સુઝેન ખાનના બંગલામાં છે જબરજસ્ત મોટું ડાઇનિંગ ટેબલ, એક વાર જોશો આ તસવીરો તો વારંવાર થશે જોવાનું મન

અભિનેતા ઋત્વિક રોશન અને એમની પૂર્વ પત્ની સુઝેન ખાન અલગ અલગ રહે છે પણ બંનેના સંબંધો હજી પણ ઘણાં જ સારા છે. સુઝેન ખાન ઘણીવાર ઋત્વિક રોશનના ઘરે આવતી જતી રહે છે. એટલું જ નહીં લોકડાઉનના શરૂઆતના તબક્કામાં તો એ લાંબા સમય સુધી ઋત્વિક રોશન અને પોતાના બે બાળકો સાથે રહી હતી.

image source

મુંબઈના જુહુમા સુઝેન ખાનનું એક આલિશાન ઘર છે. એક મેગેઝીન માટે એમને પોતાના ઘરનો એક એક ખૂણો બતાવ્યો હતો. સુઝેન વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઈનર છે. એમને પોતાના ઘરને પણ જાતે જ ડિઝાઇન કર્યું છે. તો ચાલો જોઈ લઈએ એમના ઘરના અંદરના કેટલાક ફોટા.

image source

સુઝેન પોતાના ઘરને “માળો” કહે છે. મુંબઈના જુહુમા સ્થિત એમનું આ એપાર્ટમેન્ટ 15માં માળે છે. એમનું ઘર 2 એપાર્ટમેન્ટને ભેગા કરીને બનાવવામાં આવ્યું છે. જેના કારણે ઘર માટે મોટી જગ્યા બની ગઈ છે. સુઝેન ખાનના ઘરની થીમ ડાર્ક બ્લુ અને ગ્રે કલર છે.

image source

સુઝેન ખાનના આ ઘરમાં એક મોટી બાલ્કની પણ છે. જ્યાં ફૂલ છોડ લગાવેલા છે. સામાન્ય રીતે સેલિબ્રિટીનું ઘર સી ફેનસિંગ એપાર્ટમેન્ટ જ હોય છે પણ સુઝેન ખાનની બાલ્કનીની બહાર ઘણી જ હરિયાળી દેખાય છે.

image source

સુઝેનના આ એપાર્ટમેન્ટમાં એક મોટો લિવિંગ રૂમ છે. સાથે સાથે મલ્ટીપલ સીટીંગ એરિયા છે. જે આ એપાર્ટમેન્ટની સૌથી મોટી ખાસિયત છે. સુઝેને બાલ્કનીમાં પણ બેસવાની વ્યવસ્થા કરી રાખી છે.

image source

ઘરનું કિચન પણ ખૂબ જ જોરદાર છે. ઋત્વિક રોશન પણ ઘરના કિચનના વખાણ કર્યા વગર રહી ન શક્યા. સુઝેન ખાનના આ વીડિયો પર ઋત્વિક રોશને કમેન્ટ કરતા લખ્યું છે કે “શાનદાર અને એ કિચન……” ઋત્વિકની આ કમેન્ટ પર સુઝેને જવાબ આપ્યો કે “ખૂબ ખૂબ આભાર”

સુઝેને ઘરને ડિઝાઇન કરવાવાળા લોકો અને ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. વીડિયોમાં એ કહે છે કે ઘરમાં દરેક વસ્તુ માટે અલગ સ્પેસ આપવામાં આવી છે.

image source

સુઝેન જણાવે છે કે ઘરના કોઈ પણ એક ખૂણામાં ઉભા રહીને બીજા ખૂણા સુધી જોઈ શકાય છે. ઘરમાં ઇન્ટિરિયર માટે અલગ અલગ જગ્યાએથી પેઇન્ટિંગ અને ખુરશીઓ મંગાવવામાં આવી છે.

image source

ઘરની અંદર સુઝેને પોતાના કામ કરવા માટે પણ એક ડેસ્ક તૈયાર કર્યું છે. જ્યાં એમના બધા જ પુસ્તકો અને કોમ્પ્યુટર મુકેલ છે. સુઝેન અહીંયા બેસીને જ કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span