જાણો તમે પણ આ બોલતા માસ્ક વિશે, જેમાં છે આ અઢળક ફેસિલિટી

બજારમાં હંમેશા અવનવાની બોલબાલા રહે છે, જે માસ્ક પહેલા માત્ર ડોકટરો પહેરતા એ હવે કોરોનાના વિશ્વ ભરમાં વધી રહેલા સંક્રમણ પછી આખું વિશ્વ પહેરવા મજબુર છે. પણ જરૂરિયાત જ હંમેશા શોધની જનેતા હોય છે. આવું જ કઈક અવનવું બજારમાં આવ્યાના સમાચાર જાપાનથી મળી રહ્યા છે. જાપાનની એક કંપનીએ હવે બોલતા રોબોર્ટ પછી બોલતું માસ્ક પણ તૈયાર કર્યું છે. હા તમે બરાબર સાંભળ્યું છે, માસ્ક હવે તમારી સુરક્ષા પણ કરશે અને તમારા માટે બોલશે પણ ખરા. જાણો કેવી રીતે કામ કરે છે આ માસ્ક…

સ્માર્ટ માસ્ક બ્લુટૂથ દ્વારા મોબાઈલથી કનેક્ટ

image source

હાલમાં જ કોરોના સંક્રમણ વચ્ચે જાપાનની કંપની ડોનટ રોબોટિક્સે સ્માર્ટ માસ્ક તૈયાર કર્યું છે. જે બોલવા સાથે મનુષ્યના અવાજને આઠ જુદી જુદી ભાષાઓમાં ટ્રાન્સલેટ પણ કરે છે. જો કે આ માસ્કને કંપની દ્વારા ‘સી-માસ્ક’ નામ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ માસ્ક બ્લુટૂથ દ્વારા સીધા જ મોબાઈલ ફોન સાથે જોડાયેલું રહે છે. આ માસ્કમાં ઈનબિલ્ટ સ્પીકર પણ લગાડવામાં આવ્યા છે, જે માણસનો અવાજ વધારવામાં મદદ કરશે. આ માસ્કના કારણે હવે વાતચીત દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવી શકાશે અને તમારી વાતને યોગ્ય રીતે સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડી પણ શકાશે.

બોલવા સાથે અવાજને ટ્રાન્સલેટ પણ કરશે

image source

ડીજીટલ સુવિધા ધરાવતા આ સ્માર્ટ માસ્ક સીધા જ મોબાઈલ ફોન અને એપ સાથે જોડાયેલા રહે છે. આ સાથે જ આ માસ્ક એપની મદદથી મનુષ્યના અવાજને 8 જુદી જુદી ભાષામાં ટ્રાન્સલેટ પણ કરી શકે છે.

image source

આ માસ્કમાં આ પ્રમાણેની આઠ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમકે ઈંગ્લિશ, ચાઇનીઝ, સ્પેનિશ, ફ્રેન્ચ, કોરિયન, થાઈ, વિયેતનામીસ અને ઇન્ડોનેશિયન વગેરે ભાષા સપોર્ટ કરે છે.

મીટીંગ માટે અવાજ રેકોર્ડિંગ પણ કરી શકાશે

image source

 

માસ્કના ફીચર અંગે કંપનીના જણાવ્યા પ્રમાણે, માસ્કમાં લગાવવામાં આવેલા માઈક્રોફોનથી બિઝનેસ મીટિંગ દરમિયાન અવાજને રેકોર્ડ પણ કરી શકાશે, આ રેકોર્ડીંગ ફોનમાં સ્ટોર થઇ શકશે. જો કે આ માસ્કને તૈયાર કરવામાં લગભગ એક વર્ષ જેટલો સમય લાગી ગયો છે. કંપનીએ આ માસ્કને પોતાના સિનેમોન રોબોટના આધાર પર તૈયાર કર્યા છે, જેમનો ઉપયોગ રિસેપ્શન અને કસ્ટમર સર્વિસ ક્ષેત્ર સાથે જોડાયેલ પ્રશ્નોના જવાબ આપવા માટે કરાયો છે. કંપનીના જણાવ્યા અનુસાર આશા છે કે આ માસ્કની નિકાસ જાપાન સહીત અમેરિકા, યુરોપ અને ચીનમાં પણ કરવામાં આવે.

માસ્કની કિંમત વિશે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ

image source

જાપાની કંપની ડોનટ રોબોટિક્સે હાલમાં જ આ પ્રકારના સ્માર્ટ માસ્ક તૈયાર કરવા માટે ક્રાઉડફંડિંગ સાઈટ ‘ફંડિનો’ જોડેથી લગભગ 2 કરોડ જેટલા રૂપિયા ભેગા કર્યા છે. જો કે કંપનીના જણાવ્યા પ્રમાણે, શરૂઆતના સમય માટે માત્ર 5 હજાર સી-માસ્ક જ તૈયાર કરવામાં આવશે. આ માસ્કને પછીથી સપ્ટેમ્બર મહિના સુધી વેચવામાં આવશે. જો કે આ માસ્કની કીમત કેટલી હશે એ અંગે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.