સુશાંત બાળપણમાં હતો સુપર કયૂટ, આ 10 અલગ-અલગ તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો મિસ યુ સુશાંત!
બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અવસાન બાદ દરેક વ્યક્તિ ખૂબ જ દુઃખી છે. હવે લોકો તેના જૂના અને દુર્લભ ફોટા જોઇને તેને યાદ કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની લવ લાઇફની વાત કરવામાં આવે તો તેના જીવનમાં ૩ ખાસ યુવતીઓ આવી. તેમાં તેમની “પવિત્ર રિશતા” કો-સ્ટાર અંકિતા લોખંડે પહેલી ગર્લફ્રેન્ડ હતી. ત્યારબાદ તેમના જીવનમાં કૃતિ સેનન અને એ બાદ રીયા ચક્રવર્તી પણ આવી. આ બંને તેમની કથિત ગર્લફ્રેન્ડ છે. તેવામાં આજે અમે તમને સુશાંતની પહેલી બે પ્રેમિકાઓ સાથેનો એક દુર્લભ ફોટો બતાવવા જઈ રહ્યા છીએ.
જ્યારે સુશાંત, અંકિતા અને કૃતિ એકસાથે મળ્યા ગળે

આ ફોટો ત્યારનો છે જ્યારે સુશાંત અને કૃતિ પોતાની ફિલ્મ “રાબતા” કરી રહ્યા હતા. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ વખતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.આ તસવીરમાં સુશાંત, કૃતિ અને અંકિતા ત્રણેય એક સાથે ખુશી ખુશી ગળે મળી રહ્યા છે. ફોટોમાં સુશાંતનાં ચહેરા પર ખુશી સાતમા આસમાન પર હોય તેવું જણાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે સુશાંતનાં અંતિમ સંસ્કારમાં કૃતિ અને અંકિતા બંને સામેલ થયા હતા. સુશાંતનાં મિત્રોના કહેવા અનુસાર જો અંકિતા સાથે તેમનું બ્રેક-અપ થયું ન હોત તો કદાચ આજે સુશાંત જીવતો હોત. તેમના મનોચિકિત્સકે પણ પોલીસને જણાવ્યું હતું કે સુશાંતને અંકિતા સાથેના બ્રેક અપનો ઘણો જ પસ્તાવો થઈ રહ્યો હતો.
સુશાંતનો છેલ્લો જન્મદિવસ

આ ફોટો સુશાંતનાં છેલ્લા જન્મદિવસ 21 જાન્યુઆરી, 2020નો છે. જન્મદિવસ નિમિતે તેમણે પોતાના ઘર પર પૂજા અને ભજન રાખ્યા હતા. જેમાં તેઓ ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે.
અંકિતા સાથેની પ્રેમભરી ક્ષણો.

આ અંકિતા અને સુશાંતનો ખૂબ જ જૂનો ફોટો છે. તેમાં તેઓ એક નાનકડા બાળકને લાડ કરતા દેખાઈ રહ્યા છે. આ ફોટો હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
ગામડામાં સુશાંત

આ ફોટો ત્યારનો છે જ્યારે સુશાંત પોતાના પરિવારની સાથે પોતાના ગામડામાં ગયા હતા. આ ફોટોને પણ હાલના દિવસોમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફોટામાં તેમનો સિમ્પલ અને ડાઉન ટુ અર્થ સ્વભાવ નજરે પડી રહ્યો છે.
બાળપણથી કોલેજ

આ સુશાંતનાં બાળપણથી લઈને કોલેજ સુધી ફોટાઓમાંના અમુક ફોટા છે. જેમાં તમે જોઈ શકો છો કે સુશાંત કેટલો હસમુખ વ્યક્તિ હતો.
બોલીવુડ ની યાદો

બોલિવૂડમાં સુશાંતનુ સફર કેવું રહ્યું તે આ ફોટામાં જોઇ શકાય છે.
છેલ્લી ફિલ્મ

આ ફોટોમાં સુશાંત અભિનેત્રી સંજના સિંઘ સાથે દેખાઈ રહ્યો છે. આ સુશાંતની છેલ્લી ફિલ્મ “દિલ બિચારા” નાં શૂટિંગ દરમિયાનનો ફોટો છે. આ ફિલ્મ પહેલા ૮ મે ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે લોકડાઉનને કારણે ૧૪ જુલાઈનાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.
બહેનોનો પ્રેમ

સુશાંત ચાર બહેનોનો એક જ ભાઈ હતો. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ઘરમાં સૌથી નાના અને એકલા યુવક હોવાને કારણે તેમને ખૂબ જ લાડ-પ્રેમ મળ્યો છે.
ક્યૂટ બાળક

આ સુશાંત ના બાળપણનો ફોટો છે. જેમાં તેમના વાળ હંમેશાની જેમ લાંબા છે અને ચહેરા પર એક નાનું સ્મિત છે. આ ફોટામાં તેઓ ખૂબ જ ક્યુટ લાગે રહ્યા છે.
જય ભોલેનાથ

આ “કેદારનાથ” ફિલ્મના શૂટિંગ સમયનો ફોટો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.