રવિવારના રોજ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

image source

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ફેંસ હજી તેની આત્મહત્યાના આઘાત માંથી હજી બહાર નથી આવી શક્યા અને હજી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા બધા ઈમોશનલ મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિષે કેટલીક એવી બાબતો પણ સામે આવી છે.

image source

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિષે કેટલીક બાબતો સામે આવી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ થયા પહેલા સુશાંત સિંહ રાજપુતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અંદાજીત ૯ મીલીયન (૯૦ લાખ) ફોલોઅર્સ ધરાવતા હતા.

image source

પરંતુ ૧૪ જુન, ૨૦૨૦ રવિવારના રોજ જયારે સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ થઈ ગયા પછી સુશાંત સિંહ રાજપૂતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા અત્યાર સુધીમાં વધારો થઈને ૧૪ મીલીયન (૧ કરોડ ૪૦ લાખ) જેટલા ફોલોઅર્સ થઈ ગયા છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ થઈ ગયા પછી અંદાજીત ૫ મીલીયન એટલે કે, ૫૦ લાખ જેટલા ફોલોઅર્સનો વધારો થઈ ગયો છે. આમ સુશાંત સિંહ રાજપૂતની ફેન ફોલોઈંગમાં હજી પણ વધારો જ થતો જઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

ખાસ વાત એ છે કે, સુશાંત સિંહ રાજપૂત દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છેલ્લી પોસ્ટ પોતાની સ્વર્ગીય માતાને યાદ કરતા લખી હતી. સુશાંત સિંહ રાજપૂત દ્વારા આ પોસ્ટને ૩ જુન, ૨૦૨૦ના રોજ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. ત્યાર પછી સુશાંત સિંહ રાજપૂતએ ૧૪ જુન, ૨૦૨૦ રવિવારના રોજ સવારના સમયે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

image source

બોલીવુડની કેટલાક સ્ટાર્સ અને ફેંસ દ્વારા આરોપ ;લગાવવામાં આવ્યો છે કે, સુશાંત સિંહ રાજપૂત બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં નેપોટીઝમ અને ગૃપીઝ્મનો શિકાર થઈ ગયા હતા. જેના કારણે સુશાંત સિંહ રાજપૂત અત્યંત નિરાશ થઈ જાય છે અને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, હવે મુંબઈ પોલીસ દ્વારા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને આ બાબતે ઘણા બધા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.