રિતિક રોશન ના ઘરે સુઝેન અને પરિવારનું આવી રીતે વીતી રહ્યું છે લોકડાઉન. જોવો રિતિક રોશન અને પરિવાર ના કેટલાક ફોટા
રિતિક રોશન ના ઘરે સુઝેન અને પરિવારનું આવી રીતે વીતી રહ્યું છે લોકડાઉન. જોવો રિતિક રોશન અને પરિવાર ના કેટલાક ફોટા
કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન દરમિયાન સુઝેન ખાન પોતાના બાળકો સાથે રિતિક રોશન ઘરે જ રહે છે.
બૉલીવુડ અભિનેતા રિતિક રોશન ના ઘરે હાલ એમની સાથે સુઝેન ખાન અને એમના બન્ને બાળકો પણ છે. કોરોના વાયરસ લોકડાઉન ના કારણે સુઝેન પોતાના સંતાનો સાથે રિતિક ના ઘરે જ આવી ગઈ હતી જેથી કરીને આ મુશ્કેલ સમયમાં આખો પરિવાર સાથે રહી શકે.
View this post on Instagram
હવે સુઝેન ખાન અને રિતિક રોશન પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે અને ઘણી મજાક મસ્તી પણ કરી રહ્યા છે. સુઝેન ખાન અને રિતિક રોશન આ સમયમાં લીધેલા કેટલાક ફોટા અને વીડિયો પોતપોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા કરે છે, જેના પરથી જોઈ શકાય છે કે રિતિક રોશન નો પરિવાર કેટલો ખુશ છે.
View this post on Instagram
હમણાં જ સુઝેન ખાને એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમએન બંને બાળકો અને રિતિક રોશન જોવા મળી રહ્યા છે. ત્રણેય ફ્લેટની બાલ્કનીમાં ઉભા છે અને અંદરોઅંદર વાતો કરી રહ્યા છે. સુઝેને ફોટો શેર કરતા કેપ્સનમાં લખ્યું છે જેમાં એને આ સમયને ખૂબ જ યાદગાર અને મૂલ્યવાન ગણાવ્યો છે. સાથે જ સુઝેને કેપ્સન માં જીવનમાં પ્રેમ શુ છે એ પણ જણાવ્યું છે. આ પહેલા પણ સૂઝવનવ રીતના ઘરના ફોટા અને વીડિયો શેર કર્યા હતા.
View this post on Instagram
બીજી બાજુ રિતિક રોશન પણ સુઝેન અને બાળકોના ઘરે આવી જવાના કારણે ઘણા ખુશ જણાય છે. જ્યારે સુઝેન એમના ઘરે આવી હતી ત્યારે રીતિકે એક લાગણીશીલ કેપ્સન લખી સુઝેનનો એક ફોટો પોસ્ટ કર્યો હતો.
આ દરમિયાન બંનેના સંબંધો ને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી અને ઘણા લોકોએ આ ફોટા ને લાઈક કરી પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. હમણાં થોડા સમય પહેલા જ રિતિક રોશને પોતાના પિતા રાકેશ રોશન ને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છા પાઠવતો એક વિડીયો બનાવ્યો હતો, જેમાં સુઝેન અને બન્ને બાળકો પણ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
અત્રે ઉલ્લેખનીય છે કે રિતિક અને સુઝેન બન્ને 20 ડિસેમ્બર 2000 ના રોજ લગ્નગ્રંથી થી જોડાયા હતા પણ વ્યક્તિગત કારણોના કારણે 1લી નવેમ્બર 2014 ના રોજ છૂટાછેડા લઈ અલગ થયા હતા. પણ તેમ છતાં તે પછી પણ બંને પોતાના સંતાનો થકી મિત્ર તરીકે એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે. ઘણીવાર પોતાના બાળકો ખાતર સાથે જોવા પણ મળ્યા છે.