આત્મહત્યા પહેલા સુશાંતે પોતાને ગુગલ કર્યા હતા? મોબાઈલનો ફોરેનસિક રિપોર્ટ આવ્યો સામે

આત્મહત્યા પહેલાં સુષાંતે પોતાને ગુગલ કર્યા હતા ? મોબાઈલનો ફોરેનસિક રિપોર્ટ આવ્યો સામે

બોલીવૂડના અત્યંત પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી જ સોશલ મિડિયા પર તેમના મૃત્યુ બાબતે લોકો વિવિધ જાતની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક લોકો સુશાંતની આત્મહત્યા પાછળ તેના ડિપ્રેશનને જવાબદાર માને છે તો વળી બોલીવૂડમાં પણ સુશાંતની આત્મહત્યાને લઈને ઘણી શંકા આશંકાઓ થઈ રહી છે.

image source

કેટલાક બોલીવૂડ સેલેબ્રીટીઝ સુશાંતના આ પગલાં પાછળ બોલીવૂડમાં ફેલાયેલા નેપોટિઝમને એટલે કે સગાવાદને જવાબદાર માને છે. જોકે મુંબઈ પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે અને એક્ટર સાથે જોડાયેલા 26 લેકોની સાથે પૂછપરછ થઈ રહી છે.

image source

એક્ટરના મૃત્યુને લઈને પોલીસ હજુ સુધી સુશાંત સિંહ રાજપૂતના મેનેજર, ક્રિએટિવ મેનેજર, તેમની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેમના નોકરોની પૂછપરછ કરી ચૂકી છે. આ દરમિયાન એ વાત સામે આવી રહી છે કે સુશાંત સિંહ રાજપૂત પોતાની મૃત્યુના થોડા સમય પહેલા પોતાને જ ગુગલ પર સર્ચ કરી રહ્યા હતા.

image source

મળેલા અહેવાલ પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા પહેલાં પોતાને ગૂગલ પર સર્ચ કર્યા હતા, પોતાના વિષેના કેટલાક આર્ટિકલ્સ પણ વાંચ્યા હતા. એક અહેવાલ પ્રમાણે, એક્ટરના મોબાઈલની ફોરેન્સિક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે સુસાઈડના થોડા સમય પહેલાં સુશાંત પોતાને ગુગલ પર સર્ચ કરી રહ્યા હતા અને પોતાના વિષે કેટલાક આર્ટિકલ્સ પણ વાંચ્યા હતા.

image source

તેના પરથી એ વાત સામે આવી છે કે સુશાંત પોતાની ફિલ્મી કેરિયર, અને ઇમેજને લઈને ઘણા ચિંતિત હતા. તેવામાં પોલીસની તપાસ મહત્ત્વની સાબિત થઈ શકે છે, કારણ કે હજુ સુધી સુશાંતની આત્મહત્યા પાછળ ડિપ્રેશનને જ જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે.

image source

સુશાંતના મોબાઈલના પ્રથમ ફોરેસન્સિક અહેવાલ પ્રમાણે તે સુસાઈડ પહેલા લગભગ 10 વાગે ગુગલ પર પોતાની જાતને સર્ચ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 14મી જૂને પોતાના મુંબઈમાં આવેલા બાંદ્રા ખાતેના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી.

image source

હાલ તેમની સાથે જોડાયેલા લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે અને તે દ્વારા જાણવા મળ્યું છે કે સુશાંત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં જીવી રહ્યા હતા. જેના માટે તે ડોક્ટરને પણ મળ્યા હતા. સુશાંતના નજીકના મિત્ર અને ક્રિએટિવ મેનેજર સિદ્ધાંત પિઠાનીએ પણ પોતાના નિવેદનમાં ડીપ્રેશનની વાત કહી હતી.

image source

સુશાંતના મૃત્યુ બાદ અત્યાર સુધીમાં પોલીસે એક્ટર સાથે જોડાયેલા કુલ 26 લોકોની પુછપરછ કરી છે, જેમાંથી એક તેની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, મિત્ર મહેશ શેટ્ટીથી લઈને તેમનો મેનેજમેન્ટ સ્ટાફ અને નોકરોનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ બધા જ લોકો સાથે સુશાંતની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિષે પ્રશ્નો કર્યા હતા. પોલીસ આ કેસને દરેક એંગલથી તપાસી રહી છે જેથી કરીને સુશાંતની આત્મહત્યા પાછળનું સાચું અને સચોટ કારણ જાણી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.