મધર્સ ડેમાં સ્પેશિયલમાં જોઇ લો તમે પણ બોલિવૂડ સિતારાઓની બાળપણની તસવીરો, જેમાં તે બેઠા છે તેમની MOM પાસે…

સેલેબ્સ મોમ

વિશ્વભરમાં મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આવામાં આ વર્ષે ૧૦ મે, ૨૦૨૦ રવિવારના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આમ તો માની સાથે દરેક દિવસ ખાસ હોય છે પરંતુ મધર્સ ડેનું પણ પોતાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. બોલીવુડ સ્ટાર્સ પણ મધર્સ ડેને ખુબ જ ખાસ અને અલગ અલગ અંદાજમાં ઉજવણી કરે છે. મધર્સ ડેના આ ખાસ અવસર પર આજે અમે આપના બોલીવુડ સ્ટાર્સની તેમની માંની સાથેના નાનપણના કેટલાક ફોટોઝ બતાવવા જઈ રહ્યા છીએ.

image source

આ ફોટોમાં માસુમ જોવા મળી રહેલ બાળક આજે બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓ માંથી એક છે. જી હા, આ ફોટો અભિનેતા આમીર ખાનની છે. આમિર ખાન આ ફોટોમાં પોતાની માં જીનત હુસૈન સાથે જોવા મળી રહ્યા છે આ ફોટોમાં આમિર ખાન અને જીનત હુસેન ઘાસના ઢગ પર બેઠા છે તેવું જોવા મળી રહ્યું છે આપને જણાવીએ કે, આમિર ખાન જલ્દી જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળી શકે છે.

image source

અભિનેત્રી સોની રાજદાનના ખોળામાં બેઠેલી આ નાની છોકરી બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રીઓ માંથી એક છે. આ અભિનેત્રી આલિયા ભટ્ટ છે. આમ તો આલિયા ભટ્ટના નાનપણના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ જોવા મળી શકે છે, પરંતુ આ તેમની અનદેખી ફોટોઝ માંથી એક છે. આલિયા ભટ્ટ પ્રસિદ્ધ નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’માં જોવા મળી શકે છે.

Anushka Sharma gets TROLLED on Mother's Day; Here's WHY ...
image source

આ મહિલાના ખોળામાં બેઠેલી જોવા મળી રહેલ આ નાની છોકરીને જોઇને આપ અંદાજ નથી લગાવી શકતા કે આ બોલીવુડની કઈ અભિનેત્રી છે. આ મહિલાના ખોળામાં જોવા મળી રહેલ આ નાની છોકરી અભિનેત્રી અનુષ્કા શર્મા છે અનુષ્કા શર્માને ખોળામાં લેનાર મહિલા અનુષ્કા શર્માની માં આશિમા શર્મા છે.

Mother's Day Special: Shraddha Kapoor's throwback picture with her ...
image source

આ ફોટો અભિનેત્રી શ્રધ્ધા કપૂરની છે. આ ફોટોમાં શ્રધ્ધા કપૂર પોતાની માંના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. શ્રધ્ધા કપૂરની માંનું નામ શિવાંગી કોલ્હાપુરે છે તેઓ બોલીવુડની ખુબસુરત અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેની બહેન છે. શ્રધ્ધા કપૂર છેલ્લે ફિલ્મ ‘બાગી-૩’માં જોવા મળી હતી.

image source

સફેદ ફ્રોક પહેરીને જોવા મળી રહેલ આ છોકરી બોલીવુડની ખુબસુરત અભિનેત્રી સોનમ કપૂર છે. ફોટોમાં સોનમ કપૂરની માં સુનીતા કપૂર સોનમને તૈયાર કરતા જોવા મળી રહી છે. સોનમ કપૂર છેલ્લે ફિલ્મ ‘ઝોયા ફેક્ટર’માં જોવા મળી હતી.

image source

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના ખોળામાં બેઠેલ આ નાની છોકરીનો ફોટો અભિનેત્રી જાહ્નવી કપૂરની છે. આપને જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર જલ્દી જ ફિલ્મ ‘ગુંજન સક્સેના’ ફિલ્મમાં જોવા મળી શકે છે.

image source

અર્જુન કપૂર પોતાની માં મોના કપૂરને ખુબ જ પ્રેમ કરતા હતા. બોની કપૂરથી અલગ થયા પછી મોનાએ એકલા હાથે જ અર્જુન કપૂર અને અંશુલા કપૂરની પરવરીશ કરી હતી. ફોટોમાં અર્જુન કપૂર માં મોના કપૂરના ખોળામાં જોવા મળી રહ્યા છે. અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’માં જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.