કેટલા હશે તમારા પ્રેમ પ્રસંગ, જાણો તમારા હાથની રેખાઓ પરથી.

હાથની આંગળીઓથી લઈને રેખાઓ સુધી દરેક વસ્તુ ઘણું બધું જણાવે છે.,પણ જરૂરત છે તો બસ સમજવાની. હાથમાં રહેલા ઘણા બધા નિશાન આપણને કાંઈક ને કાંઈક સંકેત આપે છે. જેમાં ઉંમરથી લઈને તમારા મન સુધીની વાતો છુપાયેલી હોય છે.

image source

આ બધી વાતો સાથે જોડાયેલુ એક શાસ્ત્ર છે સામુદ્રિક શાસ્ત્ર. જેમાં ચહેરા ઉપરાંત આખા શરીર ના અભ્યાસ ની વિદ્યા છે.ભારતમાં આ વૈદિક કાળથી પ્રચલિત છે.ગરુડ પુરાણ સામુદ્રિક શાસ્ત્રનું જ વર્ણન છે.

હસ્તરેખા: લવ અફેર/ પ્રેમ યોગ

image source

સામુદ્રિક શાસ્ત્રના જાણકારોનું માનિએ તો આપણી હથેળીમાં અમુક એવી રેખાઓ છે જે તમને કોઈની સાથે મળાવી શકે છે તો અમુક એવી રેખાઓ પણ છે જે જીવન ભર દુઃખ આપતી હોય છે. હસ્તરેખા વિજ્ઞાન ના જાણકાર વીડી શ્રીવાસ્તવ નું કહેવું છે કે,.

: જો હથેળીમાં હ્ર્દય રેખાને કોઈ અન્ય રેખા કાપતી હોય તો પ્રેમીઓનું મળવું કઠિન થઈ પડે છે. હ્ર્દય રેખા જો સાંકળ જેવી જોવા મળે તો પણ પ્રેમમાં વિરહનું દુઃખ સહન કરવું પડે છે.

: જો શુક્ર પર્વત વધારે ઉપસેલો હોય,તેના પર તલનું નિશાન હોય તો પ્રેમીઓની વચ્ચે કુટુંબની માન્યતાઓ અને અન્ય કારણો અડચણરૂપ બને છે.જેનાથી પ્રેમીઓના મિલન માં તકલીફ આવે છે.

: જો તમારી હથેળીમાં હ્ર્દય રેખા પર દ્વીપનું નિશાન હોય,જીવન રેખા ને બીજી કોઈ મોટી રેખા કાપતી હોય અથવા ચંદ્ર પર્વત વધારે વિકસિત હોય તો તમારા લગ્ન એની સાથે નથી થઈ શકતા જેની સાથે તમે કરવાં માંગતા હોય.એટલે કે આ રેખા એ વાતનો સંકેત આપે છે કે તમને તમારો મનપસંદ જીવનસાથી નથી મળવાનો.

: જો હથેળી દેખાવમાં કાળી અને કઠણ હોય તો પણ પ્રેમીઓનો સંબંધ પૂર્ણ નથી રહેતો, કારણકે એમના વિચારોમાં સામ્યતા નથી જળવાતી. જેના લીધે પ્રેમી પ્રેમિકા જાતે જ પોતાનો સંબંધ તોડી નાખે છે. બીજી બાજુ જો ગુરુ ની આંગળી નાની હોય અને મસ્તિષ્ક રેખાનો અંત ચંદ્ર પર્વત પર થતો હોય અથવા ભાગ્ય રેખા હ્ર્દય રેખા મોટી હોય તો પરિવાર દ્વારા પ્રેમીઓ વચ્ચે ગેરસમજ ઉભી કરવામાં આવે છે જેના કારણે એમના સંબંધ વિખેરાઈ જાય છે.

image source

: જો તમને એવું લાગે કે પ્રેમ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે તો જાણી લેજો કે તમારી હથેળીમાં મંગળ પર્વત અને બુધના સ્થાન પર રેખાઓને ઝાળા તો નથી ને. અથવા ભાગ્ય રેખા તૂટેલી કે જાડી પાતળી તો નથી ને. જો રેખાઓ આ સ્થિતિમાં હોય તો પ્રેમીઓ વચ્ચે અવશ્ય વિરહ આવે જ છે.

