શું સાચે જ શ્વેતા તિવારીએ ત્રીજા લગ્ન કરી લીધા ? સોશિયલ મીડિયા પર તસવીર થઈ વાયરલ

શ્વેતા તિવારી ટીવીની વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક છે. ટીવી પર ભજવેલા તેના પાત્ર સિવાય તે પોતાની

પર્સનલ લાઇફ વિશે પણ ચર્ચામાં રહે છે. તેમના લગ્ન જીવનમાં અણબનાવ સામે આવ્યો છે. આ દરમિયાન શ્વેતા તિવારીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે રેડ વેડિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે. હવે લોકો શ્વેતાના ત્રીજા લગ્ન વિશે વાત કરી રહ્યા છે. શ્વેતા તિવારીનો દુલ્હનિયા અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે શ્વેતાએ ખરેખર ત્રીજા લગ્ન કર્યા છે?

શું અભિનેત્રીએ ત્રીજી વાર લગ્ન કર્યા છે?

image source

આ તસવીર જોઇને શ્વેતાના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને પૂછે છે કે શું અભિનેત્રીએ ત્રીજી વાર લગ્ન કર્યા છે? વાયરલ ફોટામાં શ્વેતાએ લાલ કલરનો વેડિંગ ડ્રેસ પહેર્યો છે. એક્ટર વરુણ બડોલા પણ તેની સાથે જોવા મળી રહ્યો છે. બંને મસ્તી કરવાની શૈલીમાં ઉભા છે.

શોમાં લગ્ન કર્યા છે

image source

શ્વેતા તિવારીએ લગ્ન કર્યા છે,પણ એક શોમાં લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે શ્વેતા હાલમાં ટીવી

image source

શો ‘મેરે ડેડ કી દુલ્હન’માં જોવા મળી રહી છે. તાજેતરમાં જ તેના લગ્નનું શૂટિંગ થયું હતું. શોમાં શ્વેતા ગુનીત સિક્કાની ભૂમિકામાં છે, જ્યારે અભિનેતા વરૂણ બારોલા અંબર શર્માની ભૂમિકામાં છે. વરુણ અને શ્વેતાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

શ્વેતા તિવારીએ રાજા ચૌધરી સાથે પહેલા લગ્ન કર્યા હતા

image source

તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારીએ વર્ષ 1998 માં રાજા ચૌધરી સાથે પહેલા લગ્ન કર્યા હતા, જેનાથી તેમને એક પુત્રી પણ છે. શ્વેતા અને રાજાના આ લગ્ન 14 વર્ષ સુધી ચાલ્યા. 2013 માં શ્વેતાએ અભિનેતા

અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. તેમનાથી શ્વેતાને એક પુત્ર છે. શ્વેતાની તેના બીજા પતિ સાથે પણ નહોતુ બનતું. શ્વેતાનો આરોપ છે કે અભિનવ તેની મારપીટ કરતો હતો. તેથી તેણે અભિનવને પણ છૂટાછેડા આપી દીધા હતા.

અભિનવે શ્વેતા તિવારીને માનહાનિની નોટિસ પણ મોકલી

image source

આ અંગે અભિનવ કોહલીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે શ્વેતા તેમને તેમના પુત્ર રાયન્સને મળવા દેતી નથી. જણાવી દઈએ કે શ્વેતા અને અભિનવ છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અભિનવે કહ્યું હતું કે શ્વેતાએ તેના પુત્રને તેની જાણ કર્યા વગર છુપાવી દીધો છે અને થોડા સમય માટે તે મને તેના દીકરાને મળવા પણ દેતી નથી. આવામાં અભિનવે શ્વેતા તિવારીને માનહાનિની નોટિસ પણ મોકલી છે. જો શ્વેતા તિવારી 14 દિવસમાં આનો જવાબ નહીં આપે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરશે.

અભિનવે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો

image soure

થોડા સમય પહેલા અભિનવે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં અભિનવ શ્વેતાના ઘરની બહાર હંગામો કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં અભિનવ વારંવાર ઘરની ડોરબેલ વગાડતો જોવા મળી રહ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં અભિનવે કહ્યું હતું કે, મારા લગ્ન થયા ત્યારથી આજ સુધી મેં પોતાને એક સારા પિતા અને પતિ સાબિત કરવા માટે હું શક્ય તેટલું બધું કર્યું છે. પણ દુઃખની વાત એ છે કે મારા લાખ પ્રયત્નો પછી પણ આજે હું એકલો છું. હું મારા દીકરાથી દૂર છું, કારણ કે શ્વેતા તિવારી સેલિબ્રિટી છે, તેથી હું દુનિયાની નજરમાં ખરાબ સાબિત થઈ રહ્યો છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.