બ્રહ્માંડની આ વસ્તુ ખરીદીને સુશાંતના આ ફેને આપી અનોખી શ્રદ્ધાંજલી, જે જાણીને તમે પણ થઇ જશો આ ફેન પર ફિદા

આને કહેવા શ્રદ્ધાંજલી – ફેને સુશાંતને આપી અનોખી શ્રદ્ધાંજલી – તમે પણ થઈ જશો સુશાંતના આ ફેન પર ફીદા

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂના મૃત્યુને 21 દિવસ પસાર થઈ ગયા. પણ હજુ સુધી તેમને કોઈ ભૂલી નથી શકતું. સુશાંતના ફેન્સ તેને રહી રહીને યાદ કરી રહ્યા છે. સુશાંતના ફેન્સ તેમને અલગ-અલગ રીતે શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. તાજેતરમાં જ સુશાંતના એક ફેને તેમને એક તદ્દ્ન અનોખી રીતે ટ્રિબ્યુટ આપ્યું છે. આ ફેને સુશાંતના નામનો એક તારો રજીસ્ટર્ડ કરાવ્યો છે એમ કહીએ કે તેને ખરીદી લીધો છે.

image source

નાનપણમાં આપણા દાદાદાદી કે માતાપિતા દ્વારા જ્યારે આપણે તેમને કોઈના મૃત્યુ પર પ્રશ્ન પુછ્યે કે તે વ્યક્તિ ક્યાં ગઈ છે ત્યારે તેઓ હંમેશા આપણને આકાશમાંના કોઈ તારા તરફ આંગળી ચીંધીને કહેતા કે તેઓ તારો બની ગયા છે. અને આપણે આજે પણ જ્યારે તારા સામે જોઈએ છીએ ત્યારે તે વાત યાદ આવતી જ હોય છે. પણ હવે હકીકતમાં એક ફેને સુશાંતના નામનો તારો ખરીદી લીધો છે અને તેને શ્રદ્ધાંજલી આપી છે.

image source

વાસ્તવમાં સુશાંત સિંહ રાજપૂતને અંતરિક્ષ, ગેલેક્સી, ચંદ્ર-તારાઓ વિગેરેનો ખૂબ શોખ હતો. કહેવાય છે કે તેમણે ચંદ્ર પર એક પ્લોટ પણ ખરીદ્યો હતો. જેને તેઓ ટેલિસ્કોપ દ્વારા જોતા પણ હતા. સુશાંતની પાસે લગભગ 55 લાખ રૂપિયાનો એક ટેલીસ્કોપ પણ હતો. જે તેમના ઘરના લિવિંગ રૂમમાં રાખવામાં આવ્યો હતો. હવે આ ફેને પણ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમણે સુશાંતના નામ પર એક તારો રજિસ્ટર કરાવ્યો છે.

image source

સુશાંતની એક ફેનનું ટ્વિટર અકાઉન્ટ રક્ષાના નામે રજિસ્ટર્ડ થયેલું છે. તેમના અકાઉન્ટ પ્રમાણે રક્ષા યુનેઇટેડ સ્ટેટ્સની રહેવાસી છે. તેમણે પોતાના ટ્વીટ સાથે એક સર્ટિફિકેટની તસ્વીર પણ શેર કરી છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું છે, ‘સુશાંત હંમેશા સ્ટાર્સના શોખીન રહ્યા છે અને માટે મને તેમના નામ પર એક તારાનું નામ રાખવાનું યોગ્ય લાગ્યું. તમે હંમેશા આવી જ રીતે ચમકતા રહો.’

image source

તેની સાથે આ ફેને જે સર્ટિફિકેટ શેર કર્યું છે તે પ્રમાણે RA.22.121 પોઝિશન પર સ્થિત તારાને સુશાંત સિંહ રાજપૂત નામ આપવામાં આવ્યું છે. જોકે હાલ આ ફેન દ્વારા શેર કરવામાં આવેલા સર્ટિફિકેટનું સાતત્ય તપાસવામાં આવ્યું નથી. પણ હાલ આ ટ્વીટ સોશલ મિડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

image source

સુશાંત સિંહ રાજપૂતે 14મી જૂને પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતે આ પગલું કેમ ભર્યું તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. પણ કેહવાય છે કે તેઓ છેલ્લા છ મહિનાથી પણ વધારે સમયથી ડિપ્રેશનમા હતા અને તેની ટ્રીટમેન્ટ પણ કરાવી રહ્યા હતા. અને ડિપ્રેશનના કારણે જ આત્મહત્યાનું કારમું પગલું તેમણે લીધું હતું. હાલ પોલીસ આ આખાએ કેસની તપાસ કરી રહી છે અને સુશાંત સાથે સંબંધિત ઘણી બધી વ્યક્તિઓની પૂછપરછ પણ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.