: જો તમારી હથેળીમાં મસ્તિષ્ક રેખા ચંદ્ર પર્વત તરફ હોય અને ભાગ્ય રેખા તેમજ હ્ર્દય રેખા વધારે પડતી જ જાડી હોય તો એનો અર્થ એ છે કે તમારી વચ્ચે વાત વાતમાં તું તું મેં મેં થશે, સ્થિતિ ત્યાં સુધી પહોંચી જશે કે તમે એકબીજાથી અલગ થઈ જવા ઇચ્છશો. એ સિવાય આ સ્થિતિનું કારણ એ પણ હોઈ શકે કે ભાગ્ય રેખા અમુક જગ્યા એ જાડી અને અમુક જગ્યા એ પાતળી હોય અથવા બૃહસ્પતિની આંગળી વધારે પડતી નાની હોય.

સમુદ્રશાસ્ત્ર અનુસાર હથેળીમાં સૌથી નાની આંગલીની નીચે બુધ પર્વતનું સ્થાન હોય છે. આ બુધ પર્વતના છેડે કેટલીક આડી ઘાટ્ટી રેખાઓ હોય છે. જેને વિવાહ રેખા કહેવામાં આવે છે.માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિના પ્રેમ પ્રસંગ અને દામ્પત્યજીવન વિશે હાથની આ રેખા જણાવે છે. હસ્તરેખા શાસ્ત્ર જેને પામેસ્ત્રી પણ કહેવામાં આવે છે ના જાણકારો અનુસાર આ રેખાઓ જેટલી ચોખ્ખી દેખાતી હશે એટલું જ દામ્પત્યજીવન સારું હશે.

આવી રીતે જાણો અફેર

image source

હસ્તરેખા વિજ્ઞાન પ્રમાણે હાથમાં વિવાહ રેકજ જેટલી સંખ્યામાં હોય છે એટલા જ વ્યક્તિના જીવનમાં પ્રેમપ્રસંગ હોય છે.જો કોઈ વ્યક્તિના હાથમાં 3 વિવાહ રેખા જોવા મળતી હોય જેમાંથી 2 નાની અને ત્રીજી થોડી મોટી હોય

તો આનો અર્થ એ છે કે તમારા 2 અફેર હશે અને પછી લગ્ન થશે. આ રેખાઓમાં જે રેખા લાંબી અને ચોખ્ખી હોય એ વિવાહ રેખા કહેવાય છે. જો વિવાહ રેખા પછી પણ કોઈ રેખા હોય તો એનો અર્થ છે કે તમારું લગ્ન પછી પણ અફેર ચાલી શકે છે. જો વિવાહ રેખા તૂટેલી કે કપાયેલી હોય તો લગ્ન તૂટવાની શક્યતાઓ હોય છે.આ સ્થિતિમાં બીજા લગ્ન પણ થઈ શકે છે.

તમારું દામ્પત્યજીવન કેવું રહેશે એ જાણવા માટે તમારી લગ્નરેખા ને જોવી પડે, એમાં જો-

image source

:તમારી લગ્ન રેખા નીચે તરફ વળેલી હોય તો દામ્પત્યજીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. લગ્નના આરંભમાં જો 2 ભાગ પડી જાય તો લગ્ન તૂટવાની શક્યતાઓ રહે છે.

: કોઈ સ્ત્રીના હાથમાં લગ્ન રેખાની શરૂઆતમાં જો દ્વીપ નું નિશાન હોય તો એનો અર્થ એ છે કે એનું લગ્ન દગો કરીને કરવામાં આવશે.

: જો કોઈ વ્યક્તિના હાથમાં લગ્નરેખા હ્ર્દયરેખાને કાપતી નીચેની તરફ જાય તો આવી વ્યક્તિ તેના લવ મેરેજ થાય તો પણ હેરાન જ રહે છે.

: જો લગ્ન રેખા પાસે ત્રિશુલ જેવું કોઈ નિશાન દેખાય તો એ વ્યક્તિ પોતાના જીવનસાથી ને ખૂબ જ પ્રેમ કરે છે.

