મૈસુરપાક, જલેબી અને દાળ બાટીના ચાહકો આ રસપ્રદ માહિતી ચુકતા નહિ…

ભારતનો ઈતિહાસ બહુ જ જૂનો છે. તેને જાણવા માટે જેટલા ભૂતકાળમાં જશો, તેટલા જ રોમાંચ પેદા થાય છે અને આપણા પૂર્વજો માટે ગર્વની લાગણી થાય છે. ભારતના વ્યંજનોના મામલે પણ આવું જ છે. જો તમે ભારતને સારી રીતે ઓળખવા માંગો છો, તો પહેલા તેના ખાવાના ઈતિહાસમાં સારી રીતે જરૂરી જાણી લો. ભારતના કેટલાક પકવાનો એવા છે, જેમની કહાની પણ તેના સ્વાદ કરતા પણ શાનદાર છે. તો ચાલો આજે તમને આ વ્યંજનોની કહાની બતાવીળું, જેના બાદ આ પકવાનોનો સ્વાદ વધી જશે.

જલેબી

image source

આપણા દેશની સૌથી ફેમસ મીઠાઈ જલેબી છે. પરંતુ તેની શોધ ભારતમાં નહિ, પરંતુ પશ્ચિમી એશિયામાં થઈ હતી. હકીકતમાં, તેનુ વર્ણન 15મી શતાબ્દીમાં અનેક દેશોમાં લખાયેલા ઈતિહાસમાં જોવા મળે છે. આ મીઠાઈને બનાવવાની રીત અને સ્વાદ જૂના સમયમાં હતી તેવી જ છે. પરંતુ તેનું નામ જગ્યા જગ્યાએ અને ભાષા અનુસાર બદલાઈ ગયું છે. સૌથી પહેલા તેનો ઉલ્લેખ અરબી દેશોના ઈતિહાસમાં મળે છે.

મૈસૂર પાક

image source

જેમ કે નામથી જ માલૂમ પડે છે કે, મૈસૂર પાકનો સંબંધ મૈસૂર સાથે છે. તેની શરૂઆત 20મી સદીની શરૂઆતમા થઈ હતી. મૈસૂરના રાજા નાલાવાડી ક્રિષ્ણારાજ ખાવાના બહુ જ શોખીન હતી. તેમના મહેલના કિચનમાં રોજ એક નવી મીઠાઈ બનીને નીકળતી હતી. એક દિવસે જેમ રાજાએ આ મીઠાઈને પોતાના જીભ પર મૂકી, તે આખી ઓગળી ગઈ. રાજાને આ મીઠાઈ બહુ જ પસંદ આવી. તેમણે બનાવનાર રસોઈયાને તેનું નામ પૂછ્યું. તો તેણે કહ્યુ કે, આ મીઠાઈની શોધ મૈસૂરમા થઈ છે, તેથી તેનું નામ મૈસૂર પાક છે. કન્નડમાં પાકનો મતલબ મીઠાઈ થાય છે.

ખાજા

image source

બિહારની ફેમસ મીઠાઈઓમાની એક ખાજાની કહાની અને ઈતિહાસ તેના સ્વાદની જેમ જ મીઠો અને તેના પરતની જેમ જ ઊંડો છે. આ મીઠાઈનો ઉલ્લેખ મૌર્ય અને ગુપ્ત કાળમાં જોવા મળે છે. બિહારના જિલ્લા રાજગીરમાં તેનો સૌથી બેસ્ટ સ્વાદ ખાવા મળે છે.

દાલબાટી

image source

આમ તો રાજસ્થાન પોતાની શાજાશાહી, મહેમાન નવાજી અને કિલ્લાઓમાં ફેમસ છે. પરંતુ દાલબાટીનો લઝીઝ સ્વાદ આ રાજ્ય ફરવાની ઈચ્છા જગાવી દે છે. દાલ બાટી રાજસ્થાન અને રજવાડાઓનું એ સમયનું ભાણુ હતું. જ્યારે તેઓ જંગમાં જતા હતા ત્યારે તે બનાવાતું. હકીકતમાં બાટી બહુ જ ઓછા પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેને શુદ્ધ દેશી ઘીમાં ડુબાડીને ખાવામાં આવે છે. આવામાં યુદ્ધમાં સીપાહીઓને ઘીથી તાકાત મળી રહેતી અને ઓછા પાણીનો ઉપયોગ થયો હોવાને કારણે સિપાહીઓને તે લાંબા સમય સુધી ઉપયોગમાં આવતી હતી.

પેઠા

image source

દુનિયાભરના મુસાફરો આગ્રા માત્ર તાજમહેલ ફરવા જ નથી આવતા, પરંતુ પેઠાનો સ્વાદ ચાખવા પણ આવે છે. પેઠાની કહાની પણ તાજમહલ સાથે જ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે, તાજમહેલના નિર્માણ દરમિયાન અંદાજે 21 હજાર મજૂરો રોજ એક જ પ્રકારના ખાવાથી કંટાળી ગયા હતા. ત્યારે આ વાત શાહજહાના કાન સુધી પહોંચી હતી. ત્યારે તેમણે આ સમસ્યા તાજમહેલના આર્કિટેક્ટ ઉસ્તાદ ઈસા ઇફીદીને જણાવી. તેઓ આ સમસ્યાનું સમાધાન જાણવા માટે પીર નક્શબંદી સાહિબના દરબાર જઈ પહોંચ્યા હતા. દંત કથાઓ અનુસાર, પેઠા બનાવવાની રીત ખુદ અલ્લાહે તેમને આપી હતી. જેના બાદ 500 ખાનસામોએ મળીને પહેલીવાર પેઠા બનાવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.