સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરમાંથી ભાડાના ઘરમાં થયો શિફ્ટ, જાણો ભાડું…

સુશાંત 6 મહિના પહેલા બાંદ્રાના ઘરે શિફ્ટ થયો હતો, ભાડુ જાણીને તમને આંચકો લાગશે.

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ ગઈ કાલે તારીખ 14 જુનના રોજ મુંબઈમાં તેમના ઘરે ફાંસી લગાવી. આ અચાનક સમાચારે સુશાંતના ચાહકોને દેશભરમાં આશ્ચર્યચકિત કરી દીધું છે.

IMAGE SOURCE

આ મામલાની તપાસ માટે મુંબઇ પોલીસની એક ટીમ તેના નિવાસસ્થાને પહોંચી હતી અને ડીસીપી અભિષેક ત્રિમુખેએ જણાવ્યું હતું કે પ્રથમ નજરમાં આ મામલો આત્મહત્યાનો છે. ઘટના સ્થળેથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.

એક સમયે મુંબઈના મલાડમાં 2BHK અપાર્ટમેન્ટમાં રહેતા સુશાંતે 2015માં પાલી હિલમાં એક પેન્ટહાઉસ ખરીદ્યું હતું. તેણે 20 કરોડમાં આ પેન્ટ હાઉસ ખરીદ્યું હતું. સુશાંત પોતાના ઘરના લિવિંગ રૂમને ટ્રાવેલિંગ રૂમ કહેતો હતો. તેણે ઘરની દીવાલો પર પેઈન્ટિંગ્સથી લઈ એન્ટિક આઈટમ લગાવીને રાખી હતી. સુશાંતના ઘરમાં એક મોટું ટેલિસ્કોપ હતું, જેને તે ટાઈમ મશીન કહેતો હતો. તે અલગ અલગ ગ્રહો તથા ગેલેક્સીને ઘરમાં બેસીને જોતો હતો.

IMAGE SOURCE

સુશાંતે ‘એમ એસ ધોની’ તથા ‘કેદારનાથ’ જેવી હિટ ફિલ્મ આપી હતી. ‘પીકે’માં પણ તેણે કામ કર્યું હતું. હાલમાં સુશાંત પાંચથી સાત કરોડ રૂપિયા ફી લેતો હતો. ફિલ્મ ઉપરાંત તે જાહેરાત તથા સ્ટેજ શોમાં કામ કર્યું હતું.

સુશાંતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્ટ્રગલના દિવસોમાં તે છ લોકોની સાથે રૂમ શૅર કર્યો હતો. આ સમય દરમિયાન તેને એક નાટકમાં કામ કરવાના 250 રૂપિયા મળ્યાં હતાં. એક સમયે તે એક્સ્ટ્રા ડાન્સર તરીકે કામ કરતો હતો.

IMAGE SOURCE

ડીસીપી અભિષેક ત્રિમુખે કહે છે, “સુશાંત સિંહ રાજપૂતના ઘરેથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, અમે પોસ્ટમાર્ટ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.” સુશાંતની બહેન અને મિત્ર મુંબઈની કૂપર હોસ્પિટલ પહોંચી છે. સુશાંત સિંહ રાજપૂતનો આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે (સોમવાર, 15 જૂન). આ સમયે તેના પિતા અને પરિવારજનો મુંબઇ આવવાની રાહ જોઇ રહ્યા છે. સુશાંતના અંતિમ સંસ્કારમાં કોરોના વાયરસને કારણે નજીકના લોકો જ ભાગ લેશે.

IMAGE SOURCE

અહેવાલો અનુસાર, જ્યારે સુશાંતના રૂમનો દરવાજો તૂટી ગયો હતો, ત્યારે તે ઓરડામાં નાસથી લટકતો મળી આવ્યો હતો. ત્યારબાદ નોકરે પોલીસને બોલાવી તેમની જાણ કરી. પોલીસના જણાવ્યા અનુસાર સુશાંતસિંહ રાજપૂતે તેના રૂમમાં લીલા રંગના કપડા વડે ફાંસી લગાવી હતી, જેનાથી તેણે આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે, જ્યાં ટૂંક સમયમાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

IMAGE SOURCE

સુશાંતના મૃત્યુના સમાચાર આવતાની સાથે જ આખું બોલિવૂડ અને તેના ચાહકો આવી ગયા હતા. ભીડ સોસાયટીની બહાર એકત્રિત થઈ હતી જ્યાં સુશાંત બાંદ્રામાં રહેતો હતો. ઘણા કલાકારો, રાજકારણીઓ અને ચાહકો સોશિયલ મીડિયા દ્વારા સુશાંતને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે તેના પૂર્વ મેનેજર 28 વર્ષીય દિશા સલિયન 8 મી જૂને મલાડની એક બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી.

IMAGE SOURCE

અહેવાલો અનુસાર, તે સ્ટ્રેસમાં હતો અને ઘણા મહિનાઓથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો. સુશાંત બાન્દ્રામાં 6 મહિના પહેલા શિફ્ટ થયો હતો અને તેનું ભાડુ એક મહિનામાં 4.55 લાખ રૂપિયા હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.