તબાહી મચી ગઈ, ઓસ્ટ્રિયાની રાજધાનીમાં થયો મોટો આતંકી હુમલો: 6 જગ્યાએ ધડાધડ 50 રાઉન્ડ ફાયરિંગમાં આટલા લોકોના થયા મોત

હાલમાં એક તરફ કોરોનાના કારણે લોકો ત્રાહિમામ છે એવામાં હવે વિદેશમાં આતંકી હુમલાઓ પણ થઈ રહ્યા છે. ત્યારે વધારે એક આતંકી હુમલાના સમચાર આવ્યા છે. જે જાણીને તમે પણ ચોંકી જશો. યૂરોપના ઓસ્ટ્રિયા દેશના વિયનામાં એક યહૂદી ઉપાસના ગૃહ સહિત 6 અલગ અલગ જગ્યાઓએ હથિયાર સાથે લોકોએ ગોળીબાર કર્યો હતો.

image source

હાલમાં મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આ ઘટનામાં અત્યાર સુધીમાં એક હુમલાવર સહિત 7 લોકોના મોત થયા છે. પોલીસે ઘટનાની તપાસ કરી છે. અનેક લોકો ઘાયલ થવાના સમાચાર પણ મળ્યા છે.

વિયના પોલીસ દ્વારા કરાયેલા ટ્વીટમાં કહેવાયું છે કે રાતે 8 વાગે ઘટના બની હતી. તેમાં અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવાઈ હતી. ઘટના શહેરમાં 6 અલગ અલગ જગ્યાઓએ બની હતી . તેમાં અનેક લોકો ઘાયલ થયા હતા જેમાં એક ઓફિસર પણ સામેલ છે.

આ સિવાયની વિગતો વિશે જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા એક સંદિગ્ધ હુમલાખોરને ઠાર મરાયો છે. પોલીસે લોકોને ટ્વીટની મદદથી કહ્યું છે કે હુમલાને લઈને સાવધાન રહે. આ સાથે લોકોને અફવાથી બચવાની સલાહ આપી છે. પોલીસે લખ્યું કે મહેરબાની કરીને અફવા, આરોપ, અટકળો, પીડિતોની અપુષ્ટ સંખ્યાને ન જુઓ. શક્ય હોય તો ઘરમાં રહો અને સાર્વજનિક સ્થળોએ ન જાઓ. કારણ કે આવા સમયે એક નાનકડી અફવા પણ લોકોના જીવ લઈ શકે છે.

31 ઓક્ટોબર એટલે કે 3 દિવસ પહેલાંની જ વાત છે કે ફ્રાન્સમાં ચર્ચ પર છેલ્લા 72 કલાકમાં હુમલાની બીજી ઘટના સામે આવી હતી. શનિવારે લિયોન શહેરમાં શોટગનથી લેસ એક ગનમેને ઓર્થોડોક્ટ પાદરીને ગોળી મારી દીધી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત ગ્રીસની નાગરિકતા વાળા પાદરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. ડોક્ટરો અનુસાર નજીકથી ગોળી મારવાને કારણે પાદરીને ગંભીર ઈજા પહોંચી છે. હુમલો કરનાર હજુ પોલીસની પકડમાં આવ્યો નથી.

આ મામલે ફ્રાન્સના આંતરિક મંત્રાલયે ટ્વીટ કર્યું કે દક્ષિણ-પૂર્વી શહેર લિયોનમાં આ ઘટના થઈ છે. સુરક્ષા અને આપાતકાલીન કર્મી ઘટનાસ્થળ પર છે. મંત્રાલયે ચેતવણી જારી કરતા લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની અપીલ કરી છે. આંતરિક મંત્રાલયે હજુ તે જાણકારી આપી નથી કે હુમલો આતંકવાદથી સંબંધિત છે કે કોઈ પરસ્પર દુશ્મનાવટમાં અંજામ આપવામાં આવ્યો છે.

image source

6 દિવસ પહેલાં એટલે કે ગુરૂવારની સવારે 21 વર્ષના ટ્યૂનિશયાઈ મૂળના આંતકીએ નીસના ચર્ચ પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. બાદમાં પોલીસે અથડામણમાં હુમલો કરનારને ગોળી મારી દીધી હતી.

image source

નીસના મેયરે જણાવ્યું કે, જ્યારે હુમલો કરનારને ગોળી માર્યા બાદ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી હતી ત્યારે અલ્લાહુ અકબર બોલતો હતો.