: લગ્ન રેખામાં કોઈ પણ પ્રકારના વર્ગ જેવું નિશાન દેખાય તો લવ મેરેજ ની સંભાવનાઓ વધી જાય છે.

: માનવામાં આવે છે કે જે છોકરાઓના જમણા હાથમાં એક લગ્ન રેખા હોય એમને એમની પત્નીનો ખૂબ પ્રેમ મળે છે.

હસ્તરેખા:પ્રેમ સંબંધોના રહસ્ય, ચારિત્ર્ય અને સ્વભાવ

image source

હસ્તરેખાના જાણકારો મુજબ જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ વિશે કઈક જાણવું હોય તો એ વ્યક્તિના હથેળીના શુક્ર પર્વત, હ્ર્દય રેખા અને લગ્ન રેખા પર વિશેષ ધ્યાન આપવું પડે છે. એને જોઈને કોઈ પણ સ્ત્રી કે પુરુષના ચારિત્ર્ય અને સ્વભાવ વિશે જાણી શકાય છે.

શુક્ર ક્ષેત્રની સ્થિતિ અંગુઠાના નીચલા ભાગમાં હોય છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિઓના

જો તમારી હથેળી માં છે આ નિશાન, તો ...
image source

: હાથમાં શુક્ર પર્વત વધારે ઉપસેલો હોય એવી વ્યક્તિઓનો સ્વભાવ વિરોધી જાતિ પ્રત્યે તીવ્ર આકર્ષણ ધરાવે છે અને તેમનો સ્વભાવ વાસનાયુક્ત હોય છે.જો કોઈ સ્ત્રી કે પુરુષના હાથનો પહેલો વેઢો ઘણો નાનો હોય અને મસ્તિષ્ક રેખા ન હોય તો એ વ્યક્તિ વાસનાત્મક હોય છે.એમને વિરોધી જાતિના લોકો જોતા જે એ પોતાના મન પર કાબુ નથી રાખી શકતા

:સારા શુક્ર ક્ષેત્ર વાળા વ્યક્તિના અંગૂઠાનો પહેલો વેઢો બળવાન હોય અને મસ્તિષ્ક રેખા લાંબી હોય તો એવી વ્યક્તિ સંયમી હોય છે. એવું માનવામાં આવવા છે કે જો કોઈ સ્ત્રીના હાથમાં શુક્ર પર્વત વધારે ઉપસેલો અને મસ્તક રેખા નાની હોય અને અંગૂઠાનો પહેલો વેઢો નાનો અને પાતળો હોય, હ્ર્દય રેખા પર દ્વીપ ના નિશાન હોય અને સૂર્ય અને બૃહસ્પતિના ક્ષેત્રો દબાયેલા હોય તો જલ્દી જ વ્યભિચારિણી બની જાય છે.

: જો કોઈ પુરુષના જમણા હાથમાં હ્ર્દય રેખા ગુરુ પર્વત સુધી સીધી જાય છે તો એ પુરુષ સારો અને ઉદાર પ્રેમી સાબિત થાય છે.પણ જો આ જ દશા સ્ત્રીના હાથમાં હોય અને એની તર્જની આંગળી અનામિકા કરતા મોટી હોય તો એ પ્રેમની બાબતે વફાદાર નથી હોતી.

: જો હથેળીમાં લગ્ન રેખા અને કનિષ્ઠ આંગળી ની વચ્ચે બે ત્રણ સ્પષ્ટ રેખાઓ હોય તો એવા સ્ત્રી કે પુરુષ ને એટલા જ પ્રેમ સંબંધ હોય છે.

: જો કોઈ પુરુષ ને ફક્ત એક જ રેખા હોય અને એ સ્પષ્ટ તેમજ એકદમ ઘાટી હોય તો એવા પુરુષ પત્નિવ્રતા હોય છે અને એ એમની પત્ની ને સૌથી વધુ પ્રેમ કરે છે. અને જો લગ્ન રેખા એના ઉદગમ સ્થાન પાસે ઘાટી અને પહોળી હોય પણ આગળ જતાં પાતળી થતી જતી હોય તો સમજવું કે આ સ્ત્રી કે પુરુષ શરૂઆતમાં પોતાના પતિ કે પત્નીને બહુ પ્રેમ કરે છે પણ પછી આ પ્રેમ ઘટતો જાય છે.