આ સ્ટાર્સે સ્યુસાઇડ કરી લેતા અનેક ફેન્સ થયા દુખી.

વધુ એક ટીવી સ્ટારે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા કરી લીધી આત્મહત્યા

અભિનેતા સુશીલ ગૌડાએ ટુંકાવ્યું જીવન

ફેન્સ અને ફિલ્મસ્ટાર્સ સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ

બોલિવૂડ અને ટીવીની દુનિયા માટે વર્ષ 2020ના છેલ્લા કેટલાક મહિનાઓ કોઈ આઘાતથી ઓછા નથી. કોરોનાના કારણે નહીં પરંતુ લોકડાઉન દરમિયાન અભિનેતાઓની આત્મહત્યાની ઘટનાઓથી ટીવી અને ફિલ્મ જગતને મોટા આઘાત મળ્યા છે.

IMAGE SOURCE

જૂન માસમાં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ હવે બીજા ખરાબ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં વધુ એક ટીવી એક્ટરે આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ ટીવી એક્ટર સુશીલ ગૌડાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જોકે તેમણે આત્મહત્યા કેમ કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.

IMAGE SOURCE

30 વર્ષનો સુશીલ તેના વતન મંડ્યા જે કર્ણાટકમાં આવેલું છે ત્યાં હતો. હાલ સીરીયલોના શૂટિંગ બંધ હોવાથી તે પોતાના વતન હતો. અહીં તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુશીલ એક એક્ટર હોવાની સાથે ફીટનેસ ટ્રેનર પણ હતો. સુશીલ કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું નામ અને કામ પ્રખ્યાત થાય તે માટે સખત મહેનત કરતો હતો. તે તેની આગામી ફિલ્મ સલાગામાં પોલીસની ભૂમિકામાં જોવા મળનાર હતો. એટલે તેવું પણ નથી કે તેની પાસે કામ ન હતું. સુશીલએ રોમેન્ટિક સીરિયલ ‘અંતપુરા’ માં પણ કામ કર્યું હતું.

IMAGE SOURCE

સુશીલ ગૌડાની આત્મહત્યાના સમાચાર મળ્યા બાદ ટીવીક્ષેત્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અભિનેતા દુનિયા વિજયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું છે કે, ‘જ્યારે મેં તેને પ્રથમવાર જોયો ત્યારથી તે મને હીરો લાગ્યો હતો. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તેણે દુનિયાને છોડી દીધી.

IMAGE SOURCE

આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. મને લાગે છે કે આ વર્ષે મૃત્યુની ઘટનાઓ બંધ નહીં થાય. તે ફક્ત કોરોના વાયરસને કારણે નથી. લોકોની નોકરી જતી રહી છે. તેમનામાં વિશ્વાસનો અભાવ છે. આ સમય દરમિયાન મજબૂત રહો, જેથી તમે આ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નીકળી શકો.’

IMAGE SOURCE

ડિરેક્ટર અરવિંદ કૌશિકે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ‘ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા હતા. ટીવી સીરિયલ ‘અંતપુરા’ માં મુખ્ય ભૂમિકામાં રહેલા સુશીલ ગૌડા હવે આ દુનિયામાં નથી. ભગવાન તેની આત્માને શાંતિ આપે.’

IMAGE SOURCE

જણાવી દઈએ કે ગત 14 જૂને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રા સ્થિત તેના ઘરે ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી હતી. સુશાંત છેલ્લા કેટલાક મહિનાઓથી ડિપ્રેશનમાં હતો. આ અગાઉ સરોજ ખાન, ઇરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન, યોગેશ સહિત ઘણા મોટા સ્ટાર્સ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.