આ છે સોનાની મીઠાઈ, એક કિલો મીઠાઈનો ભાવ છે 9000 રૂપિયા.

આ છે સોનાની મીઠાઈ, એક કિલો મીઠાઈનો ભાવ છે 9000 રૂપિયા.

ભારતનું જમણ આખી દુનિયામાં જાણીતું છે. એમાંય ભારતની મીઠાઈની તો વાત જ શુ કરવી? ભારતના લોકો મીઠાઈ ખાવાના ખૂબ જ શોખીન છે. દરેક પ્રસંગ ઉજવવા માટે ભારતીય લોકો મીઠાઈનો જ ઉપયોગ કરે છે.અહીંયા જુદા જુદા પ્રાંતમાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ મળે છે.

image source

પશ્ચિમ બંગાળમાં રસગુલ્લા ખૂબ જ પ્રસિદ્ધ છે. તો વળી આગ્રાના પેઠા જાણીતા છે. બોમ્બે નો હલવો તો મથુરામાં રબડીના લોકો દીવાના છે.પણ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં લોકો મીઠાઈ પાછળ એટલા પાગલ છે કે ગલીએ ગલીએ એક એક મીઠાઈની દુકાન તમને મળી જશે. અને આ શહેરનું નામ છે સુરત જે ગુજરાત રાજ્યમાં આવેલું છે.અહીંયા એક એવી મીઠાઈ બનાવવામાં આવી છે કે જેને મીઠાઈના નિષ્ણાતોને પણ હેરાન કરી દીધા છે. અને આ મીઠાઈ છે સાચા સોનાના વરખ વાળી 24 કેરેટ મીઠાઈ. અને આ મીઠાઈને બનાવી છે 24 કેરેટ સ્વીટ મીઠાઈ મેજિકે, એટલે કે જેવું નામ એવું જ કામ.

image source

આ મીઠાઈની દુકાન સુરતમાં છેલ્લા 84 વર્ષથી અવિરત પણે ચાલી રહી છે.અને આ મીઠાઈની દુકાનને આજે એની પાંચમી પેઢી ચલાવી રહી છે.
જ્યારે આ દુકાન 1932માં ખોલવામાં આવી હતી ત્યારે અહીંયા ફક્ત ચાર પ્રકારની જ મીઠાઈ મળતી હતી. પણ આજે અહીંયા 140થી પણ વધુ પ્રકારની મીઠાઈઓ મળે છે. આ ગોલ્ડ મીઠાઈને રક્ષાબંધન પર્વ નિમિત્તે વર્ષ 2018માં લોન્ચ કરવામાં આવી હતી. અને એ સમયથી જ આ મીઠાઈ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.

image source

શુ છે ખાસ આ મીઠાઈમાં?

image source

આ મીઠાઈની કિંમત 9000 રૂપિયા પ્રતિ કિલો છે. 4500 રૂપિયામાં અડધો કિલો અને સૌથી ઓછી 250 ગ્રામ મીઠાઈ 2250 રૂપિયામાં મળે છે.
જો તમારે આ મીઠાઈ ખાવી હોય તો ઓછામાં ઓછા 2250 રૂપિયા તો તમારે ચૂકવવા જ પડશે. અને આટલા રૂપિયામાં તો તમે ચાર પાંચ કિલો કાજુ કત્રી ખરીદી શકો છો.

આ મીઠાઈને બનાવવાં માટે શુદ્ધ ડ્રાયફ્રુટ અને શુદ્ધ કાજુનો જ ઉપયોગ કરવામાં આવે છે.

image source

શુદ્ધ કાજૂને શોધ્યા પછી એમને પીસવામાં આવે છે.એમાં એકદમ શુદ્ધ કેસરનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્પેનથી મંગાવવામાં આવે છે. આ કેસરની કિંમત લાખોમાં છે.આ મીઠાઈની સૌથી ખાસ વાત એ છે કે આમાં 24 કેરેટ સોનાની વરખ ચડાવવામાં આવે છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર સોનુ ખાવાથી આપણું કોઈ નુકશાન નથી થતું પણ રક્તચાપ અને સ્વાસ્થ્ય સોનુ ખાવાથી સારું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.