જો તમે આંગણમાં વાવશો આ છોડ, તો ઘરમાં ક્યારે નહિં થાય ઝઘડા અને હંમેશા રહેશે સુખ-શાંતિ

આપે પોતાના ઘરમાં સુખ- શાંતિ લાવવા માટે ઘરના આંગણામાં રોપી દેવા જોઈએ આ છોડોને.

એવું કહેવામાં આવે છે કે, પારીજાતના વૃક્ષની ઉત્પત્તિ દેવો અને દાનવો દ્વારા કરવામાં આવેલ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. આ પારીજાતના વૃક્ષને દેવોના રાજા ઇન્દ્ર દેવે પોતાના સ્વર્ગના બગીચામાં લગાવ્યું હતું. પારિજાતના વૃક્ષો અને તેની પર આવતા ફૂલોનું હરિવંશ પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.

image source

પૌરાણિક કથાઓમાં જણાવ્યા મુજબ, પારિજાતના ઝાડને દેવોના સ્વર્ગ માંથી ધરતી પર લાવવામાં આવ્યું હતું અને પૃથ્વી પર તેને રોપવામાં આવ્યું હતું. નરકાસુરના વધ કરી દીધા પછી એકવાર ભગવાન શ્રીકૃષ્ણ સ્વર્ગમાં જાય છે અને ઇન્દ્ર દેવએ ભગવાન શ્રીકૃષ્ણને પારિજાતના પુષ્પ ભેટ તરીકે આપે છે. સ્વર્ગમાં ઇન્દ્ર દેવ દ્વારા ભેટમાં આપવામાં આવેલ પારીજાતના પુષ્પ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા આવીને દેવી રુકમણીને આપી દીધા હતા.

image source

દેવલોકથી દેવમાતા અદિતિએ ચિરયૌવનથી દેવી સત્યભામાને આશીર્વાદ આપ્યા. ત્યારે નારદજી આવે છે અને તેમને પારિજાતના ફૂલ વિષે દેવી સત્યભામાને જણાવે છે કે, દેવું રુકમણી દેવી પણ પારિજાતના પુષ્પથી મોહિત થઈ જાય છે.

image source

આ ઘટના વિષે સાંભળીને રાણી સત્યભામા ક્રોધિત થઈ જાય છે અને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પારિજાતનું વૃક્ષ લાવવાની જીદ કરવા લાગે છે. ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણ ઇન્દ્ર દેવને પારિજાતનું વૃક્ષ તેમણે સોપી દેવા માટે જણાવે છે. પારિજાતના ફૂલોનો ઉપયોગ ખાસ કરીને લક્ષ્મી પૂજન માટે કરવામાં આવે છે, પરંતુ પારીજાતના ફક્ત એ જ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે જે ઝાડ પરથી જાતે જ તૂટીને નીચે પડી ગયા હોય છે. પારિજાતના ફૂલોની સુગંધ આપના જીવન માંથી તણાવને દુર કરે છે અને ફક્ત ખુશી જ ખુશી ભરી દેવાની ક્ષમતા ધરાવે છે.

image source

પારિજાતની સુગંધ આપના દિમાગને શાંત કરે છે. પારિજાતના આ અદ્દભુત પુષ્પ ફક્ત રાતના સમયે જ ખીલે છે અને સવાર સુધીમાં આ બધા પુષ્પ મુરઝાઈ જાય છે. આંગણામાં જે પણ પુષ્પ ખીલે છે તે હંમેશા શાંતિ અને સમૃદ્ધિનો નિવાસ થાય છે.એવું પણ માનવામાં આવે છે કે, પારિજાતના ઝાડને સ્પર્શ કરવાથી વ્યક્તિનો થાક દુર થઈ જાય છે.

image source

હ્રદય સંબંધિત બીમારી માટે હરસિંગારનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ૧૫ થી ૨૦ ફૂલો કે પછી તેના રસનું સેવન કરવાથી હ્રદય રોગને અટકાવવા માટે એક પ્રભાવશાળી ઉપાય છે, પરંતુ આ ઉપાય આપે અજમાવતા પહેલા આયુર્વેદિક ચિકિત્સકની સલાહ લીધા પછી જ કરી શકાય છે પારિજાતના ફૂલ, પાંદડા અને છાલનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