સુશાંતના ફેને બનાવેલુ આ પેઇન્ટિંગ જોઇને તમને પણ આવી જશે સુશાંતની યાદ
સુશાંત સિંહના નિધનના સંચાર આવતા જ એમના ફેનમાં ગણો ઘેરો આઘાત જોવા મળી રહ્યો છે. પાછળના ઘણા સમયથી લોકો એમની સાથે જોડાયેલી યાદોને સોશિયલ મીડિયામાં વહેચી રહ્યા છે. આવા સમયે સુશાંતના કોઈ ફેન દ્વારા એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે.

જોત જોતામાં આ તસ્વીર દરેક સોશિયલ મીડિયામાં શેર થવા લાગી છે. પોલીસ તપાસ અને એમની યાદોનું વાતાવરણ હજુય સોશિયલ મીડિયામાં યથાવત રહ્યું છે, ત્યારે આવા સમયે આ તસ્વીરે પણ સોશિયલ મીડિયામાં પોતાની એક અલગ જ છાપ છોડી છે. આ પેન્ટિંગને જોઇને તમારું દિલ પણ ખળભળી ઉઠશે. એ વેદના અનુભવી શકાશે જે કદાચ એક બાળક પોતાની માના અભાવે અનુભવતું હોય છે.

માતાના ખોળામાં જ શાંતિ મળે છે
આ પેન્ટિંગ સુશાંતના કોઈ ચાહક દ્વારા બનાવવામાં આવી છે અને એને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે. આ તસ્વીરમાં સુશાંત પોતાની માતાના ખોળામાં માથું મુકીને સુઈ રહ્યા હોય એવું જણાય છે. આ તસ્વીર ઈંસ્ટાગ્રામમાં શેર કરવામાં આવી છે. આ તસ્વીર પોસ્ટ કરતા એમણે લખ્યું છે કે, ‘જયારે બધું જ વિખેરાઈ જવા લાગે છે, ત્યારે મને મારી માતાના ખોળામાં જ શાંતિ મળે છે. મારા દ્વારા સુશાંત માટે બનાવવામાં આવતી આ છેલ્લી તસ્વીર છે. RIP’
View this post on Instagram
પ્રેમથી ચાહકોને ધન્યવાદ પણ આપ્યા
આપને જણાવી દઈએ કે સુશાંતની મૃત્યુ પછી એમની ફેમીલી દ્વારા એક નોટ લખીને શેર કરવામાં આવી છે. આ નોટમાં સુશાંત વિશે લખવામાં આવ્યું છે કે તેઓ કેટલા ઉત્સાહી, વાતચીત કરનારા અને અવિશ્વનીય વ્યક્તિ હતા. તેઓ દરેક વસ્તુ માટે ખુબ જ જિજ્ઞાસુ હતા. એ સપના જોતા હતા અને એને પુરા કરવા મહેનત પણ કરતા હતા.

એમના હાસ્યમાં એક ઉદારતા જોવા મળતી હતી, તેમજ પરિવાર માટે તેઓ ગર્વ અને મોટીવેશન સ્વરૂપ હતા. અમે હજુ પણ એ સ્વીકાર નથી કરી શકતા હે હવે અમે ક્યારેય સુશાંતના હાસ્યને સાંભળી શકીશું નહિ. એમના નુકશાને પરિવારમાં હંમેશા માટે એક ખાલીપણું કરી દીધું છે જે ક્યારેય નહિ ભરાય. આ સાથે જ આ નોટમાં એટલા જ પ્રેમથી ચાહકોને ધન્યવાદ પણ આપ્યા હતા.

બોલીવુડમાં નેપોટીઝમ અને ગૃપીઝમ

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત એ ૧૪ જુનના દિવસે પોતાના બાંદ્રાના ઘરમાં જ ફાંસી લગાડીને આત્મહત્યા કરી હતી. એમના નિધન પછીથી બોલીવુડમાં નેપોટીઝમ અને ગૃપીઝમને લઈને જંગ જામી ગઈ છે. પોલીસ પણ અભિનેતાના મૃત્યુ પછી આ બાબતે તપાસ કરી રહી છે, અને અત્યાર સુધી આ અંગે અનેક લોકોના નિવેદનો નોધી ચુકી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.